ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાવનગર નકલી દારૂકાંડ કેસમાં તપાસ તેજ, SMC IG ગગનદીપ ગંભીરની 13 કલાક મેરેથોન બેઠક

ગુજરાત / ભાવનગર નકલી દારૂકાંડ કેસમાં તપાસ તેજ, SMC IG ગગનદીપ ગંભીરની 13 કલાક મેરેથોન બેઠક

Published By: Nidhi Panchal

Last Updated: 06:43 AM, 31 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર નકલી દારૂકાંડ કેસમાં હવે તપાસ વધુ તેજ બની છે. SMC IG ગગનદીપ ગંભીર રવિવારે ફરી ભાવનગર પહોંચ્યા હતા અને અધિકારીઓ સાથે સતત 13 કલાક સુધી બેઠક અને પૂછપરછ કરી હતી.

ADVERTISEMENT

ભાવનગરમાં સામે આવેલા નકલી દારૂકાંડ કેસમાં તપાસનો દોર હવે વધુ તેજ બન્યો છે. આ સમગ્ર મામલાની તપાસ માટે SMC IG ગગનદીપ ગંભીર રવિવારે સવારથી ફરી એક વખત ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગર પહોંચ્યા બાદ તેમણે અધિકારીઓ સાથે લાંબી બેઠક કરી હતી. આ બેઠક અને તપાસનો સિલસિલો સતત 13 કલાક સુધી ચાલ્યો હતો. આ દરમિયાન ખાતાકીય તપાસની સાથે નકલી દારૂકાંડ મામલે અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

Bhavnagar-daru-update

SMC IG ગગનદીપ ગંભીરની 13 કલાકની મેરેથોન બેઠક બાદ તેમણે સમગ્ર મામલે હજુ પણ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. નકલી દારૂકાંડમાં સામે આવેલી અલગ અલગ બાબતોને લઈને તપાસ કરવામાં આવી રહી છે અને આ તપાસ દરમિયાન કયા નવા તથ્યો સામે આવે છે તેના પર સૌની નજર છે. ખાસ કરીને આ કેસમાં શંકાસ્પદ મોત મામલે પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

ગઈકાલે પરિવારજનોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા

શંકાસ્પદ મોત મામલે ગઈકાલે પરિવારજનોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. પરિવારજનો પાસેથી મળેલી માહિતીના આધારે તપાસને આગળ વધારવામાં આવી રહી છે. બીજી તરફ, આ સમગ્ર નકલી દારૂકાંડમાં પોલીસની ભૂમિકા અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસની ભૂમિકા શું રહી હતી અને સમગ્ર મામલામાં ક્યાં કોઈ બેદરકારી રહી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

અગાઉ ઝડપાયેલા 14 આરોપીઓના આજે રિમાન્ડ પૂર્ણ થઈ

આ કેસમાં અગાઉ ઝડપાયેલા 14 આરોપીઓના આજે રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે. જેના કારણે હવે તપાસમાં આગળ શું કાર્યવાહી થાય છે તેના પર પણ નજર છે. ખાસ કરીને આ આરોપીઓના ફર્ધર રિમાન્ડની માંગ કરવામાં આવશે કે કેમ તે મહત્વનો સવાલ છે. તપાસ એજન્સી તરફથી આ મામલે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.

કુલ 37 આરોપીઓને SMC દ્વારા ઝડપી પાડવામાં આવ્યા

હાલ સુધીમાં રઈસ, ગૌતમ, જતીન, સારાસ સહિત કુલ 37 આરોપીઓને SMC દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. એટલે કે નકલી દારૂકાંડની તપાસનો દોર હવે 37 આરોપીઓ સુધી પહોંચી ગયો છે. આરોપીઓની પૂછપરછ અને તેમની પાસેથી મળતી માહિતીના આધારે તપાસ આગળ વધી રહી છે. રવિવારે સવારથી ભાવનગર પહોંચેલા SMC IG ગગનદીપ ગંભીરની લાંબી બેઠક બાદ પણ તપાસ પૂર્ણ થઈ નથી. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે હજુ પણ તપાસ ચાલુ છે. આ કારણે આજે તપાસ દરમિયાન કોઈ મહત્વના ખુલાસા થાય છે કે કેમ તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો : સુરતની ફાઈવસ્ટાર હોટલની કુકીઝમાંથી લાકડાના ટુકડા નીકળ્યાં, ગ્રાહકે હોબાળો મચાવ્યો

નકલી દારૂકાંડમાં એક તરફ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે, તો બીજી તરફ સમગ્ર મામલે પોલીસની ભૂમિકા અને ખાતાકીય બાબતોની પણ તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ મોતને લઈને પરિવારજનોના નિવેદનો નોંધાઈ ચૂક્યા છે. હવે આ તમામ માહિતી અને તપાસના આધારે આગળની કાર્યવાહી કેવી રીતે થાય છે તે મહત્વનું રહેશે. આજે 14 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેમના ફર્ધર રિમાન્ડની માંગ થશે કે કેમ, તપાસમાં વધુ કયા લોકોનાં નામ સામે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SMC IG Gagandeep Gambhir Liquor Case Bhavnagar Fake

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ