ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / 2 સપ્ટેમ્બરે શુક્ર પોતાની રાશિ તુલામાં પ્રવેશ કરશે, માલવ્ય રાજયોગથી 3 રાશિઓને ધનલાભ અને લક્ઝરી લાઇફના યોગ

photo-story

6 ફોટો ગેલેરી

Shukra Gochar 2026 / 2 સપ્ટેમ્બરે શુક્ર પોતાની રાશિ તુલામાં પ્રવેશ કરશે, માલવ્ય રાજયોગથી 3 રાશિઓને ધનલાભ અને લક્ઝરી લાઇફના યોગ

Last Updated: 08:00 AM, 31 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

2 સપ્ટેમ્બરે શુક્ર પોતાની સ્વરાશિ તુલામાં પ્રવેશ કરશે. શુક્રના આ ગોચરથી 3 રાશિના જાતકોને ધનલાભ અને લક્ઝરી લાઇફના યોગ બની શકે છે.

1/6

photoStories-logo

1. શુક્ર પોતાની રાશિ તુલામાં પ્રવેશ કરશે

વૈદિક જ્યોતિષમાં શુક્ર ગ્રહને ધન, વૈભવ, ઐશ્વર્ય, પ્રેમ અને ભૌતિક સુખ-સુવિધાઓનો કારક માનવામાં આવે છે. 2 સપ્ટેમ્બરે શુક્ર પોતાની જ રાશિ તુલામાં પ્રવેશ કરશે. પોતાની સ્વરાશિમાં શુક્રનું ગોચર થતાં તે વધુ બળવાન બને છે અને તેની શુભ અસર વધવાની માન્યતા છે. જ્યોતિષ અનુસાર આ ગોચરથી માલવ્ય રાજયોગ જેવી શુભ સ્થિતિ બનશે. ખાસ કરીને 3 રાશિના જાતકો માટે આ સમય આર્થિક અને કારકિર્દીની દૃષ્ટિએ સારો રહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે આ ગોચર ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે શુક્ર તમારી રાશિના સ્વામી છે. શુક્ર તમારી જ રાશિમાં પ્રથમ ભાવમાં ગોચર કરશે. જેના કારણે આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વમાં વધારો થઈ શકે છે. વેપારમાં સારો નફો મળવાની શક્યતા છે. જીવનસાથી સાથે સંબંધો મધુર બની શકે છે અને ભાગીદારીના કામમાં સફળતા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે શુક્રનું ગોચર પાંચમા ભાવમાં થશે. આ ભાવ શિક્ષણ, બુદ્ધિ, પ્રેમ અને અચાનક ધનલાભ સાથે જોડાયેલો માનવામાં આવે છે. રોકાણ અથવા શેરબજાર સાથે જોડાયેલા લોકોને લાભ મળવાની શક્યતા છે. કલા, લેખન અને ક્રિએટિવ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નવી તક મળી શકે છે. પ્રેમ સંબંધોમાં પણ સારા બદલાવ આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મકર રાશિ

મકર રાશિના જાતકો માટે શુક્ર દસમા ભાવમાં ગોચર કરશે. આ ભાવ કર્મ અને કારકિર્દી સાથે સંબંધિત માનવામાં આવે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન, પગાર વધારો અથવા નવી નોકરીની ઓફર મળી શકે છે. વેપારીઓ માટે પણ નવા અવસર ઊભા થઈ શકે છે. વાહન, પ્રોપર્ટી અથવા મનપસંદ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. શુક્રની કૃપા મેળવવા કરો આ સરળ ઉપાય

શુક્રવારના દિવસે ‘ૐ શું શુક્રાય નમઃ’ અથવા ‘ૐ દ્રાં દ્રીં દ્રૌં સઃ શુક્રાય નમઃ’ મંત્રનો 108 વાર જાપ કરવો શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા કન્યાને ચોખા, સાકર, દૂધ, સફેદ વસ્ત્ર અથવા ખીરનું દાન કરી શકાય છે. શુક્રવારે માતા લક્ષ્મીને કમળનું ફૂલ અથવા ગુલાબી ફૂલ અર્પણ કરીને કપૂરથી આરતી કરવી પણ શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Venus Transit Shukra Gochar 2026 Malavya Rajyog
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ