ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / તહેવારોમાં નહીં પડે ખાંડની અછત! VTVના અહેવાલ બાદ સરકારે ખાંડની ઓનલાઈન પરમિટનો સમય વધાર્યો
Last Updated: 07:15 PM, 31 August 2026
ADVERTISEMENT
જાહેર વિતરણમાં ખાંડની અછત અંગે સસ્તા અનાજની દુકાનદારો દ્વારા ઉપસ્થિત થયેલા પ્રશ્ન બાદ સરકાર હરકતમાં આવી છે. VTVના એહવાલ બાદ સરકાર સફાળે જાગી છે અને હવે સરકારે ખાંડ માટે ચલણ ભરવા માટેનો સમય વધારવાનો નિર્ણય લીધો છે. સરકારના નિર્ણય મુજબ, આગામી ૩ સપ્ટેમ્બર સુધી ચલણ ભરી શકાશે. તહેવારોમાં ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે સરકારે આ નિર્ણય લીધો છે. ઓગસ્ટ મહિનામાં 7100 મેટ્રીક ટન ખાંડની ફાળવણી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
મુખ્ય બજારમાં ખાંડના ભાવ 80 રૂપિયે પ્રતિ કિલો
સમગ્ર રાજ્યના ખાંડ નું અછત સર્જાઈ છે, મુખ્ય બજારમાં ખાંડના ભાવ 80 રૂપિયે પ્રતિ કિલો થયા છે ત્યારે હવે ગરીબો ના ઘર માં પણ સપ્ટેમ્બર માસમાં ખાંડ જોવા નહીં મળે કારણ કે સસ્તા અનાજની દુકાનો માંથી BPL અને અંત્યોદય કાર્ડ ધારકોને ખાંડ ફાળવવામાં નહીં આવે, સપ્ટેમ્બર માસ માં જે ટિકિટ અને પરમિટ ઇસ્યુ કરવામાં આવી છે એમાં ખાંડ નું કોલમ જ કાઢી નાખવામાં આવ્યું છે જ્યારે મળતી માહિતી પ્રમાણે ગુજરાત માં કુલ 70 લાખ થી વધુ લોકોને દર મહિને 1 કિલો ખાંડ ફાળવવામાં આવે છે ત્યારે આ મહિને તહેવારો પણ આવતા હોવાથી ભગવાનના પ્રસાદ પણ ફિક્કો બનાવવો પડશે.
ADVERTISEMENT
રિયાલિટી ચેકમાં શું આવ્યું સામે?
સસ્તા અનાજ ની દુકાનમાંથી ખાંડ નહીં મળે તે બાબતે vtv ની ટીમ દ્વારા સસ્તા અનાજની દુકાને પર રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું જેમાં ગ્રાહકો ખાંડ કેમ નથી આવી તેવા પ્રશ્નો કરી રહ્યા છે જ્યારે લાભાર્થીઓએ દુઃખ વ્યક્ત કરતાં નિવેદન આપ્યું હતું કે એક તો તહેવારો માથે છે અને અંતિમ સમયે સરકારે ખાંડ નહીં આપવાનો નિર્ણય કર્યો છે તે યોગ્ય નથી અમે આ એક કિલો ખાંડમાં જ મહિનો પસાર કરીએ છીએ પરંતુ આ મહિના હવે અમારે બહારથી ખાંડ ખરીદવી પડશે જ્યારે સપ્ટેમ્બર માસમાં જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા મહત્વના તહેવારો પણ આવી રહ્યા છે ત્યારે ભગવાનનો પ્રસાદ પણ ખાંડ વગર ના જ બનાવવો પડશે જ્યારે ખાંડ ની અછત ના કારણે હવે એક જ ટાઈમ ચા પીવાનો વારો આવશે.
ADVERTISEMENT
ખાંડ ઉપરાંત ડૂંગળીના ભાવમાં પણ વધારો
ADVERTISEMENT
આમ ડુંગળીના ભાવમાં તો સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે ખાંડમાં પણ વધારો થયો છે જેથી ગરીબો એક ટંક ચા અનેરોટલો ખાઈને પસાર કરતા હતા એ પણ હવે કરકસર કરવી પડશે જ્યારે જન્માષ્ઠમી અને ગણેશ ચતુર્થી માં ભગવાનને પણ મોળો પ્રસાદ આપવાની ફરજ પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.