ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ઓગસ્ટમાં ₹80,000 કરોડથી વધુના બ્લોક અને બલ્ક ડીલ, જૂન 2025 બાદ સૌથી મોટો આંકડો

બિઝનેસ / ઓગસ્ટમાં ₹80,000 કરોડથી વધુના બ્લોક અને બલ્ક ડીલ, જૂન 2025 બાદ સૌથી મોટો આંકડો

Published By: Pravin Joshi

Last Updated: 05:21 PM, 31 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજારમાં મજબૂત લિક્વિડિટી વચ્ચે ઓગસ્ટ મહિનામાં ₹80,000 કરોડના બ્લોક અને બલ્ક ડીલ થયા છે, જે છેલ્લા 14 મહિનામાં સૌથી વધુ છે.

ADVERTISEMENT

ભારતીય શેરબજારમાં ઓગસ્ટ મહિનો સેકન્ડરી માર્કેટ માટે રેકોર્ડબ્રેક સાબિત થયો છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં જોવા મળેલી ભવ્ય તેજી અને ઊંચા વેલ્યુએશનનો લાભ ઉઠાવીને પ્રોમોટર્સ તેમજ પ્રાઇવેટ ઇક્વિટી (PE) રોકાણકારોએ પોતપોતાનો હિસ્સો વેચીને મોટો નફો બુક કર્યો છે. ઓગસ્ટ મહિનામાં આશરે ₹80,000 કરોડના બ્લોક અને બલ્ક ટ્રેડ નોંધાયા છે, જે જૂન 2025 પછીનો સૌથી મોટો આંકડો છે. જુલાઈ મહિનામાં આ સોદા રૂ. 48,500 કરોડના રહ્યા હતા.

stock market (1)

બજારમાં શેરોની વધેલી સપ્લાયને ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સ, વીમા કંપનીઓ, પેન્શન ફંડ્સ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ (FIIs) હાથોહાથ ઉપાડી લીધી હતી. મે થી ઓગસ્ટ વચ્ચે કુલ ₹2.51 લાખ કરોડના બ્લોક સોદા થયા છે, જે વર્ષના પ્રથમ ચાર મહિના (જાન્યુઆરી-એપ્રિલ) ના ₹1.25 લાખ કરોડ કરતાં બમણાથી પણ વધુ છે. વર્ષ 2026માં અત્યાર સુધીમાં કુલ ₹3.77 લાખ કરોડના 9,754 મોટા સોદા નોંધાઈ ચૂક્યા છે.

asian-stock-market

ઓગસ્ટના કેટલાક સૌથી મોટા સોદાઓ પર નજર

એસ્ટર ડીએમ ક્વોલિટી કેર: સેન્ટેલા મોરિશિયસ હોલ્ડિંગ્સે 6.67% હિસ્સો ₹4,451 કરોડમાં વેચ્યો.

Paytm (વન 97 કમ્યુનિકેશન્સ): વિજય શેખર શર્માની રેસિલિઅન્ટ એસેટે 3% હિસ્સો ₹2,949 કરોડમાં વેચ્યો. ઉપરાંત, સૈફ (SAIF) અને એલિવેશન કેપિટલે પણ ₹2,038 કરોડના શેર વેચ્યા.

લેન્સકાર્ટ: સોફ્ટબેન્ક વિઝન ફંડે 2.6% હિસ્સો ₹2,888 કરોડમાં ઓફલોડ કર્યો.

એવેન્યુ સુપરમાર્ટ્સ (DMart): અમેરિકન ફંડ્સે 1.04% હિસ્સો ₹2,537 કરોડમાં વેચ્યો.

મીશો (Meesho): એલિવેશન કેપિટલ અને પીક XV પાર્ટનર્સે ₹1,949 કરોડના શેર વેચ્યા.

ફિઝિક્સવાલા (PhysicsWallah): લાઈટ્સપીડ ઓપર્ચ્યુનિટી ફંડે પોતાનો સમગ્ર 1.61% હિસ્સો ₹550 કરોડમાં વેચીને એક્ઝિટ લીધી.

આ પણ વાંચોઃ શું ટેક્નોલોજીથી મગજને હેક કરીને જૂની યાદો ભૂંસી શકાય! Brain-Computer Interface અને AI ક્યાં સુધી પહોંચી ?

બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્યારે બજારમાં લિક્વિડિટી મજબૂત હોય અને શેરના ભાવ ઊંચા સ્તરે હોય ત્યારે મોટા ભાગીદારો શેરના ભાવમાં મોટી અસ્થિરતા લાવ્યા વિના આસાનીથી એક્ઝિટ મેળવવા માટે બ્લોક ડીલનો માર્ગ અપનાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

StockMarket BlockDeals BulkTrades

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ