ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : કેટલું મજબૂત હશે? નેપાળના વિનાશકારી પૂરમાં હજારો તણાઈ ગયા પણ આ મકાન અડીખમ ઊભું રહ્યું
Last Updated: 04:47 PM, 31 August 2026
ADVERTISEMENT
નેપાળમાં આવેલી પૂરની સ્થિતિમાં હજારો મકાનો અને બિલ્ડીંગો પત્તાના મહેલની જેમ તૂટી પડી અને તણાઈ ગયા હતા ત્યારે એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં એક મકાન પૂરની સ્થિતિ વચ્ચે પણ અડીખમ ઉભું છે જે બાદ આ મકાન બનાવનાર એન્જિનિયર ના સોશિયલ મીડિયામાં ખૂબ વખાણ થઈ રહ્યા છે ત્યારે vtv ન્યુઝ દ્વારા પોલિટેકનિકલ કોલેજમાં આવેલ અપલાય એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના એચઓડી સાથે મુલાકાત કરી આ મકાનના સ્ટ્રક્ચર વિશે ચર્ચા કરવામાં આવી હતી જેમાં જેમાં તેમણે જણાવ્યું હતું કે વીડિયોના આધારે સ્પષ્ટ જોઈ શકાય છે કે મકાનનું સ્ટ્રક્ચર કોંક્રીટ થી બનેલું છે.
ADVERTISEMENT
પૂર વચ્ચે પણ અડીખમ રહેનાર લીલા મકાનના સ્ટ્રક્ચર વિશે જાણવા VTVની ટીમે કરી પોલિટેક્નિકલ કોલેજના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના HOD સાથે મુલાકાત#Nepal #NepalFlood #ViralHouse #Engineering #Structure #VTVNews #VTVDigital pic.twitter.com/qaewU4c8kN
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 31, 2026
પીલરના આધાર ઉપર મકાન તૈયાર કરાયું
ADVERTISEMENT
પીલરના આધાર ઉપર આ મકાન તૈયાર કરવામાં આવ્યું છે એટલે અન્ય મકાનો કરતા મજબૂતી વધુ હોય છે બીજી તરફ આ મકાનની આડા અન્ય કેટલાક મકાનો અને સ્ટ્રકચરો હતા તેને કારણે પાણીનો જે શરૂઆતનો ફ્લો હતો જે દબાણ હતું તે આ મકાન સુધી પહોંચવામાં થોડા અંશે નબળો પડ્યો હતો તેમ જ પાણીનો પ્રવાહ છે તે મકાનને બાજુમાંથી પસાર થતું પણ હોય તેવું લાગી રહ્યું છે એટલે ચોક્કસથી આ મકાનને અન્ય મકાન કરતાં ઓછો ફોર્સ લાગ્યો છે માની શકાય કે જે મકાન તૈયાર કરવામાં આવ્યું છે તેમના પીલર ના આધારે તૈયાર કરવામાં આવ્યું છે કોન્ક્રીટ વાળુ સ્ટ્રક્ચર હોવાના કારણે તેની મજબૂતી વધુ હોય છે માટે તે અન્ય મકાનો કરતા વધુ દબાણ સહન કરી શક્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.