ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / અલ્લુ અર્જુનની અપકમિંગ ફિલ્મ ‘રાકા’નું મુંબઈ શેડ્યૂલ પૂર્ણ, આવતા વર્ષે થશે રિલીઝ; ફિલ્મને લઈને ચાહકોમાં વધ્યો ઉત્સાહ
5 ફોટો ગેલેરી
Last Updated: 03:15 PM, 31 August 2026
1/5
અલ્લુ અર્જુનની વાપસી કેટલી ધમાકેદાર રહેશે. 'રાકા' ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે અને હાલ તેનું કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. એટલી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે અને સન પિક્ચર્સ નિર્માતા તરીકે જોડાયું છે, જ્યારે દીપિકા પાદુકોણ અલ્લુ અર્જુનની સામે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
2/5
જોકે, આ ફિલ્મ સાથે રશ્મિકા મંદન્ના અને જાહ્નવી કપૂરનાં નામ પણ જોડાઈ રહ્યાં છે. આ બધાની વચ્ચે, સાયન્સ એક્શન મૂવી 'રાકા'નું નિર્માણ કાર્ય આગળ વધી રહ્યું છે અને ફિલ્મને લઈને ઉત્સાહ પણ વધી રહ્યો છે. તાજેતરની માહિતી મુજબ, ફિલ્મનું એક મહત્વપૂર્ણ શૂટિંગ શેડ્યૂલ પૂર્ણ થઈ ગયું છે.
ADVERTISEMENT
3/5
તાજેતરના અહેવાલ મુજબ, ‘રાકા’ ફિલ્મની ટીમે મુંબઈમાં શૂટિંગનો એક મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ કર્યો છે. આ દરમિયાન, અલ્લુ અર્જુને સહ-કલાકારો સાથે મળીને પોતાના પાત્ર માટેના મુખ્ય દ્રશ્યોનું શૂટિંગ કર્યું હતું. આ શૂટિંગમાં વિવિધ સહાયક કલાકારો સાથેના અનેક મહત્વપૂર્ણ દ્રશ્યોનો સમાવેશ થતો હતો. અગાઉ એવા અહેવાલ મળ્યા હતા કે રશ્મિકા મંદન્ના અને દીપિકા પાદુકોણ દ્વારા ભજવવામાં આવતી ભૂમિકાઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલી હશે, જેમાં રશ્મિકા દીપિકાના રક્ષકની ભૂમિકામાં જોવા મળશે.
4/5
તાજેતરમાં દીપિકા પાદુકોણની ભૂમિકા અંગે એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે, જે મુજબ તે 'રાકા' ફિલ્મમાં ગર્ભવતી મહિલાના પાત્રમાં જોવા મળશે. તેની ભૂમિકાની વાર્તા અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષ પર કેન્દ્રિત હશે, જેમાં રશ્મિકા મંદાન્ના તેના રક્ષકની ભૂમિકા ભજવશે. આ દ્રશ્યમાં ઊંડી ભાવનાત્મક સંવેદના પણ વણી લેવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે તેનું પાત્ર પૌરાણિક અને વૈદિક યુગની યાદ અપાવતો ભાગ કહેવાય છે.
ADVERTISEMENT
5/5
નોંધનીય છે કે આ ફિલ્મનું નિર્માણ ખૂબ મોટા પાયે કરવામાં આવી રહ્યું છે. એટલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ પાસેથી ચાહકો અને ફિલ્મ ઇન્ડર્સ્ટ્રી બંનેને ઘણી અપેક્ષાઓ છે. શૂટિંગનો આ મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ કર્યા બાદ અલ્લુ અર્જુન હૈદરાબાદ પરત ફર્યા છે, જ્યાં તેઓ સપ્ટેમ્બરમાં ફરીથી શૂટિંગ શરૂ કરતા પહેલા થોડો આરામ કરશે. વાસ્તવમાં, આ તબક્કા માટે એક ભવ્ય સેટ પણ તૈયાર કરવામાં આવ્યો છે અને ત્યાં ટૂંક સમયમાં જ કામ શરૂ થવાનું છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ