ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જામનગર જિલ્લા પંચાયત સમિતિના ચેરમેનના પુત્રનું 16 વર્ષની વયે હાર્ટએટેકથી મોત થતાં પરિવારમાં શોક, નાનપણથી હતી બીમારી

દુખદ / જામનગર જિલ્લા પંચાયત સમિતિના ચેરમેનના પુત્રનું 16 વર્ષની વયે હાર્ટએટેકથી મોત થતાં પરિવારમાં શોક, નાનપણથી હતી બીમારી

Published By: Hiralal Parmar
Reported By: Hiren Parmar

Last Updated: 11:25 AM, 31 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરમાં 16 વર્ષના કિશોરનું હાર્ટએટેકથી અવસાન થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી હતી.

ADVERTISEMENT

જામનગરના ધ્રોલમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનના પુત્રનું હાર્ટએટેકથી મોત થતાં પરિવારમાં શોક વ્યાપ્યો હતો. રાજેશ મકવાણાના પુત્ર પોન્ટીંગ મકવાણાનું હૃદય બંધ પડી જતા મોત થયું હતું. કિશોરને નાનપણથી જ શ્વાસ ચડી જવાની બીમારી હતી.

પોલીસકર્મચારીનું હાર્ટ એટેકથી મોત

ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યાં છે. અનેક સ્થળોથી રોજે રોજ એવા કિસ્સા સામે આવી રહ્યાં છે. જેમાં યુવાન વયે હૃદય થંભી ગયું હોય અને વ્યક્તિનું મૃત્યુ થયું હોય. કોઈ ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જાય છે, તો કોઈ ઓફિસ કે કારખાનામાં કામ કરતા કરતા ઢળી જાય છે, જેનું કારણ તપાસીએ ત્યારે માલૂમ પડે છે કે, હૃદયરોગના અચાનક હુમલાથી આ મૃત્યુ થયું છે. ત્યારે વધુ એક ઘટના અમદાવાદથી સામે આવી છે. અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસકર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું હતું.

વધુ વાંચો : નાગલપુરમાં મસ્તાની ગેંગના ભાવેશ રબારી પર ફાયરિંગ, અજાણ્યા શખ્સોએ ફોર્ચ્યુનરને ટક્કર મારી 2 રાઉન્ડ ફાયર કર્યા

ગુજરાતમાં હૃદયરોગના કેસમાં ચિંતાજનક વધારો

ગુજરાતમાં હૃદયરોગના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. છેલ્લા 15 વર્ષોમાં કેસની સંખ્યા ખૂબ વધી છે. 108ને કાર્ડિયાક ઈમરજન્સી કોલમાં 202%નો વધારો થયો છે તો ચાલુ વર્ષે 108ને કાર્ડિયાક ઈમરજન્સીને 8 હજાર 918 કોલ મળ્યા હતા. યુવાનોએ આ સમાચારથી ચેતી જવાની જરુર છે. કારણ કે તેનો સૌથી વધુ ભોગ યુવાનો બની રહ્યાં છે. ગુજરાતમાં હાલ દરરોજ સરેરાશ 294 વ્યક્તિને હૃદયની સારવાર માટે '108' ની જરૂર પડે છે. આ સ્થિતિ યથાવત રહી તો વર્ષના અંત સુધીમાં હૃદયની ઈમરજન્સીના કેસ 1.07 લાખને પાર જઈ શકે છે. હાલ રાજ્યમાં હૃદયની ઈમરજન્સીના જે કેસ નોંધાયા છે તેમાંથી 26 ટકા તો માત્ર અમદાવાદમાંથી હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Latest Gujarat News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ