ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહાદેવના દર્શન કરી પરત ફરતા રિક્ષાને કારે ટક્કર મારી, 3 લોકોના કમકમાટીભર્યા મો*ત, બાળકો-મહિલાઓ સહીત 10 ઈજાગ્રસ્ત
Last Updated: 10:56 AM, 31 August 2026
ADVERTISEMENT
જામનગર નજીક ચેલા-ચાંગા વચ્ચે મધરાતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લાલપુર નજીક આવેલા પ્રસિદ્ધ ભોળેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને કાળ ભેટ્યો હતો. જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા ચંગા રોડ વિસ્તારમાં મધરાતે આશરે 2 વાગ્યાના અરસામાં કિયા કાર, ઓટોરિક્ષા અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય વાહનોનો બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં પ્રાથમિક માહિતી મુજબ કુલ 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ADVERTISEMENT

મળતી માહિતી પ્રમાણે, શ્રાવણ માસના ત્રીજા સોમવારને લઈને ભોળેશ્વર મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. દર્શન કરીને પરત ફરી રહેલા લોકોની અવરજવર વચ્ચે મોડી રાત્રે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. સામેથી આવતી કિયા કારે ઓટોરિક્ષાને ટક્કર મારી હતી અને ત્યારબાદ બાઈક પણ અકસ્માતની ઝપેટમાં આવ્યું હતું. અકસ્માતમાં ઓટોરિક્ષા અને બાઈક પર સવાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ADVERTISEMENT
આ ગમખ્વાર અકસ્માતમાં રિક્ષાચાલક ગુલાબભાઈ બારોટ (ઉં.વ. 60) અને બાઈક પર સવાર જામનગરના બે યુવાન નવીન પઠાણ (ઉં.વ. 20) તથા નોમન સમાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આમ, અકસ્માતમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોત થયાં છે. અકસ્માતના પગલે ઘટનાસ્થળે ભારે દોડધામ મચી ગઈ હતી. અકસ્મતમાં 2 મહિલાઓ અને 5 બાળકો સહિત કુલ 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોમાં ધારાબેન બારોટ (ઉં.વ. 40), આશી બારોટ (ઉં.વ. 11), અંજલી મોખરા (ઉં.વ. 10), ક્રિશ મોખરા (ઉં.વ. 10), ચંદ્રિકાબેન મોખરા (ઉં.વ. 55), દર્શન બારોટ (ઉં.વ. 13) અને પરમ રાજેશભાઈ (ઉં.વ. 15)નો સમાવેશ થાય છે. અગાઉની પ્રાથમિક માહિતીમાં અંદાજે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT

અકસ્માતની જાણ થતાં જ નજીકમાં ચાલી રહેલા સેવા કેમ્પના યુવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાથે જ 108 એમ્બ્યુલન્સની 3 ટીમ પણ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. બચાવ કામગીરી હાથ ધરી તમામ ઘાયલોને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જી.જી. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર શરૂ કરવામાં આવી છે. અકસ્માતને પગલે ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલમાં ભારે દોડધામ જોવા મળી હતી.
ADVERTISEMENT
બનાવની જાણ થતાં પંચકોશી 'બી' ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. વી.જે. રાઠોડ સહિતનો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. સાથે જ અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું અને કોની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો તે અંગે ગુનો નોંધીને સઘન તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT