ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / MP Flood: ચિત્રકૂટથી સતના સુધી રસ્તાઓ પર કાદવ અને પાણી, મંદાકિની નદી ખતરાના નિશાનથી ઉપર; ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ

નેશનલ / MP Flood: ચિત્રકૂટથી સતના સુધી રસ્તાઓ પર કાદવ અને પાણી, મંદાકિની નદી ખતરાના નિશાનથી ઉપર; ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ

Published By: Jinal Chauhan

Last Updated: 09:01 AM, 31 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશમાં ભારે વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવી નાખ્યું છે. ચિત્રકૂટ અને સતનામાં પૂર જેવી સ્થિતિ સર્જાતા લોકોની મુશ્કેલી વધી છે.

ADVERTISEMENT

સતના અને ચિત્રકૂટમાં સતત વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. નદીઓના જળસ્તરમાં સતત વધારો થતાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોમાં ભય ફેલાયો છે. અનેક રસ્તાઓ પર પાણી અને કાદવ ભરાઈ જતા વાહનવ્યવહારને અસર થઈ છે. બીજી તરફ વહીવટી તંત્ર અને SDRFની ટીમો રાહત અને બચાવ કામગીરીમાં સતત લાગી છે.

ડોડા ડેમ તૂટતાં આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા

માનિકપુર નજીક ડોડા ડેમ ઓવરફ્લો થયા બાદ તૂટી ગયો હતો. તેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. સતના-માનિકપુર રેલવે માર્ગ પર ચિતહરા રેલવે સ્ટેશન નજીક ટ્રેક પણ પાણીમાં ડૂબી ગયો હતો. ટ્રેકની સુરક્ષા માટે રેલવે કર્મચારીઓએ એન્જિનની આગળ પગપાળા ચાલીને પાટાની તપાસ કરી હતી. પાણી ભરાયેલા ટ્રેકના વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

ચિત્રકૂટમાં લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ

ચિત્રકૂટમાં પૂર વચ્ચે ફસાયેલા લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. સતના જિલ્લા મુખ્યાલયથી લગભગ 20 કિલોમીટર દૂર સોહાસ ગામના મલાહન ટોલામાં 50થી વધુ ગ્રામજનો ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. અનેક લોકો પોતાના ઘરની છત પર ચઢીને મદદની રાહ જોઈ રહ્યા હતા. SDRFની ટીમે રાત્રિ દરમિયાન બચાવ અભિયાન ચલાવી લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

મંદાકિની નદી ખતરાના નિશાનથી ઉપર

ચિત્રકૂટમાં મંદાકિની નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. નદીનું પાણી કર્વી શહેરને જોડતા મંદાકિની પુલની ઉપરથી વહેવા લાગ્યું હતું. પાણીના તેજ પ્રવાહને કારણે પુલની એપ્રોચ રોડનો એક ભાગ ધસી નદીમાં વહી ગયો હતો. સ્થિતિને જોતા વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે પુલ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરી દીધી છે.

રામઘાટ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી

મંદાકિની નદીના વધતા જળસ્તરની અસર રામઘાટ અને નિર્મોહી અખાડા વિસ્તારમાં પણ જોવા મળી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફેલાતા લોકોની મુશ્કેલી વધી છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર કાદવ અને પાણી ભરાયા છે. ઝાંસી-પ્રયાગરાજ નેશનલ હાઈવે પર પણ ભારે વાહનોની અવરજવર પ્રભાવિત થઈ છે.

vtv app promotion

આ પણ વાંચોઃ 31 ઓગસ્ટે હવામાનનો મોટો વળાંક: ઉત્તરથી પૂર્વ ભારત સુધી મુસળધાર વરસાદની ચેતવણી

પ્રશાસન દ્વારા રાહત સામગ્રીનું વિતરણ

સતના પ્રશાસને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રીનું વિતરણ શરૂ કર્યું છે. શરૂઆતમાં રાહત કેમ્પ ઊભા કરવામાં આવ્યા હતા જ્યાં અસરગ્રસ્ત લોકોએ આશરો લીધો હતો. પાણી થોડું ઘટતા કેટલાક લોકો પોતાના ઘરે પરત ફર્યા છે. પ્રશાસન ટેન્કરો દ્વારા પીવાનું પાણી પહોંચાડી રહ્યું છે અને અસરગ્રસ્ત પરિવારો સુધી ભોજન તથા જરૂરી સામગ્રી પહોંચાડવાના પ્રયાસો કરી રહ્યું છે.

મધ્યપ્રદેશમાં સતત વરસાદ અને નદીઓના વધતા જળસ્તરને કારણે અનેક વિસ્તારોમાં પૂરનો ખતરો યથાવત છે. વહીવટી તંત્ર સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખી રહ્યું છે અને જરૂર પડે ત્યારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારી રાખવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Satna Flood MP Flood Chitrakoot Flood

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ