ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 11 વર્ષ બાદ ગીર સફારીની પરમિટ ફી વધારવાની તૈયારી, 6 સીટરની ફી ₹800થી વધીને ₹1,800 થઈ શકે

Gir Safari / 11 વર્ષ બાદ ગીર સફારીની પરમિટ ફી વધારવાની તૈયારી, 6 સીટરની ફી ₹800થી વધીને ₹1,800 થઈ શકે

Published By: Nidhi Panchal
Reported By: Mehul Desai

Last Updated: 09:10 AM, 31 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીરમાં સિંહ દર્શન કરવા જતા પ્રવાસીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગીર નેશનલ પાર્કમાં સફારી પરમિટની ફીમાં 11 વર્ષ બાદ મોટો વધારો થઈ શકે છે.

ADVERTISEMENT

સિંહને નજીકથી જોવા માટે ગીર જતા પ્રવાસીઓ માટે હવે આ સફર પહેલાં કરતાં મોંઘી પડી શકે છે. ગીર નેશનલ પાર્કમાં સફારી પરમિટ ફીમાં વધારો કરવાની તૈયારી વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. છેલ્લા 11 વર્ષથી પરમિટ ફીમાં કોઈ મોટો ફેરફાર થયો નથી અને હવે લાંબા સમય બાદ વન વિભાગ પરમિટ ચાર્જમાં મોટો વધારો કરી શકે છે. જો આ વધારો લાગુ થશે તો ગીરમાં સિંહ દર્શન માટે જતા પ્રવાસીઓના બજેટ પર સીધી અસર પડી શકે છે.

safari-park.jpg

હાલ 6 સીટર સફારી માટે પ્રવાસીઓએ રૂ.800 પરમિટ ફી ચૂકવવી પડે છે. પરંતુ હવે આ ફી વધારીને રૂ.1800 કરવાની તૈયારી હોવાનું સામે આવ્યું છે. એટલે કે 6 સીટર સફારીની પરમિટ ફીમાં બમણાથી પણ વધુ વધારો થઈ શકે છે. ગીર નેશનલ પાર્કમાં સિંહ દર્શન માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ત્યારે નવી ફી લાગુ થશે તો પ્રવાસીઓએ અગાઉની સરખામણીમાં વધારે પૈસા ચૂકવવા પડશે.

વિદેશી પ્રવાસીઓ માટેની પરમિટ ફીમાં પણ વધારો

માત્ર ભારતીય પ્રવાસીઓ માટેની ફીમાં જ નહીં, પરંતુ વિદેશી પ્રવાસીઓ માટેની પરમિટ ફીમાં પણ વધારો કરવાની તૈયારી છે. હાલમાં વિદેશી પ્રવાસીઓ માટે પરમિટ ફી 80 ડોલર છે. હવે આ ફી વધારીને 125 ડોલર કરવામાં આવી શકે છે. એટલે ગીરની સફારી માટે આવતા વિદેશી પ્રવાસીઓ માટે પણ સિંહ દર્શનનો ખર્ચ વધવાની શક્યતા છે.

વન વિભાગ દ્વારા 8 સીટર સફારી શરૂ કરવાની પણ યોજના

આ ઉપરાંત વન વિભાગ દ્વારા 8 સીટર સફારી શરૂ કરવાની પણ યોજના બનાવાઈ રહી છે. હાલમાં 6 સીટર સફારી માટેની ફી વધારવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે 8 સીટર સફારીની યોજના પણ પ્રવાસીઓ માટે મહત્વની બની શકે છે. વધુ લોકો એક સાથે સફારી કરી શકે તે માટે 8 સીટરની સફારીની યોજના બનાવાઈ રહી હોવાનું સામે આવ્યું છે. ગીર સફારીમાં તત્કાલ અને પ્રીમિયમ પરમિટને લઈને પણ મહત્વની વાત સામે આવી છે. તત્કાલ અને પ્રીમિયમ પરમિટની ફી 20 હજાર રૂપિયાથી પણ વધુ થઈ શકે છે. એટલે સામાન્ય પરમિટની સરખામણીમાં તત્કાલ અને પ્રીમિયમ પરમિટ માટે પ્રવાસીઓને ઘણો વધારે ખર્ચ કરવો પડી શકે છે.

લાંબા સમય બાદ પરમિટ ચાર્જમાં ફેરફાર કરવાનો મુદ્દો મહત્વનો

વન વિભાગ દ્વારા આ ફીમાં વધારો કરવાની તૈયારી પાછળ લાંબા સમય બાદ પરમિટ ચાર્જમાં ફેરફાર કરવાનો મુદ્દો મહત્વનો છે. છેલ્લા 11 વર્ષથી ગીર સફારીની પરમિટ ફીમાં વધારો કરવામાં આવ્યો નથી. આ દરમિયાન ગીર નેશનલ પાર્કમાં પ્રવાસીઓની સંખ્યા, સફારીનું સંચાલન અને અન્ય વ્યવસ્થાઓમાં પણ ફેરફાર થયા છે. હવે વન વિભાગ પરમિટ ચાર્જમાં વધારો કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

પ્રવાસીઓએ અગાઉ કરતાં વધારે ખર્ચ કરવો પડશે

જો નવી ફી લાગુ કરવામાં આવે તો ગીરની સફારી માટે પ્રવાસીઓએ અગાઉ કરતાં વધારે ખર્ચ કરવો પડશે. ખાસ કરીને 6 સીટર સફારીની રૂ.800ની ફી વધીને રૂ.1800 થવાની શક્યતા પ્રવાસીઓ માટે સૌથી મોટો ફેરફાર બની શકે છે. બીજી તરફ વિદેશી પ્રવાસીઓ માટે 80 ડોલરની ફી વધીને 125 ડોલર થઈ શકે છે.

ફી વધારાની તૈયારીને લઈને પ્રવાસીઓમાં પણ ચર્ચા શરૂ

હાલ આ ફી વધારાની તૈયારીને લઈને પ્રવાસીઓમાં પણ ચર્ચા શરૂ થઈ શકે છે. ગીર નેશનલ પાર્કમાં સિંહ દર્શન માટે દેશના અલગ અલગ ભાગોમાંથી લોકો આવે છે. સિંહને ખુલ્લા જંગલમાં જોવાનો અનુભવ મેળવવા માટે લોકો મહિનાઓ અગાઉથી સફારીનું આયોજન કરે છે. હવે પરમિટ ફીમાં વધારો થાય તો ગીર સફારીના કુલ ખર્ચમાં પણ વધારો થશે.

આ પણ વાંચો : નાગલપુરમાં મસ્તાની ગેંગના ભાવેશ રબારી પર ફાયરિંગ, અજાણ્યા શખ્સોએ ફોર્ચ્યુનરને ટક્કર મારી 2 રાઉન્ડ ફાયર કર્યા

હવે જોવાનું એ રહેશે કે વન વિભાગ દ્વારા પરમિટ ફીમાં કેટલો અંતિમ વધારો કરવામાં આવે છે અને નવી ફી ક્યારથી લાગુ કરવામાં આવે છે. ખાસ કરીને 6 સીટર સફારીની રૂ.800ની ફી રૂ.1800 થાય છે કે નહીં, વિદેશી પ્રવાસીઓની ફી 80 ડોલરથી વધીને 125 ડોલર થાય છે કે નહીં અને તત્કાલ તથા પ્રીમિયમ પરમિટની ફી 20 હજારથી વધુ થાય છે કે નહીં તેના પર પ્રવાસીઓની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gir Safari Fee Hike Gir National Park

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ