ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / RBIની પોલિમર નોટની તૈયારીમાં સુરક્ષાને લઈને કડક શરતો, ચીન-પાકિસ્તાનથી કાચો માલ નહીં, જાણો શું છે આખું કનેક્શન
Last Updated: 02:49 PM, 31 August 2026
ADVERTISEMENT
ભારતીય રિઝર્વ બેન્ક દેશની કરન્સીને વધુ સુરક્ષિત બનાવવા માટે પોલિમર નોટ તરફ આગળ વધી રહી છે. આ માટે RBIની સબસિડિયરી BRBNMPLએ પોલિમર સબસ્ટ્રેટ શીટની સપ્લાય માટે ગ્લોબલ Expression of Interest જાહેર કર્યું હતું. રિપોર્ટ અનુસાર ભારતીય અને વિદેશી કંપનીઓએ તેમાં રસ દાખવ્યો છે.નવી કરન્સીના મામલે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કંપનીઓ માટે કેટલીક ખાસ શરતો નક્કી કરવામાં આવી છે. કંપનીઓએ પોતાના ભારતીય ઓપરેશનને ચીન અને પાકિસ્તાનમાં રહેલા ઓપરેશનથી અલગ રાખવાની ખાતરી આપવી પડશે. આ ઉપરાંત પોલિમર સબસ્ટ્રેટમાં પ્રાણીઓની ચરબી અથવા તેનું DNA ન હોવાની પણ ખાતરી આપવી પડશે.
ADVERTISEMENT
પોલિમર નોટની સપ્લાય ખૂબ જ સંવેદનશીલ બાબત હોવાથી RBIએ ટેન્ડરમાં સુરક્ષા સંબંધિત અનેક શરતો સામેલ કરી છે. બોલી લગાવનારી કંપનીઓએ Integrity Pact, Confidentiality Agreement અને No-Agent Pact જેવા દસ્તાવેજો આપવા પડશે.કંપનીઓએ એ પણ જણાવવું પડશે કે ભારતમાં તેમના ઓપરેશનને ચીન અને પાકિસ્તાનમાં રહેલા ઓપરેશનથી સંપૂર્ણપણે અલગ રાખવામાં આવશે. આ માટે Firewallની વ્યવસ્થા કરવાની શરત મૂકવામાં આવી છે. તેનો હેતુ ભારતીય કરન્સી સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી અને ટેક્નોલોજીને સુરક્ષિત રાખવાનો છે.
ADVERTISEMENT
BRBNMPLના EOI દસ્તાવેજોમાં પોલિમર સબસ્ટ્રેટની તાત્કાલિક જરૂરિયાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતીય નોટોની છપાઈ માટે લગભગ 68 હજાર રીમ પોલિમર સબસ્ટ્રેટની જરૂરિયાત દર્શાવવામાં આવી છે.એક રીમમાં પોલિમર ફિલ્મની 500 શીટ હોવાની રહેશે. કંપનીઓએ પોતાની બોલી સાથે સેમ્પલ પણ આપવા પડશે. આ સેમ્પલનું અલગ-અલગ હવામાન ધરાવતા વિસ્તારોમાં પરીક્ષણ કરવામાં આવશે. યોગ્ય સેમ્પલ આપનારી કંપનીઓને આગળની ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવાની તક મળી શકે છે.
ADVERTISEMENT
પોલિમર સબસ્ટ્રેટ માટે અનેક કંપનીઓએ રસ દાખવ્યો હોવાનું સામે આવ્યું છે. તેમાં UKની નોટ બનાવતી કંપની De La Rue સાથે ભાગીદારી ધરાવતી ભારતીય કંપની Cosmo Firstનું નામ પણ સામે આવ્યું છે.De La Rue દુનિયાભરના દેશો માટે કરન્સી સોલ્યુશન સાથે જોડાયેલી કંપની છે. કંપની પોલિમર નોટને પરંપરાગત કરન્સી પેપરની સરખામણીમાં વધુ ટકાઉ અને સુરક્ષિત વિકલ્પ તરીકે રજૂ કરે છે. Cosmo First તેના ટેક્નિકલ પાર્ટનર તરીકે કામ કરી શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ શું ટેક્નોલોજીથી મગજને હેક કરીને જૂની યાદો ભૂંસી શકાય! Brain-Computer Interface અને AI ક્યાં સુધી પહોંચી ?
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયાની CCL Secureએ પણ પોલિમર સબસ્ટ્રેટ માટે રસ દાખવ્યો હોવાનું જણાવાયું છે. કંપની અનેક સેન્ટ્રલ બેન્કો માટે પોલિમર બેન્કનોટ સોલ્યુશન પૂરા પાડે છે.કંપનીના જણાવ્યા અનુસાર પોલિમર નોટમાં નકલી નોટ સામે લડવા માટે વિવિધ સુરક્ષા ફીચર્સ ઉમેરી શકાય છે. તેની પોલિમર બેન્કનોટ પરંપરાગત કોટન આધારિત કરન્સી પેપર કરતાં વધુ લાંબો સમય ટકી શકે છે. આ કારણે પોલિમર નોટને લાંબા ગાળાના વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે.
ADVERTISEMENT
વિયેતનામની Q&T High-Tech Polymer Company Limited પણ આ પ્રક્રિયામાં સામેલ હોવાનું જણાવવામાં આવ્યું છે. કંપનીએ સ્થાનિક સ્તરે પોલિમર બેન્કનોટ માટે સબસ્ટ્રેટ સપ્લાય કરવાનું શરૂ કર્યું છે.કંપનીનો દાવો છે કે પોલિમર કરન્સીના ઉપયોગથી સમગ્ર લાઇફસાઇકલ દરમિયાન ખર્ચમાં મોટી બચત થઈ શકે છે. હવે આ કંપનીએ ભારતના BRBNMPLના EOIમાં પણ બોલી લગાવી હોવાનું ઇન્ડસ્ટ્રી સૂત્રોના હવાલાથી જણાવાયું છે.
હાલની પ્રક્રિયાને ભારતમાં પોલિમર નોટ તરફનું મહત્વનું પગલું કહી શકાય છે. જોકે આનો અર્થ એ નથી કે ભારતમાં તરત જ તમામ નોટો પ્લાસ્ટિકની થઈ જશે. શરૂઆતમાં નાની કિંમતની નોટો માટે પોલિમર વિકલ્પ પર વિચાર થઈ શકે છે.રિપોર્ટ અનુસાર શરૂઆતમાં ₹10 અને ₹20ની નોટ માટે પોલિમર સબસ્ટ્રેટનો વિકલ્પ ચર્ચામાં છે. અંતિમ નિર્ણય ટેન્ડર પ્રક્રિયા, ટેક્નિકલ પરીક્ષણ અને અન્ય જરૂરી મંજૂરીઓ બાદ લેવામાં આવશે. પોલિમર નોટ આવવાથી નકલી નોટ સામેની સુરક્ષા વધારવાની સાથે કરન્સીની ટકાઉપણામાં પણ સુધારો થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ