ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / જન્માષ્ટમી ફિક્કી બનશે! સપ્ટેમ્બરમાં સસ્તા અનાજની દુકાનેથી ગરીબોને ખાંડ નહીં મળે, રાજ્યમાં અછત
Last Updated: 03:41 PM, 31 August 2026
ADVERTISEMENT
રાજ્યમાં સાતમ આઠમનો તહેવાર આવી રહ્યો છે, નાગરિકો રંગે ચંગે તૈયારીઓ પણ કરી રહ્યા છે, કાના ના જન્મ દિવસે મીઠી ખીર પણ બનાવશે પણ આ વર્ષે BPL કાર્ડ ધારકોના ઘરે ભગવાન લાલા ની મિષ્ટી પણ હવે ફિક્કી બનશે કારણ કે રાજ્ય સરકાર પાસે ખાંડ નો જથ્થો પૂરતો ન હોવાના કારણે સપ્ટેમ્બર માસમાં સસ્તા અનાજની દુકાન થી ગરીબોને ખાંડ નહીં મળે.
ADVERTISEMENT
મુખ્ય બજારમાં ખાંડના ભાવ 80 રૂપિયે પ્રતિ કિલો
સમગ્ર રાજ્યના ખાંડ નું અછત સર્જાઈ છે, મુખ્ય બજારમાં ખાંડના ભાવ 80 રૂપિયે પ્રતિ કિલો થયા છે ત્યારે હવે ગરીબો ના ઘર માં પણ સપ્ટેમ્બર માસમાં ખાંડ જોવા નહીં મળે કારણ કે સસ્તા અનાજની દુકાનો માંથી BPL અને અંત્યોદય કાર્ડ ધારકોને ખાંડ ફાળવવામાં નહીં આવે, સપ્ટેમ્બર માસ માં જે ટિકિટ અને પરમિટ ઇસ્યુ કરવામાં આવી છે એમાં ખાંડ નું કોલમ જ કાઢી નાખવામાં આવ્યું છે જ્યારે મળતી માહિતી પ્રમાણે ગુજરાત માં કુલ 70 લાખ થી વધુ લોકોને દર મહિને 1 કિલો ખાંડ ફાળવવામાં આવે છે ત્યારે આ મહિને તહેવારો પણ આવતા હોવાથી ભગવાનના પ્રસાદ પણ ફિક્કો બનાવવો પડશે.
ADVERTISEMENT
રિયાલિટી ચેકમાં શું આવ્યું સામે?
સસ્તા અનાજ ની દુકાનમાંથી ખાંડ નહીં મળે તે બાબતે vtv ની ટીમ દ્વારા સસ્તા અનાજની દુકાને પર રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું જેમાં ગ્રાહકો ખાંડ કેમ નથી આવી તેવા પ્રશ્નો કરી રહ્યા છે જ્યારે લાભાર્થીઓએ દુઃખ વ્યક્ત કરતાં નિવેદન આપ્યું હતું કે એક તો તહેવારો માથે છે અને અંતિમ સમયે સરકારે ખાંડ નહીં આપવાનો નિર્ણય કર્યો છે તે યોગ્ય નથી અમે આ એક કિલો ખાંડમાં જ મહિનો પસાર કરીએ છીએ પરંતુ આ મહિના હવે અમારે બહારથી ખાંડ ખરીદવી પડશે જ્યારે સપ્ટેમ્બર માસમાં જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા મહત્વના તહેવારો પણ આવી રહ્યા છે ત્યારે ભગવાનનો પ્રસાદ પણ ખાંડ વગર ના જ બનાવવો પડશે જ્યારે ખાંડ ની અછત ના કારણે હવે એક જ ટાઈમ ચા પીવાનો વારો આવશે.
ADVERTISEMENT
ખાંડ ઉપરાંત ડૂંગળીના ભાવમાં પણ વધારો
ADVERTISEMENT
આમ ડુંગળીના ભાવમાં તો સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે ખાંડમાં પણ વધારો થયો છે જેથી ગરીબો એક ટંક ચા અનેરોટલો ખાઈને પસાર કરતા હતા એ પણ હવે કરકસર કરવી પડશે જ્યારે જન્માષ્ઠમી અને ગણેશ ચતુર્થી માં ભગવાનને પણ મોળો પ્રસાદ આપવાની ફરજ પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.