ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / Budget / નાણાકીય વર્ષ 2026-27ના પહેલા ક્વોર્ટરમાં GDP વધીને 7.8% પર પહોંચી, ખર્ચ અને રોકાણમાં પણ ભારત આગળ
Last Updated: 05:22 PM, 31 August 2026
ADVERTISEMENT
નાણાકીય વર્ષ 2027ના ફર્સ્ટ ક્વોર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થાએ 7.8 ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. આ આંકડો ગયા વર્ષની સમાન ક્વોર્ટરમાં નોંધાયેલા 6.9 ટકા કરતાં વધુ છે. જેમાં સરકારી આંકડા અનુસાર આ વિકાસ મુખ્યત્વે મજબૂત ઘરેલું માંગ અને નિકાસમાં વધારાને કારણે શક્ય બન્યો છે. સરકારના મૂડીગત ખર્ચે પણ આમાં મહત્વની ભૂમિકા ભજવી છે. જેમાં ગ્લોબલ સપ્લાઈ ચેઈનની મુશ્કેલીઓ અને કોમોડિટી ભાવમાં વધારા છતાં અર્થવ્યવસ્થાએ સારું પ્રદર્શન કર્યું છે.
ADVERTISEMENT
ગ્રોસ વેલ્યુ એડેડ (GVA)માં ખરેખર રીતે 8.2 ટકાનો વિકાસ થયો છે જે ગયા વર્ષના 7.1 ટકા કરતાં વધુ છે. જેમાં નોમિનલ GDPમાં 10.3 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. અગાઉ GST દરમાં કાપ અને ઇન્કમ ટેક્સમાં રાહતને કારણે ઘરેલું આવક અને માંગને સમર્થન મળ્યું હતું જેનાથી મોંઘવારીના અસરને કંટ્રોલ કરવામાં મદદ મળી હતી.
જેને લઇ નાણામંત્રી નિર્મલા સીતારમણે આ મજબૂત કામગીરીનું શ્રેય સરકારના સુધારાઓ અને અસરકારક નીતિઓના અમલને આપ્યું છે. જેમાં તેમને જણાવ્યું કે આ વૃદ્ધિ દેશની આર્થિક મજબૂતાઈનું પ્રતીક છે. પરંતુ આ અંગે અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે પ્રાઈવેટ ઇન્વેસ્ટમાં તાજેતરનો વધારો કામચલાઉ હોઈ શકે છે અને લાંબા ગાળાની સ્થિરતા માટે બીજા પરિબળો પર ધ્યાન આપવું જરૂરી છે.
ADVERTISEMENT
જેમાં ફિસ્કલ ડેફીસીટ અંગે વાત કરીએ તો એપ્રિલથી જુલાઈ સુધીનો ડેફીસીટ 4.5 લાખ કરોડ રૂપિયા રહી છે જે વાર્ષિક અંદાજનો 26.8 ટકા છે. જેમાં ગયા વર્ષે આ જ સમયમાંતે 18.2 ટકા હતી. જે દર્શાવે છે કે ફિસ્કલ ડેફીસીટમાં સુધારો થયો છે. કુલ પ્રાપ્તિ અને ખર્ચ બંને બજેટ ટાર્ગેટની નજીક રહ્યા છે.
ADVERTISEMENT
7.8 ટકાની વૃદ્ધિ દેશમાં પ્રોડકશન અને સર્વિસમાં ઝડપ દર્શાવે છે. જે રોજગારી સર્જન અને આવક વધારવામાં મદદરૂપ થાય છે. ફિસ્કલ ડેફીસીટ ઘટવું સરકારના નાણાકીય અનુશાસનનું સકારાત્મક સંકેત છે જેનાથી દેશને ઓછી લોન લેવી પડે છે અને વ્યાજ દરો પર પણ અનુકૂળ અસર પડી શકે છે. જેમાં વૈશ્વિક પડકારો વચ્ચે આ આંકડા ભારતની અર્થવ્યવસ્થાનું લચીલાપણું દર્શાવે છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ