ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / તુલસીનો છોડ વારંવાર સુકાઈ જાય છે? આ સરળ ઉપાયોથી વર્ષભર રહેશે હર્યોભર્યો!

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / તુલસીનો છોડ વારંવાર સુકાઈ જાય છે? આ સરળ ઉપાયોથી વર્ષભર રહેશે હર્યોભર્યો!

Last Updated: 06:15 PM, 31 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તુલસીના છોડને આખું વર્ષ લીલોછમ અને ઘટાદાર રાખવા માટે તેની મંજરી નિયમિત કાપવી અને યોગ્ય ખાતર-પાણી આપવું જરૂરી છે.

1/6

photoStories-logo

1. તુલસીનો છોડ વારંવાર સુકાઈ જાય છે? આ સરળ ઉપાયોથી વર્ષભર રહેશે હર્યોભર્યો!

ભારતીય સંસ્કૃતિમાં તુલસીના છોડનું આધ્યત્મિક, ધાર્મિક અને ઔષધીય દ્રષ્ટિએ અત્યંત વિશેષ મહત્વ છે. લગભગ દરેક ઘરના આંગણામાં કે બાલ્કનીમાં તુલસીનો છોડ જોવા મળે છે. પરંતુ ઘણા લોકોની ફરિયાદ હોય છે કે થોડા જ સમયમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે અથવા તો તેની વૃદ્ધિ અટકી જાય છે. પ્રખ્યાત ગાર્ડનિંગ એક્સપર્ટ તરુણ ચોપરાએ તુલસીના છોડને વર્ષભર લીલોછમ અને ઘાટો રાખવા માટે કેટલીક ઉપયોગી ટિપ્સ આપી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મંજરી નિયમિતપણે કાપવી

તુલસી પર જ્યારે મંજરી (બીજ) આવવા લાગે ત્યારે તેને હળવા હાથે કાપીને દૂર કરવી જોઈએ. જો મંજરી લાંબો સમય છોડ પર રહે, તો છોડ પોતાની તમામ ઊર્જા બીજ બનાવવા પાછળ ખર્ચે છે અને તેનો વિકાસ અટકી જાય છે. મંજરી કાપવાથી નવી ડાળીઓ ઝડપથી ફૂટે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. કુંડાની માટીની ગુડાઈ કરવી

સમયઅંતરે કુંડાની ઉપરની માટીને હળવા હાથે ખોતરીને (ગુડાઈ કરીને) પોચી કરવી જરૂરી છે. આમ કરવાથી મૂળ સુધી હવા પહોંચે છે, પરંતુ ધ્યાન રાખવું કે મૂળને નુકસાન ન થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વર્મી કંપોસ્ટ ખાતરનો ઉપયોગ

છોડના યોગ્ય વિકાસ માટે વર્ષમાં 2 થી 3 વાર કુંડામાં 150 થી 200 ગ્રામ વર્મી કંપોસ્ટ (અળસિયાનું ખાતર) ઉમેરવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. યોગ્ય કુંડુ પસંદ કરવું

તુલસીના છોડ માટે ક્યારેય 12 થી 15 ઈંચથી નાનું કુંડુ ન વાપરવું. પૂરતી જગ્યા મળવાથી છોડનો વિકાસ ઝડપથી થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. વાતાવરણ અને પાણીનું ધ્યાન રાખવું

અતિશય ગરમી કે અતિશય ઠંડીથી છોડને બચાવવો. ઉપરાંત કુંડાની માટી સુકાય ત્યારે જ પાણી આપવું, જરૂર કરતાં વધુ પાણી આપવાથી મૂળ સડી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

TulsiPlant GardeningTips PlantCare
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ