ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ચાર્જિંગ નેટવર્ક મજબૂત થયા બાદ મારુતિ લાવશે નાની EV, CEOએ કર્યો મોટો ખુલાસો!
5 ફોટો ગેલેરી
Last Updated: 05:28 PM, 31 August 2026
1/5
ભારતીય ઓટોમોબાઈલ માર્કેટની દિગ્ગજ કંપની મારૂતિ સુઝુકી હવે દેશમાં પોતાના ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવાની તૈયારી કરી રહી છે. કંપની દેશમાં ઈલેક્ટ્રિક કાર માટે ચાર્જિંગ નેટવર્ક મજબૂત થતાં જ નાના કદની સસ્તા ઈલેક્ટ્રિક વ્હીકલ બજારમાં ઉતારશે.
2/5
મારૂતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO હિસાશી તાકેઉચીએ કંપનીની વાર્ષિક બેઠકમાં સ્પષ્ટ કર્યું હતું કે, ભારતમાં પર્યાપ્ત ચાર્જિંગ સુવિધાઓ ઉપલબ્ધ થતાંની સાથે જ નાની EV કાર લોન્ચ કરવામાં આવશે. હાલમાં જ મારૂતિ સુઝુકીએ પોતાની મિડ-સાઈઝ SUV 'e Vitara' સાથે EV સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે, જેનું ઉત્પાદન ગુજરાતના હંસલપુર સ્થિત પ્લાન્ટમાં કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
3/5
મારૂતિ સુઝુકીનું માનવું છે કે ઈલેક્ટ્રિક કારોના વ્યાપક ઉપયોગ માટે એક મજબૂત ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અત્યંત જરૂરી છે. કંપનીએ આ દાયકાના અંત સુધીમાં ભારતમાં 1 લાખથી વધુ ચાર્જિંગ પોઈન્ટ લગાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે 13 જેટલી ચાર્જિંગ ઓપરેટર કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યા છે. કંપની અત્યાર સુધીમાં 1100 થી વધુ શહેરોમાં 2,000 થી વધુ એક્સક્લુઝિવ ચાર્જિંગ પોઈન્ટ સ્થાપી ચૂકી છે. આ ઉપરાંત, દેશના ટોપ-100 શહેરોમાં મુખ્ય સ્થળોએ દર 5 થી 10 કિલોમીટરના અંતરે ચાર્જિંગ સુવિધા ઊભી કરવાનું આયોજન છે.
4/5
કંપની માત્ર ઈલેક્ટ્રિક વ્હીકલ પર નિર્ભર રહેવા માંગતી નથી. મારૂતિ સુઝુકી પેટ્રોલ, હાઈબ્રિડ, CNG અને એન્જિન (ICE) ધરાવતી ગાડીઓમાં પણ રોકાણ ચાલુ રાખશે. નવી ફેક્ટરીઓને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી રહી છે કે એક જ પ્રોડક્શન લાઈન પર EV, હાઈબ્રિડ અને CNG વાહનોનું ઉત્પાદન કરી શકાય.
ADVERTISEMENT
5/5
ભારતમાંથી નિકાસ થતી કુલ EVમાં મારૂતિ સુઝુકીનો હિસ્સો 90 ટકા જેટલો છે. કંપનીએ યુરોપિયન દેશો અને જાપાન જેવા બજારોમાં પોતાની ઈલેક્ટ્રિક કારોનું એક્સપોર્ટ શરૂ કર્યું છે. ભવિષ્યની ટેકનોલોજી અને પ્લાન્ટ વિસ્તરણ માટે કંપનીએ નાણાકીય વર્ષ 2027 થી 2031 વચ્ચે આશરે ₹77,500 કરોડના મૂડીરોકાણ (CapEx) નું આયોજન કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ