ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે Zomato પર નકલી પનીર નહીં! રેસ્ટોરાંએ અસલી ડેરી પ્રોડક્ટ વાપરવી પડશે, નિયમ નહીં માને તો રેસ્ટોરાં પણ ડીલિસ્ટ થશે

photo-story

5 ફોટો ગેલેરી

Zomato Rule / હવે Zomato પર નકલી પનીર નહીં! રેસ્ટોરાંએ અસલી ડેરી પ્રોડક્ટ વાપરવી પડશે, નિયમ નહીં માને તો રેસ્ટોરાં પણ ડીલિસ્ટ થશે

Last Updated: 05:49 PM, 31 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઝોમેટોએ એનાલોગ ડેરી વાનગીઓ અંગે ઝીરો-ટોલરેન્સ પોલિસી લાગુ કરી છે. રેસ્ટોરન્ટ્સે હવે કાં તો અસલી ડેરી ઉત્પાદનોનો ઉપયોગ કરવો પડશે અથવા તેમના મેનુમાંથી આવી વાનગીઓ દૂર કરવી પડશે.

1/5

photoStories-logo

1. ‘ઝીરો-ટોલરન્સ’ નીતિની જાહેરાત

ઝોમેટોએ તેના પ્લેટફોર્મ પર લિસ્ટેડ રેસ્ટોરાં દ્વારા ‘એનાલોગ ડિશ’ (જેને સિન્થેટિક અથવા નકલી વાનગીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે)ના વેચાણ અંગે ‘ઝીરો-ટોલરન્સ’ નીતિની જાહેરાત કરી છે. આ નિયમોનું ઉલ્લંઘન કરતી કોઈપણ લિસ્ટિંગને દૂર કરવાનો અધિકાર પણ તેણે પોતાની પાસે અનામત રાખ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ફૂડની સારી ગુણવત્તા

ઝોમેટોએ સોમવારે જણાવ્યું હતું કે, જે રેસ્ટોરન્ટ પાર્ટનરે તેમની વાનગીઓમાં ‘એનાલોગ ડેરી’નો ઉપયોગ કર્યાની કબૂલાત કરી હતી, તેમને તાત્કાલિક અસરથી પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવ્યા છે. કંપનીએ કહ્યું કે આ પગલાનો ઉદ્દેશ્ય વધુ પારદર્શિતા અને ફૂડની સારી ગુણવત્તા સુનિશ્ચિત કરવાનો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. આ પણ તપાસ કરવાનું કહ્યું

આ નીતિ હેઠળ, રેસ્ટોરન્ટ ભાગીદારોએ તાત્કાલિક સકારાત્મક પગલાં લેવા જરૂરી છે. આમાં કુદરતી ડેરી ઉત્પાદનો અપનાવવા અથવા - જો તાત્કાલિક સ્વિચ શક્ય ન હોય તો તેમના મેનૂમાંથી એનાલોગ ડેરી વસ્તુઓ દૂર કરવાનો સમાવેશ થાય છે. રેસ્ટોરન્ટ્સને સપ્લાયર્સ દ્વારા પૂરા પાડવામાં આવેલા ઉત્પાદન લેબલ્સ અને ઘટકોની વિગતો ચકાસવાની પણ સલાહ આપવામાં આવે છે જેથી ઉપયોગમાં લેવાતા ઘટકોની પુષ્ટિ થાય અને Zomato પર લિસ્ટેડ પ્રોડક્ટ્સ માટે યોગ્ય જાણકારી આપી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. જો નિયમનોનું પાલન ના કરે તો..

કંપનીએ જણાવ્યું હતું કે નિયમોનું પાલન ન કરનારા રેસ્ટોરન્ટ પાર્ટનરને પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવશે. આ નીતિ એક વ્યાપક પહેલનો ભાગ છે, જેનો ઉદ્દેશ્ય લાગુ નિયમોને અનુરૂપ ઝોમેટોના ગ્રાહકોને વધુ સ્વસ્થ ખોરાકના વિકલ્પો અને વધુ પારદર્શિતા પૂરી પાડવાનો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. આ છે ઝોમેટોનો હેતુ

ઝોમેટોના CEO આદિત્ય મંગલાએ જણાવ્યું હતું કે, ઝોમેટોનો મુખ્ય ઉદ્દેશ્ય શક્ય તેટલા વધુ લોકોને ગુણવત્તાયુક્ત ખોરાક પહોંચાડવાનો છે. આમાં ગ્રાહકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને અમારા રેસ્ટોરન્ટ પાર્ટનર દ્વારા લિસ્ટ અને પીરસવામાં આવતી વાનગીઓ માટે સ્પષ્ટ સ્ટેન્ડર્ડ જાળવી રાખવાનો સમાવેશ થાય છે. આ નીતિ એ જ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જેને અમે સમાન વિચારધારા ધરાવતા પાર્ટનરના સહયોગથી પૂર્ણ કરી રહ્યા છીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Analogue Dairy Zomato Implements Zero Tolerance Policy Ensure Food Transparency
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ