ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / 14 વર્ષના મતભેદ બાદ કૃષ્ણા અભિષેક સાથે જોડાયો પરિવાર, ટીનાએ ભાઈ સાથે રક્ષાબંધન ઉજવી, સુનીતા આહુજા પણ હાજર
5 ફોટો ગેલેરી
Last Updated: 05:33 PM, 31 August 2026
1/5
અભિનેતા ગોવિંદાના પરિવારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા આંતરિક કલેહ અને વિવાદો બાદ અંતે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગોવિંદાની પત્ની સુનિતા આહુજા અને તેમના ભાણેજ કૃષ્ણા અભિષેક વચ્ચે 14 વર્ષ લાંબા સમયગાળા બાદ સમાધાન થઈ ગયું છે. આ સકારાત્મક બદલાવ વચ્ચે આખા પરિવારે એકસાથે મળીને રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
2/5
ગોવિંદા અને સુનિતાની પુત્રી ટીના આહુજાએ સોશિયલ મીડિયા પર ફેમિલી સેલિબ્રેશનની ખાસ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ટીના તેના ભાઈ યશવર્ધન આહુજા અને કઝિન કૃષ્ણા અભિષેક તથા આર્તી સિંહ સાથે રાખડી બાંધતી અને તહેવાર મનાવતી નજરે પડે છે. તસવીરોમાં સુનિતા આહુજા પણ પોતાના ભાણેજ-ભાણેજી સાથે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
3/5
4/5
તાજેતરમાં જ ગોવિંદા અને તેમની પત્ની સુનિતા વચ્ચે પણ વૈવાહિક વિવાદની વાતો સામે આવી હતી, જોકે બાદમાં સુનિતાએ કોર્ટમાંથી પોતાની અરજી પાછી ખેંચી લીધી હોવાની પુષ્ટિ મળી હતી. પરંતુ રક્ષાબંધનના આ ખાસ પ્રસંગે ગોવિંદાની ગેરહાજરીને કારણે સોશિયલ મીડિયા પર ફરી એકવાર ચર્ચાઓનું બજાર ગરમ થયું છે.
ADVERTISEMENT
5/5
નોંધનીય છે કે 2010-2016ના સમયગાળાથી સુનિતા આહુજા અને કૃષ્ણા અભિષેક-કશ્મીરા શાહ વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો હતો. પરંતુ એપ્રિલ ૨૦૨૬માં રિયાલિટી શો 'લાફ્ટર શેફ્સ'ના સેટ પર સુનિતા આહુજાએ અચાનક પહોંચીને કૃષ્ણા અને કશ્મીરાને ગળે લગાવ્યા હતા, જેનાથી પારિવારિક મતભેદોનો અંત આવ્યો હતો. હવે રક્ષાબંધનની આ તસવીરો દર્શાવે છે કે પરિવારમાં ફરી એકવાર પ્રેમ અને એકતાનો સંચાર થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ