ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 07:41 PM, 31 August 2026
1/7
1 સપ્ટેમ્બર 2026ના રોજ દેશના અનેક હિસ્સામાં વરસાદની સક્રિયતા વધવાની સંભાવના છે. જેમાં હવામાન વિભાગ અનુસાર ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર વધુ મજબૂત બન્યું છે. આ સિસ્ટમ સમુદ્ર સપાટીથી લગભગ 7.6 કિલોમીટર ઊંચાઈ સુધી ફેલાયેલી છે અને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા છે. આ સાથે જ સક્રિય મોનસૂન ટ્રફ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળથી બંગાળની ખાડી સુધી ફેલાયેલી છે. આથી આગામી અમુક દિવસો સુધી ઘણા રાજ્યોમાં વરસાદ ચાલુ રહેશે.
2/7
ADVERTISEMENT
3/7
દિલ્હી-એનસીઆરમાં આજે અને કાલે વરસાદની સંભાવના છે. જેમાં આકાશમાં વાદળ છવાયેલા રહેશે અને અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ કે ઝરમર વરસાદ થઈ શકે છે. વરસાદ સાથે તીવ્ર પવન ચાલવાની પણ શક્યતા છે. જેમાં મેક્સીમમ તાપમાન આશરે 36 ડિગ્રી અને મીનીમમ 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે. આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે.
4/7
ADVERTISEMENT
5/7
6/7
પશ્ચિમ બંગાળના પાંચ જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં પશ્ચિમી બર્દવાન અને બીરભૂમ જિલ્લાઓ માટે ભારે વરસાદનું એલર્ટ છે. દક્ષિણ બંગાળના બીજા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ક્યાંક આંધી-તોફાનની સંભાવના છે. જેમાં કોલકાતામાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. દાર્જિલિંગ, જલપાઈગુડી અને બીજા અમુક ઉત્તરી જિલ્લાઓમાં બુધવાર સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
ADVERTISEMENT
7/7
આ સિવાય ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ તથા ઉત્તર-પૂર્વના અમુક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. જેમાં નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે જરૂરી સાવચેતી રાખે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ