ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રની તારીખ બદલાઈ, હવે આ તારીખે મળશે સત્ર, આ બિલ થશે રજૂ

ગાંધીનગર / ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રની તારીખ બદલાઈ, હવે આ તારીખે મળશે સત્ર, આ બિલ થશે રજૂ

Published By: Kalpesh Kandoria

Last Updated: 08:33 PM, 31 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 8 સપ્ટેમ્બરથી શરૂ થનારું સત્ર હવે 9 સપ્ટેમ્બરથી યોજાશે. રાજ્યપાલના નવા આહવાન બાદ સત્રની સુધારેલી તારીખ જાહેર કરવામાં આવી છે.

ADVERTISEMENT

નવી સમયસૂચિ મુજબ વિધાનસભાનું ચોમાસુ સત્ર 9, 10 અને 11 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ ચાલશે. સત્ર દરમિયાન રાજ્ય સરકારના મહત્વપૂર્ણ સરકારી કામકાજ ઉપરાંત વિવિધ સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 8 સપ્ટેમ્બરના ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને વિધાનસભા સત્રની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

સત્રના પ્રથમ દિવસે કાયદાકીય કાર્યવાહી શરૂ થાય તે પહેલાં શોકદર્શક ઉલ્લેખ રજૂ કરવામાં આવશે. તાજેતરના સમયગાળામાં અવસાન પામેલા રાજ્યના પૂર્વ ધારાસભ્યો અને સભ્યોને સમગ્ર ગૃહ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. દિવંગત નેતાઓના યોગદાનને યાદ કર્યા બાદ બે મિનિટનું મૌન પાળવામાં આવશે અને ત્યારબાદ ગૃહની અન્ય કાર્યવાહી શરૂ થશે.

આ પણ વાંચો- નાણાકીય વર્ષ 2026-27ના પહેલા ક્વોર્ટરમાં GDP વધીને 7.8% પર પહોંચી, ખર્ચ અને રોકાણમાં પણ ભારત આગળ

જમીન ટુકડા ધારા સુધારા સહિતના બિલ રજૂ થવાની શક્યતા

ત્રણ દિવસના સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ વિધેયકો ગૃહમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. તેમાં જમીન ટુકડા ધારા સુધારા વિધેયક પણ સામેલ હોવાનું જાણવા મળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Assembly Land Fragmentation Act Amendment Bill Gujarat Assembly Monsoon Session

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ