ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 4,000 કરોડની ‘રામાયણ’માં ટીવી એક્ટરની ધમાકેદાર એન્ટ્રી, રાજા જનકનો રોલ નિભાવશે આ અભિનેતા

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / 4,000 કરોડની ‘રામાયણ’માં ટીવી એક્ટરની ધમાકેદાર એન્ટ્રી, રાજા જનકનો રોલ નિભાવશે આ અભિનેતા

Last Updated: 11:11 PM, 31 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નિતેશ તિવારીની ₹4000 કરોડના બજેટમાં બની રહેલી ફિલ્મ 'રામાયણ'માં રાજા જનકના પાત્ર માટે ટીવી અને ફિલ્મ અભિનેતા રાજીવ કુમારની પસંદગી થઈ હોવાના અહેવાલ છે.

1/5

photoStories-logo

1. 4,000 કરોડની ‘રામાયણ’માં ટીવી એક્ટરની ધમાકેદાર એન્ટ્રી, રાજા જનકનો રોલ નિભાવશે આ અભિનેતા

દિગ્દર્શક નિતેશ તિવારીની મોસ્ટ અવેટેડ અને ભવ્ય ફિલ્મ 'રામાયણ' હાલ બોલિવૂડ અને ભારતીય સિનેમા જગતમાં ભારે ચર્ચામાં છે. આ ફિલ્મમાં બોલિવૂડના દમદાર કલાકારો કયા પાત્રમાં જોવા મળશે તેને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જોકે, સીતામાતાના પિતા 'રાજા જનક'નું મહત્વપૂર્ણ પાત્ર કોણ ભજવશે તેને લઈને લાંબા સમયથી સસ્પેન્સ બનેલું હતું. હવે આ પાત્રને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. રાજા જનકની ભૂમિકા રાજીવ કુમાર ભજવશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 'Our Indian Cinema' નામના એકાઉન્ટના દાવો અનુસાર, 'રામાયણ'માં રાજા જનકની ભૂમિકા જાણીતા ટીવી અને ફિલ્મ અભિનેતા રાજીવ કુમાર ભજવવા જઈ રહ્યા છે. જોકે, ફિલ્મ મેકર્સ તરફથી આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કોણ છે રાજીવ કુમાર?

રાજીવ કુમાર નાના પડદાના એક જાણીતા ચહેરા છે અને લાંબા સમયથી એક્ટિંગ ક્ષેત્રે સક્રિય છે. તેમણે 'મિલકે ભી હમ ન મિલે' અને 'કભી કભી ઇત્તેફાક સે' જેવા પોપ્યુલર ટીવી શોમાં કામ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 'ધ કેરળા સ્ટોરી 2', 'ગવર્નર', 'લક્ષ્ય' અને 'સંજુ'માં પણ કામ કર્યું

આ સિવાય તેમણે મોટા પડદે 'ધ કેરળા સ્ટોરી 2', 'ગવર્નર', 'લક્ષ્ય' અને 'સંજુ' જેવી ફિલ્મોમાં પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. તેઓ ઈમરાન હાશ્મીની વેબ સીરીઝ 'તસ્કરી'માં પણ નજરે પડ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ફિલ્મ 'રામાયણ' વિશે

આશરે ₹4000 કરોડના જંગી બજેટ સાથે બની રહેલી આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામના પાત્રમાં, સાઈ પલ્લવી સીતામાતાના પાત્રમાં અને કન્નડ સુપરસ્ટાર યશ રાવણની ભૂમિકામાં જોવા મળશે. 'રામાયણ'નો પહેલો ભાગ આ વર્ષે દિવાળીના શુભ પ્રસંગે એટલે કે 8 નવેમ્બર 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહ્યો છે, જ્યારે બીજો ભાગ 2027ની દિવાળી પર સિનેમાઘરોમાં દસ્તક દેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

RajivKumar Ramayana RanbirKapoor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ