ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / PNBમાં કેવી રીતે પહોંચી ₹ 17.5 કરોડની નકલી નોટ? સામે આવ્યું ખૌફનાક સત્ય

Fake Currency / PNBમાં કેવી રીતે પહોંચી ₹ 17.5 કરોડની નકલી નોટ? સામે આવ્યું ખૌફનાક સત્ય

Published By: Bijal Vyas

Last Updated: 04:23 PM, 1 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saharanpur Fake Currency:ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં પંજાબ નેશનલ બેંકની 'મની ચેસ્ટ' માંથી નકલી નોટો મળી આવવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાના સંદર્ભમાં બેંક અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. દરમિયાન, DIGએ જણાવ્યું છે કે આ મામલે તપાસ ચાલી રહી છે.

ADVERTISEMENT

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં આવેલા ઘંટાઘર વિસ્તારની સોફિયા માર્કેટ સ્થિત પંજાબ નેશનલ બેંક (PNB)ની શાખાના કરન્સી ચેસ્ટમાંથી નકલી નોટો મળી આવવાનો મામલો વધુને વધુ ગંભીર બની રહ્યો છે. શરૂઆતમાં નકલી ચલણની રકમ અંદાજે ₹7.4 કરોડ હોવાનું અનુમાન હતું, જે હવે વધીને લગભગ ₹17 કરોડ સુધી પહોંચી ગઈ છે. હાલમાં તપાસ ચાલી રહી છે અને એવી અપેક્ષા છે કે બેંક દ્વારા ચલણની ચકાસણી પૂર્ણ થયા બાદ આ આંકડો વધુ વધી શકે છે. કરોડો રૂપિયાની નકલી ચલણી નોટો 'કરન્સી ચેસ્ટ' સુધી પહોંચી હોવાની બાબતે બેંકિંગ પ્રણાલીમાં રોકડની ચકાસણી, દેખરેખ અને સુરક્ષાના નિયમો અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

આ કેસની તપાસ માટે SITની રચના

આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસનું કાર્યક્ષેત્ર વધાર્યું છે. આરોપીઓને શોધી કાઢવા અને તેમની ભૂમિકાઓની તપાસ કરવા માટે 'સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ' (SIT)ની રચના કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. અધિકારીઓ હાલમાં આ ટીમની રચના અંગે વિચારણા કરી રહ્યા છે. દરમિયાન, કેસની ગંભીરતા અને તપાસના વિસ્તરતા વ્યાપને પગલે CBI તપાસની શક્યતા અંગે પણ ભારે અટકળો શરૂ થઈ છે. જયપુર ખાતે 11.50 કરોડ રુપિાની કિંમતની ચલણી નોટોનો જથ્થો રવાના કરવામાં આવ્યા બાદ આ અનિયમિતતાઓ સામે આવી હતી.

કેવી રીતે સામે આવ્યો નકલી નોટોનો મામલો

કરન્સી ચેસ્ટમાંથી RBIની જયપુર ચેસ્ટમાં અંદાજે ₹11.50 કરોડની ચલણી નોટો મોકલવામાં આવ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. થોડા દિવસો અગાઉ, વિશાલ કુમાર નામના પાર્ટ-ટાઇમ હાઉસકીપરને નિર્ધારિત પ્રક્રિયા મુજબ જયપુર મોકલવા માટે ચલણી નોટોના બંડલો વ્યવસ્થિત ગોઠવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ જથ્થો 5 ઓગસ્ટના રોજ જયપુર ચેસ્ટમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાં ગણતરી દરમિયાન 4,30,900 રુપિયાની ઓછા જોવા મળી હતી. ત્યારબાદ, જયપુર ચેસ્ટ દ્વારા PNB મેરઠના અધિકારીઓને આ બાબતની જાણ કરવામાં આવી. આ કેસની તપાસ કરવા માટે PNBના ચીફ મેનેજર અને તપાસ અધિકારી અરુણ કુમાર ચૌબેને સહારનપુર મોકલવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હાઉસકીપર વિશાલ કુમારે નોટોના બંડલમાંથી રોકડ રકમ કાઢી લીધી હતી. આમ કરતી વખતે તે CCTV કેમેરામાં પણ કેદ થયો હતો. આ ઘટના બાદ બેંકે સમગ્ર મામલાની વિગતવાર તપાસ શરૂ કરી.

ધરપકડ માટેની ટીમ બનાવવાની તૈયારી

કેસ નોંધાયા બાદ, પોલીસ હવે આરોપીઓની ભૂમિકાની તપાસ કરવાની સાથે તેમની ધરપકડ માટેના પગલાં પણ લઈ રહી છે. આ હેતુ માટે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાની તૈયારીઓ ચાલી રહી છે; અધિકારીઓ હાલમાં આ ટીમની રચના અંગે વિચાર-વિમર્શ કરી રહ્યા છે. આ પ્રસ્તાવિત ટીમને આરોપીઓના લોકેશન અને સંભવિત છુપાયેલા સ્થળોનો પત્તો લગાવવાની, તેમના પરસ્પર સંપર્કો પર નજર રાખવાની અને કેસને લગતા ડોક્યુમેન્ટ એકત્રિત કરવાની જવાબદારી સોંપવામાં આવી શકે છે.પોલીસનું ધ્યાન માત્ર ધરપકડ પૂરતું જ સીમિત નહીં રહે. પૂછપરછ દરમિયાન, નકલી નોટોનો સ્ત્રોત જાણવાના અને બેંકની અંદર કે બહાર અન્ય કોણ આ બાબતમાં સંડોવાયેલું હોઈ શકે છે તેની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવશે.

સીબીઆઇ તપાસની સંભાવનાથી વધી હલચલ

કરોડો રૂપિયાની નકલી ચલણી નોટો મળી આવ્યા બાદ, આ તપાસનું કાર્યક્ષેત્ર વિસ્તૃત થવાની શક્યતા છે. આ મામલે CBI દ્વારા સંભવિત તપાસ અંગેની અટકળોને કારણે બેંકિંગ અને વહીવટી એમ બંને સ્તરે હિલચાલ તેજ બની છે. હાલમાં પોલીસ અને બેંકો પોતપોતાના સ્તરે તપાસ કરી રહ્યા છે. આ તપાસ દરમિયાન બહાર આવતી હકીકતોના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ખુશખબર : PM મોદીની અપીલ બાદ સોના-ચાંદીના ભાવમાં આવ્યો ઘટાડો, જાણો કેટલા થયાં

અન્ય કરન્સી ચેસ્ટની પણ તપાસ

સોફિયા માર્કેટના કરન્સી ચેસ્ટમાં 17 કરોડ રુપિયા સુધીની નકલી ચલણી નોટો મળી આવ્યા બાદ, આ મામલો હવે માત્ર આ બેંક પૂરતો સીમિત રહ્યો નથી. જો તપાસમાં એવું બહાર આવે કે નકલી નોટો અન્ય કોઈ બેંક કે કરન્સી ચેસ્ટ મારફતે અહીં પહોંચી હતી, તો તપાસનું કાર્યક્ષેત્ર અન્ય વિસ્તારો સુધી પણ વિસ્તરી શકે છે. પરિણામે, તપાસ એજન્સીઓ નકલી નોટોના સ્ત્રોત અને બેંકિંગ વ્યવસ્થામાં તે કયા તબક્કે દાખલ થઈ તે જાણવા માટે પ્રયત્ન કરી રહી છે.હાલમાં તપાસ ચાલી રહી છે અને નકલી કરન્સીનું કુલ મૂલ્ય હજુ વધી શકે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. પરિણામે, આગામી દિવસોમાં આ કેસનું કાર્યક્ષેત્ર માત્ર સહારનપુર કરન્સી ચેસ્ટ પૂરતું સીમિત ન રહેતા સમગ્ર બેંકિંગ નેટવર્કની તપાસ સુધી વિસ્તરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

police start investigation saharanpur PNB fake currency in money chest

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ