ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ અહીં પડશે વરસાદ, સપ્ટેમ્બરમાં આ વિસ્તારમાં મેઘો કરશે તાંડવ

photo-story

6 ફોટો ગેલેરી

હવામાન આગાહી / હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ અહીં પડશે વરસાદ, સપ્ટેમ્બરમાં આ વિસ્તારમાં મેઘો કરશે તાંડવ

Reported By: Shubham Bhatt

Last Updated: 04:45 PM, 2 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 4 સિસ્ટમ સક્રિય થતા સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.

1/6

photoStories-logo

1. 7 દિવસ દરમિયાન રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાની સિઝન આગળ વધી રહી છે, પરંતુ રાજ્યમાં હજુ સુધી અપેક્ષા કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે. જોકે સપ્ટેમ્બર મહિનામાં ઓગસ્ટની જેમ ભારે વરસાદનો મોટો રાઉન્ડ આવે તેવી શક્યતા હાલ નહીવત માનવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 4 સિસ્ટમ સક્રિય થતાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા

રાજ્યમાં હાલમાં ચાર સિસ્ટમ સક્રિય હોવાથી કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ અને વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. રાજ્યમાં સરેરાશ 20.56 ઈંચ વરસાદ

આ ચોમાસામાં અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 20.56 ઈંચ વરસાદ નોંધાયો છે. જોકે આ આંકડો સામાન્ય વરસાદની સરખામણીએ આશરે 15 ટકા ઓછો છે. વરસાદની અછતને કારણે ખાસ કરીને ખેતી પર તેની અસર જોવા મળી રહી છે. વરસાદની શરૂઆતમાં સારો વરસાદ થતાં અનેક ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું હતું. હવે લાંબો સમય વરસાદ ખેંચાતા કેટલાક વિસ્તારોમાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વધી રહી છે. જમીનમાં ભેજ ઘટતા પાક સૂકાવાની સ્થિતિમાં પહોંચ્યો હોવાની ખેડૂતોની ચિંતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટ

કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. શરૂઆતના વરસાદના આધારે વાવેલા પાક માટે હવે પૂરતા વરસાદની જરૂરિયાત છે. આગામી દિવસોમાં જો નોંધપાત્ર વરસાદ નહીં પડે તો ખેતીના ઉત્પાદન પર તેની અસર પડી શકે છે. બીજી તરફ રાજ્યના આશરે 17 જિલ્લાઓમાં સામાન્ય કરતાં માત્ર 3થી 87 ટકા જેટલો વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. વરસાદની આ અસમાન સ્થિતિને કારણે કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં પાણીની અછત અને જળસંકટની ચિંતા ઊભી થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. સપ્ટેમ્બરમાં ભારે વરસાદની રાહ જોતા ખેડૂતો

ઓગસ્ટ મહિનો પસાર થયા બાદ હવે ખેડૂતોની નજર સપ્ટેમ્બરના વરસાદ પર છે. જોકે હાલની હવામાન સ્થિતિ પ્રમાણે સપ્ટેમ્બરમાં રાજ્યવ્યાપી ભારે વરસાદની શક્યતા ઓછી છે. આગામી સપ્તાહ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ થાય તો ખેડૂતોને થોડી રાહત મળી શકે છે. હાલ સક્રિય ચાર હવામાન સિસ્ટમના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે વરસાદનું વિતરણ સમાન રહેવાની શક્યતા નથી. તેથી જ્યાં વરસાદની અછત છે ત્યાં ખેડૂતોને હજુ પણ સારા વરસાદની રાહ જોવી પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા

વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો આગામી સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. તેમજ રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય થતા કચ્છ-સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 20.56 ઈંચ સરેરાશ વરસાદ પડ્યો છે. જે સામાન્ય વરસાદ કરતા આશરે 15 ટકા ઓછો છે. સપ્ટેમ્બરમાં ભારે વરસાદની હાલ શક્યતા ઓછી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat weather forecast Gujarat rain forecast Gujarat rainfall
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ