ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:20 AM, 2 September 2026
ADVERTISEMENT
શેરબજારમાં બુધવારે ટ્રેડિંગની શરૂઆત જ ભારે ઘટાડા સાથે થઈ હતી. અમેરિકા-ઈરાન વચ્ચે વધેલી તંગદિલી અને ટ્રમ્પના આક્રમક વલણની અસર ભારતીય બજાર પર જોવા મળી. સેન્સેક્સ ખુલતાની સાથે જ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો જ્યારે નિફ્ટીમાં પણ મોટો કડાકો નોંધાયો.અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી વધેલી તંગદિલીની અસર દુનિયાભરના બજારો પર જોવા મળી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હોર્મુઝ સ્ટ્રેટને લઈને મોટા દાવા અને ઈરાન પર વધેલા સૈન્ય દબાણથી રોકાણકારોમાં ચિંતા વધી છે. તેની સીધી અસર ભારતીય શેરબજાર અને ક્રૂડ ઓઈલના ભાવ પર પડી છે.
ADVERTISEMENT
બુધવારે BSE સેન્સેક્સ અગાઉના 76,944ના બંધ સ્તરની સરખામણીએ ઘટીને 76,471 પર ખુલ્યો હતો. બજાર ખુલ્યા બાદ વેચવાલી વધુ વધતા સેન્સેક્સ 76,135ના સ્તર સુધી ગગડી ગયો. એટલે કે શરૂઆતના કારોબારમાં જ તેમાં 700થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો.NSEનો 50 શેરવાળો નિફ્ટી પણ ભારે ઘટાડા સાથે ખુલ્યો હતો. અગાઉના 24,055ના બંધની સરખામણીએ નિફ્ટી 23,858 પર ખુલ્યો અને ત્યારબાદ 23,786ના સ્તર સુધી નીચે ગયો. બજારમાં અચાનક વધેલી વેચવાલીના કારણે રોકાણકારોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો.
ADVERTISEMENT

ADVERTISEMENT
બજારમાં આવેલા આ ભૂકંપ વચ્ચે ઘણા મોટા શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો. લાર્જકેપ શેરોમાં IndiGoમાં 2.70 ટકા અને Eternalમાં 1.90 ટકાનો ઘટાડો નોંધાયો હતો.મિડકેપ કેટેગરીમાં GVT&D 3.10 ટકા, Godrej Properties 3 ટકા, MFSL 2.90 ટકા, TI India 2.50 ટકા અને Voltas 2.20 ટકા સુધી ગગડ્યા હતા. બીજી તરફ સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. KFIN Tech 3.45 ટકા, Brigade 3 ટકા અને Chola Holdings 2.50 ટકા ઘટીને કારોબાર કરતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
શેરબજારમાં આવેલા ઘટાડાનું એક મોટું કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી વધી રહેલી તંગદિલી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ હોવાનો દાવો કર્યો છે. તેમણે ઈરાનની અર્થવ્યવસ્થા ક્રેશ તરફ આગળ વધી રહી હોવાનો પણ દાવો કર્યો.આ ઉપરાંત ઈરાન સાથે વાતચીતને લઈને ચાલી રહેલા અહેવાલોને પણ ટ્રમ્પે ફગાવી દીધા હતા. અમેરિકાની તરફથી ઈરાન પર સૈન્ય કાર્યવાહી વધવાના અહેવાલો વચ્ચે રોકાણકારો વધુ સાવચેત બન્યા છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટને લઈને અનિશ્ચિતતા વધતાં વૈશ્વિક બજારોમાં જોખમનું વાતાવરણ બન્યું છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ US-ઈરાન યુદ્ધ ભડક્યું, જૉર્ડન-કુવૈત-બહેરીન સુધી મિસાઈલ-ડ્રોન હુમલા; 4 દેશોમાં અલર્ટ!
ADVERTISEMENT
અમેરિકા-ઈરાન તણાવની સીધી અસર કાચા તેલના ભાવ પર પણ પડી છે. હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક ઓઈલ સપ્લાય માટે મહત્વપૂર્ણ માર્ગ હોવાથી ત્યાં કોઈપણ પ્રકારની અસ્થિરતાથી સપ્લાયને લઈને ચિંતા વધી શકે છે.બ્રેન્ટ ક્રૂડનો ભાવ વધીને 96 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યો હતો. WTI ક્રૂડ પણ 92 ડોલર પ્રતિ બેરલની ઉપર ગયો. જ્યારે મર્બન ક્રૂડમાં 7 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો અને તેનો ભાવ 104 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયો. ક્રૂડના વધતા ભાવથી ભારત જેવા મોટા આયાતકાર દેશના બજાર પર પણ દબાણ વધવાની ચિંતા છે.
અમેરિકા-ઈરાન તણાવની અસર માત્ર ભારતીય બજાર સુધી મર્યાદિત રહી નથી. એશિયાના અન્ય શેરબજારોમાં પણ રોકાણકારોમાં ચિંતા જોવા મળી હતી. જાપાનનો Nikkei લગભગ 1,800 પોઈન્ટથી વધુ નીચે ગયો હતો.હોંગકોંગનો Hang Seng Index લગભગ 300 પોઈન્ટના ઘટાડામાં કારોબાર કરતો હતો. દક્ષિણ કોરિયાનો KOSPI Index લગભગ 4 ટકા ગગડ્યો હતો. આ વૈશ્વિક નબળાઈ વચ્ચે ભારતીય શેરબજારમાં પણ શરૂઆતથી જ ભારે વેચવાલી જોવા મળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો