ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 09:24 AM, 2 September 2026
1/5
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે દેશના FMCG બજારના વધુ એક મુખ્ય એન્ટ્રી કરે છે. સોમવારે કંપનીએ આઈસ્ક્રીમ માર્કેટમાં પ્રવેશવાની જાહેરાત કરી હતી. રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) એ Bombay Creamery નામ હેઠળ તેની નવી આઈસ્ક્રીમ બ્રાન્ડ લોન્ચ કરી છે.
2/5
RCPL એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ બનાવતી કંપની છે. કંપનીનું કહેવું છે કે Bombay Creameryનું આઈસ્ક્રીમ શુદ્ધ ડેરી સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે. તેને ભારતની એવી પ્રથમ બ્રાન્ડ તરીકે રજૂ કરવામાં આવી રહી છે જે પ્રીમિયમ ક્વોલિટી અને સામાન્ય લોકોને પરવડે તેવી કિંમતો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે.
ADVERTISEMENT
3/5
કંપનીએ કહ્યું કે, 'બોમ્બે ક્રીમરી'ને તેના દેશભર મજબૂત વિતરણ અને વ્યાપક રિટેલ નેટવર્કનો લાભ મળશે. રિલાયન્સ પહેલેથી જ FMCG ક્ષેત્રે મજબૂત હાજરી ધરાવે છે અને હવે આઈસ્ક્રીમ માર્કેટમાં લાંબા ગાળાની કામગીરી માટે તૈયારી કરી રહી છે. RCPLના ડિરેક્ટર ટી. કૃષ્ણકુમારે જણાવ્યું હતું કે 'બોમ્બે ક્રીમરી' પાછળનો મુખ્ય સિદ્ધાંત એ છે કે ડેરી ઉત્પાદનોના ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, કંપની માત્ર આઈસ્ક્રીમ માર્કેટમાં પ્રવેશ કરી રહી નથી, પરંતુ આ ક્ષેત્ર માટે લાંબા ગાળાની વ્યૂહરચના સાથે આગળ વધી રહી છે.
4/5
Bombay Creamery કોન્સ, કપ, ટબ, બાર અને સ્ટિક્સ જેવા વિવિધ વિકલ્પો સહિત આઈસ્ક્રીમની વિશાળ શ્રેણી રજૂ કરશે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે તેની શરૂઆતની કિંમત માત્ર 10 રુપિયા રાખવામાં આવી છે, જે પ્રીમિયમ-ગુણવત્તાવાળા આઈસ્ક્રીમને વધુને વધુ લોકો સુધી પહોંચાડવાનો કંપની પ્રયત્ન કરી રહી છે. શરૂઆતમાં બોમ્બે ક્રીમરીના ઉત્પાદનો પશ્ચિમ ભારતમાં ઉપલબ્ધ થશે અને ત્યારબાદ દેશના અન્ય ભાગોમાં તબક્કાવાર રીતે તેનું વિસ્તરણ કરવામાં આવશે. ભવિષ્યમાં આ બ્રાન્ડ સમગ્ર ભારતમાં ઉપલબ્ધ થઈ શકે છે.
ADVERTISEMENT
5/5
આઈસ્ક્રીમ માર્કેટમાં રિલાયન્સનું આગમન રાતોરાત થયું નથી. કંપની આ ક્ષેત્રમાં પ્રવેશ કરશે તેવી અટકળો 2023થી જ ચાલી રહી હતી. તે સમયે, અહેવાલોમાં જણાવાયું હતું કે RCPL ગુજરાત સ્થિત એક કંપનીના સહયોગથી આઈસ્ક્રીમ બ્રાન્ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહી હતી. રિલાયન્સે અગાઉ FMCG અને બેવરેજ ક્ષેત્રોમાં ઝડપથી વિસ્તરણ કર્યું છે અને Campa જેવી બ્રાન્ડ્સ સાથે સોફ્ટ ડ્રિંક માર્કેટમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે. હવે, Bombay Creamery દ્વારા આઈસ્ક્રીમ ક્ષેત્રમાં પ્રવેશ કરીને કંપની સ્થાપિત અને મોટી બ્રાન્ડ્સ સામે સ્પર્ધા કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ