ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ઉત્તરાખંડમાં ભારે વરસાદથી 12ના મો*ત, 172 રસ્તા બંધ, અનેક જિલ્લામાં રેડ એલર્ટ, સ્કૂલો બંધ!

નેશનલ / ઉત્તરાખંડમાં ભારે વરસાદથી 12ના મો*ત, 172 રસ્તા બંધ, અનેક જિલ્લામાં રેડ એલર્ટ, સ્કૂલો બંધ!

Published By: Bijal Vyas

Last Updated: 08:07 AM, 2 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં સ્થિતિ બગડી રહી છે અને અત્યાર સુધીમાં 12થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

ADVERTISEMENT

ઉત્તરાખંડમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં સ્થિતિ બગડી રહી છે અને અત્યાર સુધીમાં 12થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હવામાન વિભાગે આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, 2 સપ્ટેમ્બરના રોજ દેહરાદૂન તેમજ નૈનીતાલ અને બાગેશ્વર જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. અન્ય જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડું અને તીવ્રથી અતિ તીવ્ર વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે લોકોને નદીઓ અને નાળાઓની નજીક ન જવાની તેમજ વીજળીના કડાકા થતા હોય ત્યારે સુરક્ષિત સ્થળોએ રહેવાની સલાહ આપી છે.

આ દરમિયાન, નૈનીતાલ, બાગેશ્વર અને દેહરાદૂન માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના બાકીના જિલ્લાઓ માટે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં કેટલાક સ્થળોએ ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદની સંભાવના છે.

રાજ્યભરમાં બે રાષ્ટ્રીય NH સહિત કુલ 172 રસ્તાઓ બંધ છે. બંધ રસ્તાઓમાં અલ્મોડામાં 23, બાગેશ્વરમાં 11, ચમોલીમાં 17અને ચંપાવતમાં બે માર્ગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દેહરાદૂનમાં 15, નૈનીતાલમાં 40, પૌરીમાં 12, પિથોરાગઢમાં 12, રુદ્રપ્રયાગમાં 11, ટિહરીમાં 15 અને ઉત્તરકાશીમાં 14 રસ્તાઓ બંધ છે. રસ્તાઓ બંધ હોવાને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

તૂટેલા પહાડ બાદ સ્થિતિ ગંભીર

ઉત્તરાખંડના ભીમતાલના પાંડે છોર ગામમાં તૂટેલા પહાડ બાદ સ્થિતિ ગંભીર બની છે. પહાડ પરથી સતત પાણી અને કાટમાળનો પ્રવાહ નીચેની તરફ આવી રહ્યો છે, જેના કારણે અનેક ઘરોમાં પાણી અને કાટમાળ ઘૂસી ગયા છે. અચાનક સર્જાયેલી આ સ્થિતિને કારણે સ્થાનિક લોકો સામે ઘર છોડીને સુરક્ષિત સ્થળે જવાની મજબૂરી ઊભી થઈ છે. ભારે વરસાદ વચ્ચે પહાડી વિસ્તારમાં સર્જાયેલી આ ઘટનાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ પેટ્રોલ પર ₹1.50 અને ડીઝલ પર ₹1 વિન્ડફોલ ટેક્સ વધ્યો, સામાન્ય જનતા પર નહીં પડે અસર!

સિતારગંજમાં સૌથી વધારે વરસાદ થયો

છેલ્લા 24 કલાક દરમિયાન સીતારગંજમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. વરસાદના નોંધાયેલા આંકડાઓમાં સિતારગંજમાં 180 મિમી, ચોરગલિયા (નૈનીતાલ)માં 154 મિમી, માલદેવતા (દહેરાદૂન)માં 133 મિમી અને અલ્મોડામાં 107 મિમી વરસાદનો સમાવેશ થાય છે. ચંપાવતમાં 105 મિમી વરસાદ નોંધાયો હતો, જ્યારે દેવલથાલ (પિથોરાગઢ)માં 90 મિમી વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. સાંજે 6 વાગ્યા સુધીમાં, ઉત્તરકાશીમાં ભાગીરથી નદી તથા ચમોલીમાં નંદાકિની અને પિંડાર નદીઓનું જળસ્તર ભયજનક સપાટીની નજીક પહોંચી ગયું હતું. તેવી જ રીતે, સાંજે 4 વાગ્યા સુધીમાં રુદ્રપ્રયાગમાં અલકનંદા અને મંદાકિની નદીઓનું જળસ્તર અને સાંજે 6 વાગ્યા સુધીમાં હરિદ્વારમાં ગંગા નદીનું જળસ્તર ભયજનક સપાટીની અત્યંત નજીક પહોંચી ગયું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heavy rain flood alert uttarakhand

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ