ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 48,000ના ચશ્માં, 23 વર્ષીય જૂનો વિન્ટેજ સૂટ, કરીના કપૂરનું કિલર ફોટોશૂટ

photo-story

6 ફોટો ગેલેરી

PHOTOS / 48,000ના ચશ્માં, 23 વર્ષીય જૂનો વિન્ટેજ સૂટ, કરીના કપૂરનું કિલર ફોટોશૂટ

Last Updated: 12:28 PM, 1 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડની સૌથી સ્ટાઇલિશ અને ફેશનેબલ અભિનેત્રીઓમાંની એક કરીનાએ તેની આગામી ફિલ્મ 'દાયરા'ના ટ્રેલર લોન્ચ વખતે એવો સૂટ પહેર્યો હતો જેણે લોકોને વિન્ટેજ ફેશનની યાદ અપાવી દીધી. ઉલ્લેખનીય છે કે, આ પેન્ટસૂટ કોઈ નવી ડિઝાઈન નથી, પરંતુ વર્સાચે (Versace)ના 2003ના કલેક્શનનો એક ભાગ છે.

1/6

photoStories-logo

1. આઇકોનિક બેબો

કરીનાએ 23 વર્ષ જૂનો છતાં અત્યંત સ્ટાઇલિશ સૂટ પોતાની આગવી અંદાજ સાથે પહેર્યો અને સાબિત કરી દીધું કે શ્રેષ્ઠ ફેશન ક્યારેય જૂની થતી નથી. કાર્યક્રમમાં તેના આગમન સાથે જ તેનો લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો, ફેન્સે તેના લુકના વખાણ કરવાનું શરૂ કર્યું અને તેને 'આઇકોનિક બેબો' કહી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કરીનાએ 2003નો Versace સૂટ પહેર્યો

કરીનાએ 'દાયરા' ના મુંબઈ ખાતે યોજાયેલા ટ્રેલર લોન્ચિંગ માટે ઓલિવ ગ્રીન રંગનો વર્સાચે (Versace) પેન્ટસૂટ પસંદ કર્યો હતો. આ સૂટ વર્સાચેના 'ફોલ/વિન્ટર 2003' કલેક્શનનો હિસ્સો છે. બીજા શબ્દોમાં કહીએ તો, બેબોએ 2026માં એક એવી ડિઝાઈન ખૂબ જ આકર્ષક રીતે પહેરીને ચર્ચા જગાવી હતી, જે મૂળરૂપે લગભગ 23 વર્ષ પહેલાં ફેશન જગતમાં રજૂ કરવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ફિટેડ બ્લેઝર સાથે મેચિંગ ટ્રાઉઝર

કરીનાના સૂટમાં ફિટેડ બ્લેઝર અને તેની સાથે મેચિંગ ટ્રાઉઝરનો સમાવેશ થાય છે. તેનું બ્લેઝર એટલું સ્ટાઇલિશ છે કે કોઈ પણ તેના પ્રેમમાં પડી જાય. આગળની ઝિપ અને લેધર હાર્નેસ જેવી વિગતો આ લુકને બોલ્ડ અને સ્ટાઇલિશ અંદાજ આપે છે. ઓલિવ ગ્રીન રંગ અને ફિટેડ ડિઝાઇને આ આઉટફિટને આકર્ષક અને દમદાર લુક આપ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ફિલ્મના પાત્રને અનુરુપ આઉટફિટ

કરીનાનો આઉટફિટ માત્ર ફેશનની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ ફિલ્મમાં તેના પાત્ર સાથે પણ ખૂબ સારી રીતે મેળ ખાતો હતો. 'દાયરા' માં તે એક પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. તેથી, આ સૂટની મિલિટ્રી ઇન્સ્પાયર્ડ ડિટેલિંગ અને ઓલિવ ગ્રીન રંગ તેના પાત્રના કમાન્ડિંગ પર્સનાલિટીથી જોડાયેલ જોવા મળ્યો. આ જ કારણ છે કે તેનો લુક માત્ર ગ્લેમરસ જ નહીં, પરંતુ અત્યંત શક્તિશાળી પણ લાગતો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. મિનિમલિસ્ટ સ્ટાઈલિંગ

રિયા કપૂરે કરીનાના લુકને સ્ટાઈલ કર્યો હતો. વિન્ટેજ સૂટને મુખ્ય આકર્ષણ તરીકે રાખીને, રિયાએ અભિનેત્રી માટે અત્યંત મિનિમલિસ્ટ સ્ટાઈલિંગ અપનાવ્યું હતું. કરીનાએ એક્સેસરીઝમાં તેણે 'મ્હારી' બ્રાન્ડના 'ઈરોડોરી' ઈયરિંગ્સ પહેર્યા હતા, જેની કિંમત અંદાજે 14,847 રુપિયા હોવાનું કહેવાય છે, સાથે 'સ્ટુડિયો રેન'ની વીંટી અને 'ઓલિવર પીપલ્સ' ના '1977 C' સનગ્લાસ પહેર્યા હતા, જેની કિંમત અંદાજે 48,834.99 રુપિયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મેકઅપ અને હેરસ્ટાઇલ

કરીનાએ તેનો મેકઅપ અને હેરસ્ટાઇલ સિંપલ રાખ્યુ, જેથી તેનું પૂરું ધ્યાન તેના સ્ટાઇલિશ સૂટ પર જ રહે. તેણે વાળને સાઇડ પાર્ટિંગ સાથે ખુલ્લા રાખ્યા હતા. તેણીએ ગ્લોઇંગ બેઝ, હળવા 'સ્મોકી આઈઝ' અને 'ન્યૂડ' લિપ્સ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. એક એવો અંદાજ જે 'ઓલ્ડ હોલીવુડ'ના ગ્લેમર અને આધુનિક 'બોસ લેડી' વાઈબ, બંનેની ઝલક આપતો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

stylish glamorous look kareena kapoor khan daayra trailer launch
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ