ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 5.4 કરોડ વ્યૂ ધરાવતું આ ગીત બન્યું હત્યાનું કારણ, સિંગર અંકિત બલિયાનના મર્ડરમાં મોટો ઘટસ્ફોટ

હરિયાણા / 5.4 કરોડ વ્યૂ ધરાવતું આ ગીત બન્યું હત્યાનું કારણ, સિંગર અંકિત બલિયાનના મર્ડરમાં મોટો ઘટસ્ફોટ

Published By: Hiralal Parmar

Last Updated: 01:11 PM, 1 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણવી ગાયક અંકિત બલિયાનની હત્યા કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. અંકિત બલિયાને એક ગીતમાં હરીફ ગેંગના સભ્યની મજાક ઉડાવી હતી અને આ મજાક જ તેના મોતનું કારણ બની.

ADVERTISEMENT

ગીતમાં કોઈની મજાક ઉડાવાની કિંમત ક્યારેક જાનથી પણ ચૂકવવી પડતી હોય છે. 28 વર્ષીય હરિયાણવી ગાયક અંકિત બલિયાનની હત્યામાં પણ આવો જ ઘાટ સર્જાયો હતો. અંકિતનું એક ગીત ‘ભરી કોર્ટ મેં ગોલી મારેંગે મેરી જાન’ યુટ્યૂબ પર 5.4 કરોડ (54 મિલિયન) વખત જોવાયું હતું. પોલીસના જણાવ્યા મુજબ, ગીતના શબ્દોને જોગી ગેંગના સભ્યોએ પોતાના નેતા જિતેન્દ્ર જોગીની મજાક ઉડાવનાર અને ગેંગને ઉશ્કેરનાર ગણાવ્યા હતા.

અંકિતે 2021માં ટિલ્લુ તાજપૂરિયાની હત્યા પર ગીત બનાવ્યું હતું

અંકિતે 2021માં દિલ્હીની કોર્ટમાં જોગીના હરીફ ટિલ્લુ તાજપૂરિયાની હત્યાને લઈને બનેલું આ ગીત રજૂ કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, 2022-23માં ગેંગે અંકિતને ધમકી પણ આપી હતી. જોકે અંકિતે કહ્યું હતું કે તેણે માત્ર વીડિયોમાં અભિનય કર્યો હતો અને ગીતના શબ્દો કે સંગીતની રચનામાં તેની કોઈ ભૂમિકા નહોતી. 26 ઓગસ્ટે શામલીના કોતવાલી વિસ્તારમાં જિમમાંથી નીકળતી વખતે તેની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

બે આરોપીઓનું એન્કાઉન્ટર

હત્યાના કેસમાં પોલીસે ચાર આરોપીઓની ઓળખ કરી હતી. સોમવારે શામલીમાં પોલીસે બે શૂટર મોહિત (૨૨) અને સુમિત (૨૪)ને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. બંને હરિયાણાના સોનીપતના રહેવાસી હતા અને તેમના માથે રૂ. ૫૦-૫૦ હજારનું ઇનામ હતું. પોલીસને તેમની પાસેથી ત્રણ પિસ્તોલ, જીવતા કારતૂસ, બાઇક, મોબાઇલ, બેગ અને રૂ. ૫,૦૦૦ રોકડા મળ્યા હતા.

વધુ વાંચો : ખુશખબર : PM મોદીની અપીલ બાદ સોના-ચાંદીના ભાવમાં આવ્યો ઘટાડો, જાણો કેટલા થયાં

હત્યા પહેલા કરી હતી રેકી

પોલીસના જણાવ્યા મુજબ, ઘાયલ થયા બાદ હોસ્પિટલ લઈ જતી વખતે બંનેએ જણાવ્યું હતું કે હરિયાણાના ગેંગસ્ટર રાહુલ ઉર્ફે ભોલુ શાહપૂરિયાના કહેવાથી તેઓ હત્યા કરવા શામલી આવ્યા હતા. રાહુલે તેમને પૈસા અને હથિયારો આપ્યાં હતાં. તપાસમાં ચારેય આરોપીઓએ હત્યા પહેલાં 20 ઓગસ્ટે શામલીની રેકી કરી હોવાનું પણ બહાર આવ્યું છે. હત્યા બાદ ચારેય શામલીમાંથી ભાગી ગયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ankit Baliyan murder Singer Ankit Baliyan

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ