ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કેમ નથી કરતી તપાસ એજન્સીઓ? સલમાન ખાનને ધમકી
Last Updated: 02:05 PM, 19 October 2026
ADVERTISEMENT
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલના હાઈ સિક્યોરિટી સેલમાં કેદ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ ફરી એક વાર બોલીવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા ફાયરિંગના બનાવને લઈને ચર્ચામાં આવ્યું છે. સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે જો લોરેન્સ લાંબા સમયથી જેલમાં બંધ છે તો તેના નામે બહાર ગંભીર ગુનાઈત પ્રવૃત્તિઓના આક્ષેપો કેવી રીતે સામે આવે છે? આ સાથે જ અભિનેતા સલમાન ખાનને ધમકી અને વર્ષ ર૦ર૪માં થયેલી બાબા સિિદ્દકીની હત્યાના કેસમાં લોરેન્સની પૂછપરછ કેમ નથી થઈ તે મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે.
ADVERTISEMENT

કલમ-ર૬૮નો પ્રતિબંધ તો પૂછપરછનો રસ્તો શું?| લોરેન્સને સાબરમતી જેલની બહાર લઈ જવા પર ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ- ર૬૮ હેઠળ પ્રતિબંધ મુકાયો છે. આવા પ્રતિબંધના કારણે અન્ય રાજ્યની પોલીસ તેને પોતાની કસ્ટડીમાં લઈને બહાર પૂછપરછ કરવા માગે તો કાયદાકીય અડચણો ઊભી થઈ શકે છે, પરંતુ આ બાબતથી જેલની અંદર પૂછપરછ થઈ જ ન શકે એવું પણ નથી. તપાસ એજન્સીઓએ જેલમાં પૂછપરછ માટે મંજૂરી માગી હતી કે નહીં, આવી વિનંતી પર શું નિર્ણય લેવાયો અને બાબા સિિદ્દકી કેસમાં લોરેન્સનું નિવેદન નોંધાયું છે કે નહીં તે મુદ્દાઓ પર સ્પષ્ટતા જરૂરી છે.
ADVERTISEMENT
બાબા સિિદ્દકીની મુંબઈમાં હત્યા બાદ બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું હતું. આવા ગંભીર કેસમાં ગેંગના કથિત નેટવર્ક, સાગરીતો વચ્ચેના સંપર્ક અને ગુનાની યોજના અંગે તપાસ કરવી જરૂરી બને છે. લોરેન્સ સાબરમતી જેલમાં બંધ હોવાથી તેની પૂછપરછ માટે તપાસ એજન્સીઓએ કઈ પ્રક્રિયા અપનાવી તે જાણવું મહત્ત્વનું છે. જો પૂછપરછ થઈ હોય તો તેની વિગતો તપાસની ગોપનીયતાને નુકસાન પહોંચાડ્યા વિના સત્તાવાર રીતે સ્પષ્ટ થઈ શકે અને જો ન થઈ હોય તો તેનું કારણ પણ સામે આવવું જોઈએ.
ADVERTISEMENT
લોરેન્સ બિશ્નોઈને ઓગસ્ટ-ર૦ર૩માં ગુજરાતના દરિયાકાંઠે પકડાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે જોડાયેલા કેસની તપાસના સંદર્ભમાં સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો છે. ત્યારથી તેની સુરક્ષા અને જેલ બહારની ગેંગ સાથેના સંભવિત સંપર્ક અંગે ચર્ચા થતી રહી છે, બીજી તરફ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા, બાબા સિિદ્દકીની હત્યા અને સલમાન ખાનને ધમકી અને તેના ઘર પર ફાયરિંગ જેવા કેસોમાં બિશ્નોઈ ગેંગનું નામ અગાઉ પણ ચર્ચામાં આવ્યું છે. આવા સંજોગોમાં જેલની સુરક્ષા વ્યવસ્થા ખરેખર કેટલી અસરકારક છે અને બિશ્નોઈ ગેંગના સાગરીતો સાથે તેનો સંપર્ક થતો હોવાના આક્ષેપોની તપાસ હજુ સુધી કેન્દ્રીય એજન્સીઓ તેમજ મહારાષ્ટ્ર પોલીસ દ્વારા કરવામાં કેમ આવી નથી તે મહત્ત્વનો મુદ્દો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા અનુસાર લોરેન્સ સાબરમતી સેન્ટ્રલ જેલમાં એકદમ નિયમિત જીવન જીવે છે. તે દરરોજ નિયમિત રીતે ધ્યાન કરે છે અને હિન્દુ તિથિઓ તથા તહેવારોમાં ઉપવાસ પણ રાખે છે. હાઈ સિક્યોરિટી સેલમાં રાખવામાં આવેલો લોરેન્સ રોજ હનુમાન ચાલીસાના પાઠ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. તે ખુદને ચુસ્ત રાખવા માટે જેલમાં કસરત કરે છે.
ADVERTISEMENT
ટાઈગર શ્રોફ પર ફાયરિંગના બનાવ બાદ ફરી એક વાર લોરેન્સ બિશ્નોઈનું નામ ચર્ચામાં આવ્યું છે ત્યારે સાબરમતી જેલની સુરક્ષા અને વિવિધ રાજ્યની તપાસ એજન્સીઓ વચ્ચેના સંકલન અંગે સવાલો ઊભા થયા છે, પરંતુ સૌથી મહત્ત્વનો મુદ્દો બાબા સિિદ્દકી હત્યા કેસમાં પૂછપરછ થઈ છે કે નહીં તેનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો