ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તાપીના વ્યારામાં કપડાં સુકવવાની દોરી બાબતે પતિની હત્યા, પડોશીએ માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો

ક્રાઈમ / તાપીના વ્યારામાં કપડાં સુકવવાની દોરી બાબતે પતિની હત્યા, પડોશીએ માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો

Published By: Hiralal Parmar
Reported By: Dipak Gamit

Last Updated: 01:17 PM, 1 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાપીના વ્યારામાં કપડાં સુકવવાની દોરી બાબતે બોલાચાલી થયા બાદ એક શખ્સની હત્યા કરી દેવાઈ હતી.

ADVERTISEMENT

તાપીના વ્યારા તાલુકાના કપુરા ગામમાં સામાન્ય બોલાચાલી બાદ પતિની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શક્તિ શોપિંગ સેન્ટર ખાતે રહેતા હસમુખ ચૌહાણ નામના ઈસમ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત થયું હતું. સમગ્ર મામલે મૃતકની પત્નીની ફરિયાદના આધારે વ્યારા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી મહેન્દ્ર ચૌધરીની ધરપકડ કરી છે.

કપડાં સુકવવાની દોરી બાંધવા બાબતે હત્યા

તાપીના વ્યારા તાલુકાના કપુરા ગામમાં હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. કપુરા ગામના શક્તિ શોપિંગ સેન્ટર ખાતે રહેતા હસમુખભાઈ દેવશીભાઈ ચૌહાણ ની હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાઈ હતી. ફરિયાદ મુજબ, આરોપી મહેન્દ્રભાઈ અરવિંદભાઈ ચૌધરી અને મરનાર હસમુખ ચૌહાણ વચ્ચે કપડાની દોરી બાધવા વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ દરમિયાન મામલો ઉગ્ર બનતા આરોપીએ હસમુખ ચૌહાણના માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો હુમલામાં હસમુખભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. વ્યારા ની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ તેમનું મોત થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

વધુ વાંચો : ખુશખબર : PM મોદીની અપીલ બાદ સોના-ચાંદીના ભાવમાં આવ્યો ઘટાડો, જાણો કેટલા થયાં

પોલીસે કરી આરોપીની ધરપકડ

ઘટનાની જાણ વ્યારા પોલીસે થતા સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકની પત્નીની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 103(1) તથા અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હત્યાના આરોપી મહેન્દ્રભાઈ અરવિંદભાઈ ચૌધરીની ધરપકડ કરી છે. આરોપી કરાર આધારિત અલગ અલગ શાળામાં નોકરી કરી ચુક્યો છે હાલ છેલ્લા ઘણા સમયથી બેકાર હતો હાલ પોલીસે સમગ્ર ઘટનાના કારણો અને અન્ય પાસાઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Latest Gujarat News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ