ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ''વિદેશમાં લગ્ન કરો છો તો...'', PM મોદીની ભારતીયોને 'Made In India'નો મંત્ર અપનાવવા અપીલ
Last Updated: 01:44 PM, 1 September 2026
ADVERTISEMENT
પીએમ નરેન્દ્ર મોદીએ દેશની ઝડપી આર્થિક વૃદ્ધિની વચ્ચે લોકોથી સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાની અપીલ કરી છે. મંગળવારે જારી કરેલા એક વીડિયો સંદેશમાં પીએમ મોદીએ ખાસ રીતે વિદેશમાં લગ્ન કરવાના ચલણ પર સવાલ ઉઠવતા લોકને ‘Wed in India’ એટલે કે ભારતમાં જ લગ્ન કરવાનો મંત્ર અપનાવાનો આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું કે જો લગ્ન કરવા છે તો વિદેશમાં આયોજીત કરવાના બદલે ભારતમાં જ આયોજિત કરવું જોઇએ.
ADVERTISEMENT
વડાપ્રધાને કહ્યું, વિદેશ યાત્રાઓમાં જો ફરવા જાઓ છો તો ના જવુ જોઇએ. જો વિદેશમાં લગ્ન કરો છો તો ના કરવા જોઇએ. ‘Wed in India’નો મંત્ર અપનાવો જોઇએ. તેમણે લોકોને ઘરેલુ ઉત્પાદનો અને સ્થાનીય વસ્તુને પ્રાથમિકતા આપવાની અપીલ કરી. વધુમાં કહ્યું કે, જો જરુર ના હોય તો સોનુ પણ ના ખરીદવુ જોઇએ.
7.8% growth.
— Narendra Modi (@narendramodi) September 1, 2026
Strong numbers.
Even stronger confidence. pic.twitter.com/ZVPpnAXrVU
ADVERTISEMENT
વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતે 7.8% ગ્રોથ રેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંદેશમાં દેશની આર્થિક પ્રગતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે આટલા બધા વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતે 7.8% ગ્રોથ રેટ પ્રાપ્ત કર્યો છે. તેમણે દેશવાસીઓની મહેનત અને સંકલ્પ શક્તિને આ સફળતા પાછળનું મહત્વનું કારણ ગણાવ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે ભારત સામે અનેક પડકારો છે, પરંતુ આ તમામ પડકારોને પાર કરીને દેશ સતત આગળ વધી રહ્યો છે.
ADVERTISEMENT
વિકસિત ભારતનો સંકલ્પ
વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જ્યારે દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે, ત્યારે આપણે આપણી યુવા પેઢીને એક સંપૂર્ણ વિકસિત ભારત સોંપી શકીશું. તેમણે કહ્યું કે આપણી નીતિ યોગ્ય છે અને નિયત સાફ છે. 140 કરોડ દેશવાસીઓની શક્તિ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહી છે. વડાપ્રધાને દેશની યુવા પેઢી અને સામાન્ય નાગરિકોની શક્તિ પર વિશ્વાસ વ્યક્ત કરતા વિકસિત ભારતના સંકલ્પને આગળ વધારવાની વાત કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ખુશખબર : PM મોદીની અપીલ બાદ સોના-ચાંદીના ભાવમાં આવ્યો ઘટાડો, જાણો કેટલા થયાં
પોતાના સંદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર પણ સીધું નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશમાં જ કેટલાક લોકો નિરાશાના ગર્તમાં ડૂબેલા છે અને તેઓ જુઠ્ઠાણું ફેલાવીને ચારેય તરફ નકારાત્મકતા ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું કે આ તમામ પડકારો અને નકારાત્મકતા વચ્ચે પણ ભારતે 7.8% ગ્રોથ રેટ પ્રાપ્ત કર્યો છે. તેમણે દેશની આ ગતિને જાળવી રાખવા અને તેને વધુ આગળ વધારવા માટે ‘આત્મનિર્ભર ભારત’ બનવું ખૂબ જ મહત્વનું ગણાવ્યું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો