ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સુભાષ ચંદ્રાને મોટો ઝટકો: 6.25 કરોડની રીપેમેન્ટ યોજનાના NCLTના આદેશ પર સ્ટે

કારોબાર / સુભાષ ચંદ્રાને મોટો ઝટકો: 6.25 કરોડની રીપેમેન્ટ યોજનાના NCLTના આદેશ પર સ્ટે

Published By: Hiralal Parmar

Last Updated: 12:14 PM, 1 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે એસ્સેલ ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રાને સંડોવતા નાદારી કેસમાં 25 ઓગસ્ટના તેના આદેશ પર સ્ટે મૂકી દીધો છે.

ADVERTISEMENT

ઝી ગ્રૂપના સ્થાપક સુભાષ ચંદ્રાની વ્યક્તિગત નાદારીના કેસમાં નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (એનસીએલટી)ની પાંચ સભ્યોની વિશેષ ખંડપીઠે આજે સવારે મોટો નિર્ણય આપ્યો છે. ખંડપીઠે 25 ઓગસ્ટના અગાઉના આદેશના અમલ પર સ્ટે મૂકી દીધો છે. અગાઉના ચુકાદાઓમાં સ્પષ્ટ બહુમતીનો મત સામે આવ્યો ન હોવાનું જણાવી ખંડપીઠે કેસની ફરી નવેસરથી સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. તમામ સંબંધિત પક્ષકારોને નોટિસ પણ પાઠવવામાં આવી છે.

શું હતો કેસ?

આ કેસમાં સુભાષ ચંદ્રાએ લેણદારોને રૂ. 22,006.57 કરોડના સ્વીકારાયેલા દાવા સામે માત્ર રૂ. 6.25 કરોડ ચૂકવવાની રીપેમેન્ટ યોજના રજૂ કરી હતી. આ ઉપરાંત નાદારી પ્રક્રિયાના ખર્ચ માટે રૂ. 25 લાખની જોગવાઈ કરવામાં આવી હતી.

ખંડપીઠના સભ્યોનો અલગ અલગ મત

મૂળ બે સભ્યોની એનસીએલટી ખંડપીઠમાં ન્યાયિક સભ્ય અશોકકુમાર ભારદ્વાજ અને ટેકનિકલ સભ્ય રીના સિન્હા પુરીના મત અલગ હતા. ભારદ્વાજે યોજનાને સમર્થન આપ્યું હતું, પરંતુ માત્ર તેને સમર્થન આપનારા લેણદારો પૂરતી મર્યાદિત રાખવાની વાત કરી હતી. જ્યારે પુરીએ પ્રક્રિયામાં ગંભીર ખામીઓ દર્શાવીને યોજના ફગાવી હતી. ત્યાર બાદ મામલો ત્રીજા સભ્ય નીલેશ શર્મા સમક્ષ મોકલાયો હતો. ૨૫ ઓગસ્ટે તેમણે કેટલીક શરતો સાથે રિપેમેન્ટ યોજનાને મંજૂરી આપી હતી અને તેને વિરોધ કરનારા લેણદારો સહિત તમામ પર લાગુ કરવાનો મત આપ્યો હતો. જોકે, ૩૧ ઓગસ્ટે મૂળ બે સભ્યોની ખંડપીઠે નોંધ્યું કે ત્રણેય સભ્યોના ચુકાદા અલગ હોવાથી સ્પષ્ટ બહુમતીનો મત ઊભો થયો નથી.

વધુ વાંચો : મસ્તી કરતા ભાઈ-બહેનને માતાએ ઠપકો આપતા સગીરને માઠું લાગ્યું, ને ખાઈ લીધો ગળાફાંસો

હવે પાંચ સભ્યોની ખંડપીઠ કરશે નવેસરથી સુનાવણી

આ મતભેદને પગલે એનસીએલટીના પ્રમુખ જસ્ટિસ (નિવૃત્ત) અનુપિંદરસિંહ ગ્રેવાલે પાંચ સભ્યોની વિશેષ ખંડપીઠની રચના કરી છે. તેમાં તેઓ ઉપરાંત ન્યાયિક સભ્યો બચુ વેંકટ બલરામ દાસ અને મહેન્દ્ર ખંડેલવાલ તથા ટેકનિકલ સભ્યો અતુલ ચતુર્વેદી અને રવિન્દ્ર ચતુર્વેદી સામેલ છે.

ખંડપીઠે શું આદેશ આપ્યો?

ખંડપીઠે અગાઉના આદેશ પર સ્ટે મૂકવાની સાથે સુભાષ ચંદ્રાને પોતાની કોઈપણ સંપત્તિ સીધી કે આડકતરી રીતે વેચવા, ટ્રાન્સફર કરવા અથવા અન્ય રીતે હસ્તાંતરિત કરવા પર રોક લગાવી છે. હવે પાંચ સભ્યોની ખંડપીઠ અગાઉના ત્રણ અલગ-અલગ મતની ફરી તપાસ કરીને કેસમાં આગળનો નિર્ણય લેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

subhash chandra news subhash chandra

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ