ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / 'નિધિની હત્યા કરીને લાશને ફાંસીએ લટકાવી' સુરતમાં ચકચારી હત્યા કેસમાં ભાઈનો મોટો આરોપ

સુરત / 'નિધિની હત્યા કરીને લાશને ફાંસીએ લટકાવી' સુરતમાં ચકચારી હત્યા કેસમાં ભાઈનો મોટો આરોપ

Published By: Hiralal Parmar
Reported By: Nirmal Patel

Last Updated: 02:35 PM, 1 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના કડોદરામાં નિધિકુમાર નામની યુવતીની હત્યા કેસમાં તેના ભાઈએ ચોંકાવનારા આરોપ કરીને હત્યા કેસમાં ગરમાવો લાવી દીધો છે.

ADVERTISEMENT

કડોદરામાં નિધિકુમારીના ભેદી મોત મામલે ભાઈ કંચન કુમારે ગંભીર આક્ષેપ કર્યાં છે. કંચન કુમાર સિંહે કહ્યું કે તેની બહેન નિધિની હત્યા કરાઈ છે અને લાશને ફાંસીને લટકાવીને આત્મહત્યા કરી હોવાનું નાટક કરાયું હતું. તેણે કહ્યું કે મૃત્યુના અડધા કલાક પહેલાં નિધિકુમારીએ માતાને ફોન કરીને કહ્યું હતું કે 'મમ્મી, આ લોકો મને મારી નાખશે', કંચને કહ્યું કે રાજકીય વગના કારણે કેસ દબાવી દેવાયો છે.

પોલીસે શું કહ્યું?

બીજી તરફ કડોદરા પોલીસે ગણતરીના કલાકોમાં પતિ સૌરભસિંહ અને તેની પ્રેમિકા ઇશિકા બેનરજીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં પતિ-પત્ની વચ્ચે અવારનવાર કંકાશ થતો હોવાની વિગતો સામે આવી આવી છે. પતિ સૌરભસિંહનું ઇશિકા સાથે અફેર હોવાના કારણે નિધિકુમારીએ આત્મહત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.

સીટ કરી રહી છે તપાસ

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામે 25 વર્ષીય યુવતીની હત્યા અને લૂંટ કેસમાં પોલીસે સીટની રચના કરી હતી. સુરત જિલ્લા SP રાજેશ ગઢિયાએ એક ASP, ચાર PI અને એક PSI નો SIT માં સમાવેશ કર્યો છે. 20 જેટલી અલગ અલગ પોલીસ ટીમો તપાસમાં લાગી છે. સમગ્ર કેસની તપાસ સુરત જિલ્લા LCB PI એન. જી પાંચાણીને સોંપાઈ હતી.

હત્યા કરી લાશ ધાબા પર સંતાડી

ઘરમાં ઘૂસેલા અજાણ્યા શખ્સોએ યુવતીની હત્યા કરી લાશ ધાબા પર સંતાડી દીધી હતી અને ત્યારબાદ લાખો રૂપિયાની મતા લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ હાથ ધરી છે.સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામના ટેકરી ફળિયામાં આ ચકચારી ઘટના બની છે. ફરિયાદી પરિવારના ઘરમાં અજાણ્યા ઇસમોએ ઘૂસી લૂંટના ઇરાદે ઘાતકી કૃત્ય આચર્યું હોવાની વિગતો સામે આવી છે. ઘરમાં હાજર 25 વર્ષીય નિધીકુમારી પટેલને આરોપીઓએ કાબૂમાં લઈ તેનું મોત નિપજાવ્યું હોવાની પોલીસ ફરિયાદમાં વિગતો છે. ત્યારબાદ મૃતદેહને ઘરના ધાબા પર દાદરના કેબિન પાછળના ભાગે સંતાડી દેવામાં આવ્યો હતો.

વધુ વાંચો : 5.4 કરોડ વ્યૂ ધરાવતું આ ગીત બન્યું હત્યાનું કારણ, સિંગર અંકિત બલિયાનના મર્ડરમાં મોટો ઘટસ્ફોટ

હત્યા કરીને લૂંટ ચલાવી

આરોપીઓએ મકાનમાં રહેલા પતરાના કબાટની ચાવી મેળવી કબાટ ખોલ્યો હતો અને સોનાના દાગીના, રોકડ તેમજ ચાંદીના દાગીના સહિતની મતા લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસ ફરિયાદ મુજબ સોનાની ચેઇન, વીંટી, બ્રેસલેટ, રોકડ રૂપિયા 35 હજાર, ચાંદીના સાકળા તેમજ મૃતકનો મોબાઇલ ફોન મળી કુલ રૂ.2 લાખ 52 હજારની મતા લૂંટાઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ માંડવી પોલીસ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ફળિયાના લોકો તાત્કાલિક ભેગા થઈ ગયા હતા અને નીતિનો મૃતદેહ જોતા તાત્કાલિક પોલીસને ફોન કર્યો હતો પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. હવે સૌથી મોટો સવાલ એ છે કે યુવતીની હત્યા કરનાર શખ્સો કોણ હતા? શું આરોપીઓ પરિવારથી પરિચિત હતા કે પછી લૂંટના ઇરાદે ઘરમાં ઘૂસ્યા હતા?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

surat crime news Gujarat News Update Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ