ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ₹21000 મળશે દિવાળી બોનસ? લાગે છે ફાવી જશે સરકારી કર્મચારીઓ

નેશનલ / ₹21000 મળશે દિવાળી બોનસ? લાગે છે ફાવી જશે સરકારી કર્મચારીઓ

Published By: Bijal Vyas

Last Updated: 03:29 PM, 1 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Central Government Employees Bonus: કેન્દ્ર સરકારના કર્મચારીઓને દિવાળી પહેલાં કોઈ સારા સમાચાર મળી શકે છે. કર્મચારી સંગઠનોએ સરકાર પાસે બોનસની ગણતરી માટેની વર્તમાન મર્યાદા ₹7,000 થી વધારીને ₹21,000 કરવાની માંગ કરી છે.

ADVERTISEMENT

દશેરા અને દિવાળીની આગામી તહેવારોની મોસમ પહેલાં, દેશભરના 1 કરોડથી વધુ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. નેશનલ કાઉન્સિલ-જેસીએમએ કેન્દ્ર સરકારને બોનસની મર્યાદા ત્રણ ગણી વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

કર્મચારી સંગઠનોએ કેબિનેટ સચિવને ઓફિશિયલ પત્ર લખીને તહેવારના બોનસની ગણતરી માટેની મર્યાદા માસિક ₹7,000 થી વધારીને ₹21,000 કરવાની માંગ કરી છે.

જો નાણાં મંત્રાલય આ પ્રસ્તાવને મંજૂરી આપે, તો રેલવે, ટપાલ વિભાગ, સંરક્ષણ સંસ્થાઓ અને અન્ય કેન્દ્રીય વિભાગોના કર્મચારીઓના તહેવારના બોનસની રકમમાં આ વર્ષે ત્રણ ગણા સુધીનો વધારો જોવા મળશે.

₹7,000 ની જગ્યાએ ₹21,000 ની માંગે કેમ?

કર્મચારી યૂનિયનોએ આ માંગણી અંગે કોઈ પાયાવિહોણા દાવા કર્યા નથી. તેના બદલે, તેમણે શ્રમ અને રોજગાર મંત્રાલયના અધિકૃત ગેઝેટ નોટિફિકેશનનો હવાલો આપ્યો છે.

  • ગેઝેટ નોટિફિકેશન નો ક્રમાંક: શ્રમ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ગેઝેટ જાહેરનામા (S.O. 4710(E) અને S.O. 4711(E)) દ્વારા 'વેતન સંહિતા, 2019' (Code on Wages, 2019) હેઠળના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
  • વેતન સંહિતાની કલમ 26(2): આ નિયમ અનુસાર, જો કોઈ કર્મચારીનો માસિક પગાર ₹7,000 થી વધુ હોય, તો તેમનું બોનસ કાં તો ₹7,000 ના આધારે ગણવામાં આવશે અથવા સરકાર દ્વારા નિર્ધારિત લઘુત્તમ વેતનના આધારે નક્કી કરવામાં આવશે.
  • લઘુત્તમ વેતન મર્યાદા: દેશભરમાં અકુશળ અને કુશળ કામદારો માટે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત લઘુત્તમ વેતન હાલમાં ₹21,000 પ્રતિ માસ છે. આ કાયદાકીય માપદંડના આધારે, યુનિયનો એવી દલીલ કરે છે કે બોનસની ગણતરી પણ ₹21,000ની રકમના આધારે થવી જોઈએ.

જેસીએમનો પત્ર અને પ્રશાસનિક હલચલ

નેશનલ કાઉન્સિલ (JCM) ના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ કેબિનેટ સચિવને એક વિગતવાર આવેદનપત્ર મોકલીને સરકારનું ધ્યાન આ મુદ્દા તરફ દોર્યું છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, મોંઘવારી અને લઘુત્તમ વેતનમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં, બોનસની મર્યાદા ઘણા વર્ષોથી ₹7,000 પર સ્થિર રહી છે.

11મે, 2026ના રોજ યોજાયેલી નેશનલ કાઉન્સિલ (JCM)ની 49મી ઓફિશિયલ બેઠક દરમિયાન, સરકારે સંકેત આપ્યો હતો કે 'વેતન સંહિતા' અમલમાં આવ્યા બાદ બોનસની મર્યાદા (સીલિંગ)માં સુધારો કરવાની પ્રક્રિયા પર વિચાર કરવામાં આવશે. હવે, દશેરા અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા હોવાથી, કર્મચારી સંગઠનો ઈચ્છે છે કે રેલવેના 'પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ' અને અન્ય વિભાગો માટેના 'તદર્થ બોનસ' ના આદેશો જાહેર થાય તે પહેલાં સરકાર આ નવી મર્યાદાનો અમલ કરે.

કર્મચારિઓના ખિસ્સા પર કેટલી થશે અસર?

વર્તમાન વ્યવસ્થા હેઠળ, જો કોઈ કર્મચારીને 60 કે 72 દિવસના પગાર જેટલું બોનસ મળે, તો તેની ગણતરી ₹7,000ની મહત્તમ માસિક વેતન મર્યાદાના આધારે કરવામાં આવે છે. પરિણામે, કર્મચારીનો વાસ્તવિક પગાર ભલે ₹40,000 કે ₹50,000 હોય, તેમ છતાં તેમને સરેરાશ માત્ર ₹13,800 થી ₹18,000 જેટલું જ બોનસ મળે છે.

જો સરકાર બોનસ સીલિંગને વધારીને ₹21,000 કરે છે:

  • કર્મચારીઓ માટે લાભ: બોનસની ગણતરી ₹21,000ના મૂળ પગારના આધારે કરવામાં આવશે.
  • બોનસની રકમમાં વધારો: 72 દિવસના બોનસની રકમ વધીને ₹41,400 થશે.
  • લાભાર્થી જૂથો: મુખ્ય લાભાર્થીઓમાં નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓ, ટપાલ વિભાગના કર્મચારીઓ, સંરક્ષણ ઉત્પાદન એકમોના કર્મચારીઓ તેમજ ગ્રુપ-C અને ગ્રુપ-Bના કેન્દ્ર સરકારના કર્મચારીઓનો સમાવેશ થશે.

આ પણ વાંચોઃ ''વિદેશમાં લગ્ન કરો છો તો...'', PM મોદીની ભારતીયોને 'Made In India'નો મંત્ર અપનાવવા અપીલ

નક્કી કરેલ અને શું હજી બાકી છે?

શું નિર્ણય લેવાયો છે? - કર્મચારી સંગઠનોએ કાયદાકીય જોગવાઈઓ (Wage Code 2019)નો ઉલ્લેખ કરીને કેબિનેટ સચિવને ઔપચારિક માંગણી-પત્ર સુપરત કર્યો છે.

શું બાકી છે ?- બોનસની મર્યાદા વધારવા માટેની અંતિમ વહીવટી મંજૂરી અને ખર્ચ વિભાગ (નાણા મંત્રાલય) દ્વારા ઔપચારિક જાહેરનામું બહાર પાડવાની પ્રક્રિયા હજુ બાકી છે.

આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારના કર્મચારીઓનું ધ્યાન હવે સંપૂર્ણપણે નાણા મંત્રાલયના આગામી નિર્ણય પર કેન્દ્રિત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

get rupees 21000 diwali bonus central govt employees

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ