ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ‘ગરીબોની કસ્તૂરી’નું લેબલ ડુંગળીએ હટાવ્યું, ભાવ થયા બમણા

અમદાવાદ / ‘ગરીબોની કસ્તૂરી’નું લેબલ ડુંગળીએ હટાવ્યું, ભાવ થયા બમણા

Published By: Vishal Khamar

Last Updated: 03:36 PM, 1 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોંઘવારીના માર વચ્ચે અમદાવાદના સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારોને હવે ડુંગળીના વધેલા ભાવે રડાવ્યા છે.

ADVERTISEMENT

મોંઘવારીના માર વચ્ચે અમદાવાદના સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારોને હવે ડુંગળીના વધેલા ભાવે રડાવ્યા છે. થોડા સમય પહેલાં પ્રતિ કિલો રૂ.૨૦થી ૩૦માં મળતી ડુંગળીનો છૂટક ભાવ હવે શહેરના વિવિધ વિસ્તારોમાં રૂ.૭૦થી ૮૦ સુધી પહોંચ્યો છે. એટલે કે થોડા જ સમયમાં ડુંગળીના ભાવમાં બમણાથી પણ વધુ ઉછાળો આવ્યો છે. રસોડામાં સૌથી વધુ વપરાતી આ વસ્તુ મોંઘી થતાં ગૃહિણીઓએ ખરીદીમાં પણ કાપ મૂકવાનું શરૂ કર્યું છે.

અમદાવાદના મણિનગર, વસ્ત્રાલ, નિકોલ, નરોડા, ચાંદખેડા સહિત પશ્ચિમના વિસ્તારોના શાકભાજી બજારોમાં ડુંગળીના ભાવ વધેલા જોવા મળી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ આવકમાં ઘટાડો અને પુરવઠા પર અસરને કારણે ભાવમાં વધારો થયો છે. હાલ સારી ગુણવત્તાની ડુંગળી માટે ગ્રાહકોએ રૂ.૭૦થી ૮૦ પ્રતિ કિલો સુધી ચૂકવવા પડી રહ્યા છે.

વઘારમાં ડુંગળી ઓછી, બજેટમાં ગણતરી વધુ

‍ડુંગળી પંજાબી દાળ, શાક, અને વિવિધ નાસ્તામાં વપરાતી હોવાથી તેનો ભાવ વધતાં સીધી અસર ઘરખર્ચ પર પડી રહી છે. અગાઉ એક સાથે બેથી ત્રણ કિલો ડુંગળી ખરીદતા પરિવારો હવે એક કિલો કે જરૂરિયાત પૂરતી જ ખરીદી રહ્યા છે. ગૃહિણીઓનું કહેવું છે કે શાકભાજી ઉપરાંત તેલ, દાળ અને અન્ય કરિયાણાના ભાવ વચ્ચે ડુંગળી મોંઘી થતાં રોજિંદા રસોડાનું બજેટ ફરી ગોઠવવું પડી રહ્યું છે.

આ પણ વાંચોઃ 'નિધિની હત્યા કરીને લાશને ફાંસીએ લટકાવી' સુરતમાં ચકચારી હત્યા કેસમાં ભાઈનો મોટો આરોપ

ડુંગળીના ભાવ વધારાની અસર માત્ર ઘરેલુ રસોડા પૂરતી મર્યાદિત નથી. અમદાવાદની નાની હોટલ, લારી-ગલ્લા અને નાસ્તાની દુકાનોમાં પણ ડુંગળીનો વપરાશ મોટો હોવાથી સંચાલકોના દૈનિક ખર્ચમાં વધારો થયો છે. ભજિયાં, પાંંવભાજી, સેન્ડવિચ, દાબેલી સહિતના અનેક નાસ્તામાં ડુંગળી જરૂરી હોવાથી વેપારીઓને કાચા માલના ખર્ચનું ગણિત ફરી ગોઠવવું પડી રહ્યું છે. અગાઉ ભોજન સાથે સલાડમાં ભરપૂર ડુંગળી આપવામાં આવતી હતી, પરંતુ વધેલા ભાવને કારણે અનેક સ્થળે તેનો વપરાશ ઓછો થયો છે. ઘરથી લઈને નાની ખાણીપીણીની દુકાનો સુધી ડુંગળી હવે ‘મુક્ત વપરાશ’ની વસ્તુ નહીં રહીને માપીને વાપરવાની વસ્તુ બની છે. વેપારીઓ કહે છે કે આવક સામાન્ય ન થાય અને બજારમાં પૂરતો પુરવઠો ન વધે ત્યાં સુધી ભાવમાં તાત્કાલિક ઘટાડાની શક્યતા ઓછી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Onion price in Ahmedabad Ahmedabad onion rates Onion price hike Gujarat

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ