ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પાકિસ્તાનની જેલમાં ગુજરાતના માછીમારનું મોત, સજા પૂરી થયા બાદ પણ હતો કેદ

અમદાવાદ / પાકિસ્તાનની જેલમાં ગુજરાતના માછીમારનું મોત, સજા પૂરી થયા બાદ પણ હતો કેદ

Published By: Vishal Khamar

Last Updated: 03:33 PM, 1 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનની જેલમાં સજા પૂરી થયા બાદ પણ કેદ રહેલા ગુજરાતના એક માછીમારનું ૨૭ ઓગસ્ટે મોત થયું છે. આ વર્ષે પાકિસ્તાનની કસ્ટડીમાં મોતને ભેટનાર ગુજરાતના આ બીજા માછીમાર છે.

ADVERTISEMENT

પાકિસ્તાનની જેલમાં સજા પૂરી થયા બાદ પણ કેદ રહેલા ગુજરાતના એક માછીમારનું ૨૭ ઓગસ્ટે મોત થયું છે. આ વર્ષે પાકિસ્તાનની કસ્ટડીમાં મોતને ભેટનાર ગુજરાતના આ બીજા માછીમાર છે.

મુંબઈ સ્થિત શાંતિ કાર્યકર અને પત્રકાર જતિન દેસાઈએ સોમવારે એક નિવેદન દ્વારા આ માહિતી જાહેર કરી હતી. દેસાઈ લાંબા સમયથી પાકિસ્તાનની જેલમાં સજા ભોગવી રહેલા ભારતીય માછીમારોની મુક્તિ માટે અવાજ ઉઠાવી રહ્યા છે. તેમણે પાકિસ્તાનની જેલોમાં સજા પૂરી કરી ચૂકેલા પરંતુ હજુ સુધી મુક્ત ન કરાયેલા ૧૭૭ ભારતીય માછીમારોને તાત્કાલિક મુક્ત કરવાની માગ પણ કરી છે.

દેસાઈએ નિવેદનમાં જણાવ્યું છે કે ૨૭ ઓગસ્ટે પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતના એક ભારતીય માછીમારનું કરાચીની હોસ્પિટલમાં મોત થયું હતું. આ વર્ષે પાકિસ્તાનની કસ્ટડીમાં બે ભારતીય માછીમારોનાં મોત થયાં છે. ગયા અઠવાડિયે મૃત્યુ પામેલા માછીમારની સજા માર્ચ, ૨૦૨૨માં પૂરી થઈ ગઈ હતી, છતાં તે વધુ ચાર વર્ષ જેલમાં રહ્યો. મૃત્યુ પામેલા માછીમારનું નામ દેસાઈએ જાહેર કર્યું નથી. જોકે, તેઓ ગુજરાતના ઊના વિસ્તારના રહેવાસી હોવાનું તેમણે જણાવ્યું છે.

૧૭૭ ભારતીય માછીમારોની મુક્તિની માગ કરતાં દેસાઈએ કહ્યું છે કે ભારતે શનિવારે (૨૯ ઓગસ્ટે) અટારી-વાઘા સરહદ મારફતે આઠ માછીમારો સહિત ૨૫ પાકિસ્તાની કેદીઓને મુક્ત કરીને સ્વદેશ પરત મોકલ્યા છે. હવે પાકિસ્તાને પણ લાંબા સમય પહેલાં સજા પૂરી કરી ચૂકેલા અને જેમની ભારતીય નાગરિકતા વર્ષો પહેલાં જ પ્રમાણિત થઈ ચૂકી છે એવા ૧૭૭ ભારતીય માછીમારોને મુક્ત કરીને પરત મોકલવા જોઈએ.

તેમણે વધુમાં કહ્યું હતું કે, “ભારતના સદ્ભાવનાપૂર્ણ પગલાનો બદલો પાકિસ્તાને પણ સદ્ભાવનાથી આપવો જોઈએ અને સજા પૂરી કરી ચૂકેલા ભારતીય માછીમારો તેમજ અન્ય નાગરિક કેદીઓને મુક્ત કરવા જોઈએ, જેમની નાગરિકતા પણ પ્રમાણિત થઈ ચૂકી છે.”

આ પણ વાંચોઃ દ્વારકામાં જન્માષ્ટમીના દિવસે દર્શન સમયમાં મોટો ફેરફાર, સવારે મંગળા આરતીથી મધરાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવ આરતી સુધીનું સંપૂર્ણ સમયપત્રક જાહેર

દેસાઈના જણાવ્યા મુજબ, હાલમાં પાકિસ્તાનની વિવિધ જેલોમાં 197 જેટલા ભારતીય માછીમારો કેદ છે. તેમાંના મોટા ભાગના ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવના રહેવાસી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat fishermen Pakistan custody Indian fishermen in Pakistan jail Jatin Desai

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ