ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ગે ડેટિંગ એપ પર ફ્રેન્ડશિપ કરી મળવા બોલાવ્યા પછી... સુરતમાં બન્યો સનસનીખેજ બનાવ, યુવાનો ચેતજો
Last Updated: 03:48 PM, 1 September 2026
ADVERTISEMENT
સુરત શહેરમાં ડેટિંગ એપ્લિકેશન દ્વારા મિત્રતા કરી લોકોને અવાવરૂ જગ્યાએ બોલાવી લૂંટી લેતી ગેંગ ફરી સક્રિય થઈ છે. વરાછા વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઈટના સુપરવાઈઝરને ગ્રીન્ડર ગે ડેટિંગ એપ પર ફ્રેન્ડશિપ કરી મળવા બોલાવ્યા બાદ ચપ્પુ બતાવી, માર મારી રોકડા રૂપિયા અને મોબાઈલ લૂંટી લેવાનો સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. ભોગ બનનાર યુવક માંડ-માંડ જીવ બચાવીને ભાગ્યો હતો અને વરાછા પોલીસ મથકમાં ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
બાંધકામ સાઈટ પર સુપરવાઈઝર સાથે શું બન્યું?
સુરત નાના વરાછા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા અને બાંધકામ સાઈટ પર સુપરવાઈઝર તરીકે કામ કરતા 43 વર્ષીય યુવકને એકાદ વર્ષથી ગ્રીન્ડર- ગે ડેટિંગ એન્ડ ચેટ એપ વાપરતા હતા. ગત 27 ઓગસ્ટના રોજ એપ પર તેમની ઓળખાણ એક અજાણ્યા યુવક સાથે થઈ હતી. બપોરના સમયે આ શખ્સે તેમને મળવા માટે દબાણ કર્યું હતું. યુવકે કામ પર હોવાનું જણાવ્યું છતાં અજાણ્યા શખ્સે આગ્રહ રાખતાં તેઓ બપોરે દોઢ વાગ્યાની આસપાસ વરાછા ભગવતી રસવાળી ગલી, ઘનશ્યામનગર સોસાયટી પાસે પહોંચ્યા હતા.ચોથા માળે લઈ જઈ ચપ્પુ બતાવ્યું, 'આ સગું નહીં થાય, પૈસા આપ' ત્યાં પહોંચતાં જ ચેટિંગ કરનાર યુવક તેમને મળ્યો હતો. તેના શંકાસ્પદ હાવભાવ જોઈ યુવક ત્યાંથી નીકળવા જતા હતા, પરંતુ તે શખ્સ તેમને પરાણે ઘનશ્યામનગર સોસાયટીની એક ગલીમાં આવેલા મકાનના ચોથા માળે લઈ ગયો હતો. યુવક પોતાનો મોબાઈલ બહાર કાઢવા જતાં જ શખ્સે મોબાઈલ આંચકી લીધો હતો. તે દરમિયાન ત્યાં બીજો સાગરીત ચપ્પુ લઈને ધસી આવ્યો હતો. તેણે ગળા અને પેટ પર ચપ્પુ મૂકી ધમકી આપી હતી કે, તારી પાસે જે હોય તે આપી દે, આ ચપ્પુ કોઈનું સગું નહીં થાય.
ADVERTISEMENT
પૈસા પડાવીને ઢોરમાર માર્યો
લૂંટારુઓએ પ્રવીણભાઈના ખિસ્સામાંથી પર્સ ઝૂંટવી લીધું હતું અને તેમાંથી રોકડા ₹5,000 કાઢી લીધા હતા. વધુ રૂપિયા ન મળતાં બંને શખ્સોએ તેમને ઢોર માર માર્યો હતો અને ₹7,000ની કિંમતનો રિયલમી કંપનીનો મોબાઈલ પણ બળજબરીથી પડાવી લીધો હતો. લૂંટારુઓ અન્ય વાતચીતમાં વ્યસ્ત હતા ત્યારે યુવક નજર ચૂકવીને સીડીઓ તરફ ભાગ્યા હતા. તે વખતે ત્રીજો શખ્સ તેમને પકડવા આવ્યો હતો, પરંતુ તેનો હાથ છોડાવીને તેઓ નીચે દોડી આવ્યા હતા.જીવ બચાવીને રોડ પર પહોંચેલા ભોગ બનનારે એક રાહદારી પાસે ફોન માંગી પુત્રને સમગ્ર હકીકત જણાવી હતી. પુત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને પિતાને ઘરે લઈ ગયો હતો. બાદમાં પરિવારે હિંમત દાખવી વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વરાછા પોલીસે ત્રણ અજાણ્યા લૂંટારુઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : અમદાવાદમાં હવે પાણી-ગટર કનેક્શન માટે ઓનલાઇન અરજી ફરજિયાત, ફી પણ ઓનલાઈન ભરાશે
પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય લૂંટારુઓને દબોચી લીધા
ADVERTISEMENT
વરાછા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરતાં સમગ્ર લૂંટને અંજામ આપનાર ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપી હર્ષિત ઉર્ફે લેમ્બો નાજાભાઈ સાખટ આ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉ લૂંટ સહિતના બે ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપી જયેશ ઉર્ફે મામુ દડુભાઈ ગોહિલ, રાજ ઉર્ફે કાલુ પદમસિંગ કુશવાહા સહિત પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી મુદ્દામાલ રિકવર કરવાની તેમજ આ ટોળકીએ અગાઉ અન્ય કોઈ વ્યક્તિને આ જ મોડસ ઓપરેન્ડીથી શિકાર બનાવ્યા છે કે કેમ તે દિશામાં રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.