ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 26 તારીખનો ‘અપશુકનિયાળ’ ઈતિહાસ! નેપાળ પૂરથી ગુજરાત ભૂકંપ સુધીની ભયાનક ઘટનાઓ

નેશનલ / 26 તારીખનો ‘અપશુકનિયાળ’ ઈતિહાસ! નેપાળ પૂરથી ગુજરાત ભૂકંપ સુધીની ભયાનક ઘટનાઓ

Published By: Jinal Chauhan

Last Updated: 04:11 PM, 1 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

26 ઓગસ્ટ 2026ના રોજ નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ ફરી એકવાર 26 તારીખ ચર્ચામાં આવી છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 900થી વધુ લોકોનાં મોત થયા છે અને હજારો લોકો હજુ પણ લાપતા છે.

ADVERTISEMENT

26 તારીખે બનેલી અનેક મોટી કુદરતી આફતોના કારણે ફરી એકવાર આ તારીખ ચર્ચામાં આવી છે.નેપાળની તાજેતરની વિનાશક પૂરથી લઈને ગુજરાતના ભૂકંપ અને હિંદ મહાસાગરની સુનામી સુધી 26 તારીખ સાથે જોડાયેલી અનેક ભયાનક ઘટનાઓ ઈતિહાસમાં નોંધાયેલી છે.આ પછી સોશિયલ મીડિયા અને લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું 26 તારીખ ખરેખર કુદરતી આફતો માટે મનહૂસ છે? વિજ્ઞાનના દૃષ્ટિકોણથી કોઈ ચોક્કસ તારીખને આપત્તિ સાથે જોડવાનો પુરાવો નથી. જોકે ઇતિહાસના પાનાં તપાસીએ તો 26 તારીખે વિશ્વના અલગ-અલગ ભાગોમાં અનેક મોટી કુદરતી આફતો જરૂર નોંધાઈ છે.

26 ઓગસ્ટ 2026: નેપાળમાં જળપ્રલય

26 ઓગસ્ટ 2026ના રોજ નેપાળના ભોટેકોશી નદી વિસ્તારમાં વિનાશક ફ્લેશ ફ્લડ આવ્યું હતું. આ ઘટનાએ નેપાળ-તિબેટ સરહદ નજીકના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી. પૂર અને ભૂસ્ખલનથી ઘર, રસ્તા, પુલ, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અને અન્ય મહત્વપૂર્ણ માળખાને નુકસાન થયું હતું.31 ઓગસ્ટ સુધીના અહેવાલો અનુસાર નેપાળમાં મૃત્યુઆંક 903 સુધી પહોંચી ગયો હતો અને 4,300થી વધુ લોકો લાપતા હતા. બચાવ કામગીરીમાં 20 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ જોડાયા હતા. હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

Nepal Flood (7)

26 ઓક્ટોબર 2015: હિંદુકુશમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ

26 ઓક્ટોબર 2015ના રોજ અફઘાનિસ્તાનના હિંદુકુશ વિસ્તારમાં 7.5ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. તેની અસર અફઘાનિસ્તાન ઉપરાંત પાકિસ્તાન અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળી હતી.આ ભૂકંપમાં લગભગ 400 લોકોનાં મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને ઈમારતોને થયેલા નુકસાનને કારણે બચાવ કામગીરી પણ મુશ્કેલ બની હતી.

Earthquake-in-Alaska

26 મે 2006: ઇન્ડોનેશિયામાં વિનાશક ભૂકંપ

ઇન્ડોનેશિયાના જાવા વિસ્તારમાં મે 2006માં આવેલા શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી હતી. ભૂકંપની તીવ્રતા 6.3 હતી અને હજારો મકાનો ધરાશાયી થયા હતા.અહેવાલો અનુસાર આ ભૂકંપમાં 6,000થી વધુ લોકોનાં મોત થયા હતા. NASAના અહેવાલ મુજબ યોગ્યાકાર્તા નજીકના આ ભૂકંપમાં 6,234 લોકોનાં મોત થયાનું વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું. જોકે ભૂકંપ સ્થાનિક સમય પ્રમાણે 27 મેની વહેલી સવારે આવ્યો હતો.

26 જુલાઈ 2005: મુંબઈમાં વરસાદે મચાવ્યો હાહાકાર

26 જુલાઈ 2005નો દિવસ મુંબઈના ઈતિહાસમાં સૌથી ભયાનક દિવસોમાંથી એક છે. મુંબઈમાં માત્ર 24 કલાકમાં લગભગ 944 મિમી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આ પૂર અને વરસાદ સંબંધિત આપત્તિમાં લગભગ 1,094 લોકોનાં મોત થયા હતા. મુંબઈમાં રેલવે, રસ્તા અને હવાઈ વ્યવહાર સહિત જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું.

floods-and-landslides

26 ડિસેમ્બર 2004: હિંદ મહાસાગરની વિનાશક સુનામી

26 ડિસેમ્બર 2004ના રોજ હિંદ મહાસાગરના વિસ્તારમાં 9.1ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. તેના કારણે સર્જાયેલી સુનામીએ ઇન્ડોનેશિયા, શ્રીલંકા, ભારત, થાઇલેન્ડ સહિત અનેક દેશોમાં ભારે તબાહી મચાવી હતી.વિશ્વની સૌથી વિનાશક કુદરતી આપત્તિઓમાં સામેલ આ સુનામીમાં અંદાજે 2.28 લાખ લોકોનાં મોત થયા હતા. હજારો ગામો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. આ ઘટના આજે પણ વિશ્વની સૌથી ભયાનક સુનામી આપત્તિ તરીકે યાદ કરવામાં આવે છે.

26 ડિસેમ્બર 2003: ઈરાનના બામમાં ભૂકંપ

26 ડિસેમ્બર 2003ના રોજ ઈરાનના બામ શહેરમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી.હજારો મકાનો ધરાશાયી થયા હતા અને મોટી સંખ્યામાં લોકો કાટમાળ નીચે દટાયા હતા. આ આપત્તિમાં અંદાજે 30 હજાર જેટલા લોકોનાં મોત થયાનું વિવિધ અહેવાલોમાં નોંધાયું છે.

25-26 માર્ચ 2002: અફઘાનિસ્તાનમાં બેક ટુ બેક ભૂકંપ

25 અને 26 માર્ચ 2002 દરમિયાન અફઘાનિસ્તાનના ઉત્તરી વિસ્તારમાં એક પછી એક શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા. આ ભૂકંપોની શ્રેણીએ પહાડી વિસ્તારોમાં ભારે નુકસાન કર્યું હતું.આ આપત્તિમાં લગભગ 1,800 લોકોનાં મોત થયા હતા. અનેક મકાનો ધરાશાયી થયા હતા અને મોટી સંખ્યામાં લોકો બેઘર બન્યા હતા. પહાડી વિસ્તાર હોવાથી રાહત અને બચાવ કામગીરી પણ મુશ્કેલ બની હતી.

26 જાન્યુઆરી 2001: ગુજરાતનો કચ્છ ભૂકંપ

26 જાન્યુઆરી 2001નો દિવસ ગુજરાતના ઈતિહાસમાં ક્યારેય ભૂલી શકાય તેમ નથી. પ્રજાસત્તાક દિવસની ઉજવણી વચ્ચે કચ્છના ભચાઉ નજીક 7.7ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો.ભૂકંપની સૌથી વધુ અસર કચ્છના ભુજ, ભચાઉ, અંજાર અને આસપાસના વિસ્તારોમાં થઈ હતી. હજારો મકાનો ધરાશાયી થયા હતા અને મોટી સંખ્યામાં લોકોનાં મોત થયા હતા. ગુજરાતના આ ભૂકંપને દેશની સૌથી મોટી કુદરતી આપત્તિઓમાં ગણવામાં આવે છે.

vtv app promotion

આ પણ વાંચો- નેપાળમાં પૂરનો વધુ એક ખતરો! કૈલાશ માનસરોવરના રૂટ પર એલર્ટ જાહેર

26 એપ્રિલ 1990: ચીનમાં શક્તિશાળી ભૂકંપ

26 એપ્રિલ 1990ના રોજ ચીનના ક્વિંગહાઈ વિસ્તારમાં લગભગ 7.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે અનેક વિસ્તારોમાં ઈમારતો અને માળખાને નુકસાન થયું હતું.આ આપત્તિમાં 100થી વધુ લોકોનાં મોત થયા હતા. ભૂકંપ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

26 નવેમ્બર 1987: ઇન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામી

26 નવેમ્બર 1987ના રોજ ઇન્ડોનેશિયાના પંતાર વિસ્તારમાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ દરિયામાં સુનામી સર્જાઈ હતી.આ કુદરતી આફતમાં લગભગ 125 લોકોનાં મોત થયા હતા. દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં અનેક લોકો પ્રભાવિત થયા હતા.

26 મે 1983: જાપાનમાં ભૂકંપ બાદ સુનામી

26 મે 1983ના રોજ ઉત્તરી જાપાનમાં 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ બાદ સુનામી સર્જાઈ હતી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું.આ ઘટનામાં 100થી વધુ લોકોનાં મોત થયા હતા. જાપાનની ભૂગર્ભીય સ્થિતિને કારણે અહીં ભૂકંપ અને સુનામીનું જોખમ પહેલાથી જ વધારે રહે છે.

26 જુલાઈ 1963: સ્કોપ્જેમાં વિનાશક ભૂકંપ

26 જુલાઈ 1963ના રોજ તત્કાલીન યુગોસ્લાવિયાના સ્કોપ્જે શહેરમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપે શહેરના મોટા ભાગને અસર કરી હતી અને ઈમારતો ધરાશાયી થઈ હતી.આ આપત્તિમાં લગભગ 1,070 લોકોનાં મોત થયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ શહેરના પુનર્નિર્માણ માટે મોટા પાયે કામગીરી કરવામાં આવી હતી.

તો શું ખરેખર 26 તારીખ મનહૂસ છે?

26 તારીખે બનેલી આ ઘટનાઓની યાદી ચોક્કસપણે ચોંકાવનારી છે. નેપાળની તાજેતરની વિનાશક પૂરથી લઈને 2004ની સુનામી, 2001ના ગુજરાત ભૂકંપ અને 2005ના મુંબઈ પૂર સુધી અનેક મોટી કુદરતી આફતો 26 તારીખ સાથે જોડાયેલી છે.પરંતુ તેનો અર્થ એ નથી કે 26 તારીખ ખરેખર મનહૂસ છે. પૃથ્વી પર દર વર્ષે હજારો ભૂકંપ, પૂર, ચક્રવાત અને અન્ય કુદરતી ઘટનાઓ બને છે. કોઈ ચોક્કસ તારીખે બનેલી કેટલીક મોટી ઘટનાઓને એકસાથે જોવાથી સંયોગ ખૂબ મોટો લાગતો હોઈ શકે છે.વિજ્ઞાનમાં કોઈ પુરાવો નથી કે 26 તારીખ અન્ય તારીખો કરતાં વધુ કુદરતી આફતો લાવે છે. તેથી 26 તારીખને ‘મનહૂસ’ ગણવા કરતાં આ ઘટનાઓને કુદરતી પ્રક્રિયા અને સંયોગ તરીકે જોવી વધુ યોગ્ય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Major Natural Disasters 26th Date Disasters Nepal Flood 2026

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ