ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / તહેવારોમાં સસ્તી થશે ખાંડ! ભાવને કાબુમાં લેવા કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, ગરીબોને રાહત
Last Updated: 05:19 PM, 1 September 2026
ADVERTISEMENT
આગામી તહેવારોની મોસમમાં સામાન્ય જનતાને રાહત આપવા અને બજારમાં ખાંડના વધતા ભાવોને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે ડીલરો માટેની સ્ટોક મર્યાદામાં ઘટાડો કરીને તેને અડધી કરી નાખી છે. સરકારના આ નિર્ણયને કારણે તહેવારો પર ખાંડ વ્યાજબી ભાવે મળી રહેશે.
ADVERTISEMENT
2000 ક્વિન્ટલથી વધુ ખાંડનો સંગ્રહ નહીં કરી શકે
નવા જાહેર કરાયેલા નિયમો અનુસાર, 15 સપ્ટેમ્બર 2026 થી દેશભરના ખાંડના વેપારીઓ અને ડીલરો પોતાના ગોદામોમાં 2000 ક્વિન્ટલથી વધુ ખાંડનો સંગ્રહ કરી શકશે નહીં. અત્યાર સુધી આ મર્યાદા 4000 ક્વિન્ટલની હતી. તે ઉપરાંત કોઈપણ વેપારી ખાંડની ખરીદી કર્યાની તારીખથી 30 દિવસથી વધુ સમય સુધી તે જથ્થાને પોતાના ગોદામમાં રાખી શકશે નહીં.
ADVERTISEMENT
તહેવારો પર નહીં પડે ખાંડની અછત
સરકારના આ નિર્ણયથી આગામી તહેવારોમાં ગરીબોને સસ્તા ભાવે ખાંડ મળી રહેશે. ડીલર્સ સંગ્રહ નહીં કરી શકે તેથી બજારમાં પૂરતી માત્રામાં ખાંડ ઉપલબ્ધ થઈ રહેશે અને ભાવ આપોઆપ નીચા રહેશે.
ADVERTISEMENT
ગુજરાત સરકારે શું નિર્ણય લીધો?
ઉલ્લેખનીય છે કે ગત રોજ ગુજરાત સરકારે ખાંડ માટે ચલણ ભરવા માટેનો સમય વધારવાનો નિર્ણય લીધો છે. સરકારના નિર્ણય મુજબ, આગામી ૩ સપ્ટેમ્બર સુધી ચલણ ભરી શકાશે. તહેવારોમાં ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે સરકારે આ નિર્ણય લીધો છે. ઓગસ્ટ મહિનામાં 7100 મેટ્રીક ટન ખાંડની ફાળવણી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
મુખ્ય બજારમાં ખાંડના ભાવ 80 રૂપિયે પ્રતિ કિલો
ADVERTISEMENT
સમગ્ર રાજ્યના ખાંડ નું અછત સર્જાઈ છે, મુખ્ય બજારમાં ખાંડના ભાવ 80 રૂપિયે પ્રતિ કિલો થયા છે ત્યારે હવે ગરીબો ના ઘર માં પણ સપ્ટેમ્બર માસમાં ખાંડ જોવા નહીં મળે કારણ કે સસ્તા અનાજની દુકાનો માંથી BPL અને અંત્યોદય કાર્ડ ધારકોને ખાંડ ફાળવવામાં નહીં આવે, સપ્ટેમ્બર માસ માં જે ટિકિટ અને પરમિટ ઇસ્યુ કરવામાં આવી છે એમાં ખાંડ નું કોલમ જ કાઢી નાખવામાં આવ્યું છે જ્યારે મળતી માહિતી પ્રમાણે ગુજરાત માં કુલ 70 લાખ થી વધુ લોકોને દર મહિને 1 કિલો ખાંડ ફાળવવામાં આવે છે ત્યારે આ મહિને તહેવારો પણ આવતા હોવાથી ભગવાનના પ્રસાદ પણ ફિક્કો બનાવવો પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો