ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / CMની અધ્યક્ષતામાં 2જી સપ્ટેમ્બરના રોજ યોજાશે મહત્વની કેબિનેટ બેઠક, જાણો કેટલાં વાગ્યે?
Last Updated: 02:12 PM, 1 September 2026
ADVERTISEMENT
ગાંધીનગરમાં આવતીકાલે બપોરે 3 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવાની છે. રાજ્ય સરકારની આ બેઠકમાં હાલ રાજ્યમાં વરસાદ ખેંચાતા ઉભી થયેલી સ્થિતિને લઈને ખાસ સમીક્ષા કરવામાં આવશે. વરસાદની સ્થિતિના કારણે અનેક વિસ્તારોમાં પીવાના પાણી, સિંચાઈ અને પશુઓના ઘાંસચારાને લઈને ચિંતા ઉભી થઈ શકે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કેબિનેટ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
ADVERTISEMENT

રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો પડ્યો છે, ત્યારે આવા વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવા અંગે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થવાની છે. ઓછા વરસાદવાળા વિસ્તારોની સ્થિતિ શું છે અને ત્યાં લોકોને તેમજ પશુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકાર દ્વારા શું પગલાં લઈ શકાય તે મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે. ખાસ કરીને પીવાના પાણીની વ્યવસ્થા, ખેતી માટે સિંચાઈનું પાણી અને પશુઓ માટે ઘાંસચારો ઉપલબ્ધ કરાવવા અંગે સરકાર આગળની કામગીરી નક્કી કરી શકે છે.
ADVERTISEMENT
આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. પીએમ મોદીના આગામી કાર્યક્રમોને લઈને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવનારા આયોજન અને તૈયારીઓ અંગે પણ બેઠકમાં માહિતી લેવામાં આવશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ પર રાજ્યમાં યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે પણ ચર્ચા થશે. આ કાર્યક્રમોને કેવી રીતે આયોજનબદ્ધ રીતે યોજવા અને રાજ્ય સરકારની તૈયારીઓ કેવી રીતે આગળ વધારવી તે અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
ADVERTISEMENT
કેબિનેટ બેઠકમાં આગામી વિધાનસભા સત્રને લઈને પણ મહત્વની ચર્ચા થશે. વિધાનસભા સત્રમાં કયા વિધેયક રજૂ કરવામાં આવવાના છે અને સત્ર દરમિયાન કયા કામકાજ હાથ ધરવાના છે તે અંગે ચર્ચા કરવામાં આવશે. સરકારના આગામી કામકાજ અને વિધાનસભા સત્રની તૈયારીઓને લઈને પણ બેઠકમાં જરૂરી નિર્ણય લેવામાં આવી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : હવેથી ખાનગી NCC કેડેટ્સનો રાષ્ટ્રીય કેમ્પનો 100% ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે
આ સિવાય રાજ્ય સરકારના આગામી આયોજનો અને વિવિધ નીતિગત વિષયો પર પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. એટલે આવતીકાલે યોજાનારી આ બેઠકમાં વરસાદની સ્થિતિથી લઈને પાણી, સિંચાઈ, પશુઓના ઘાંસચારા, ઓછા વરસાદવાળા વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવા, વડાપ્રધાન મોદીના આગામી કાર્યક્રમો, તેમના જન્મ દિવસના કાર્યક્રમો તેમજ વિધાનસભા સત્રમાં રજૂ થનારા વિધેયક અને કામકાજ જેવા અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. રાજ્યની હાલની સ્થિતિ અને સરકારના આગામી આયોજનને જોતા આ કેબિનેટ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ