ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દ્વારકામાં જન્માષ્ટમીના દિવસે દર્શન સમયમાં મોટો ફેરફાર, સવારે મંગળા આરતીથી મધરાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવ આરતી સુધીનું સંપૂર્ણ સમયપત્રક જાહેર
Last Updated: 03:06 PM, 1 September 2026
ADVERTISEMENT
આગામી શ્રાવણ વદ આઠમના પવિત્ર દિવસે યાત્રાધામ દ્વારકામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમીના પાવન પ્રસંગને લઈને શ્રી દ્વારકાધીશ મંદિરમાં ભક્તોને દર્શનનો લાભ મળી રહે તે માટે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જન્માષ્ટમીના દિવસે સવારે 6થી 8 વાગ્યા સુધી મંગળા આરતી અને દર્શન થશે. ત્યારબાદ સવારે 8થી 9 વાગ્યા સુધી શ્રીજીના ખુલ્લા પડદે સ્નાનનાં દર્શન થશે. સવારે 9થી 9:45 વાગ્યા સુધી ભીતર પૂજા હોવાથી દર્શન બંધ રહેશે. સવારે 9:45થી 10 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે, જ્યારે 10થી 10:15 વાગ્યા સુધી ફરી દર્શન બંધ રહેશે. ત્યારબાદ 10:15થી 10:45 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે.
ADVERTISEMENT

સવારે 10:45થી 11 વાગ્યા સુધી સ્નાન ભોગ અને શૃંગાર ભોગ હોવાથી દર્શન બંધ રહેશે. સવારે 11 વાગ્યે શૃંગાર આરતી સાથે દર્શન શરૂ થશે. ત્યારબાદ સવારે 11:20થી 11:30 વાગ્યા સુધી ગ્વાલ ભોગના કારણે દર્શન બંધ રહેશે અને 11:30થી બપોરે 12 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે. બપોરે 12થી 12:30 વાગ્યા સુધી રાજભોગ હોવાથી દર્શન બંધ રહેશે. બપોરે 12:30થી 1 વાગ્યા સુધી ફરી દર્શન કરી શકાશે. ત્યારબાદ બપોરે 1થી સાંજે 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે.
ADVERTISEMENT
સાંજે 5 વાગ્યે ઉત્થાપન દર્શન સાથે મંદિરના દર્શન ફરી શરૂ થશે. સાંજે 5:45થી 6 વાગ્યા સુધી ભોગ દર્શન બંધ રહેશે. ત્યારબાદ સાંજે 6થી 7:30 વાગ્યા સુધી ભક્તોને દર્શનનો લાભ મળશે. સાંજે 7:30થી 7:45 વાગ્યા સુધી સંધ્યા ભોગના કારણે દર્શન બંધ રહેશે અને ત્યારબાદ 7:45થી 8 વાગ્યા સુધી સંધ્યા આરતી થશે. રાત્રે 8થી 8:10 વાગ્યા સુધી શયન ભોગ હોવાથી દર્શન બંધ રહેશે. 8:10થી 8:30 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે અને રાત્રે 8:30 વાગ્યે શયન આરતી થશે. શયન આરતી બાદ રાત્રે 8:30થી 9 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે. રાત્રે 9 વાગ્યે મંદિર બંધ થશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : 'નિધિની હત્યા કરીને લાશને ફાંસીએ લટકાવી' સુરતમાં ચકચારી હત્યા કેસમાં ભાઈનો મોટો આરોપ
જન્માષ્ટમીના મુખ્ય જન્મોત્સવ પ્રસંગે મધ્યરાત્રિ 12 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ આરતી યોજાશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો દ્વારકાધીશના દર્શન માટે ઉમટી પડવાની સંભાવના છે. જન્માષ્ટમીના દિવસે દર્શનના સમયમાં થયેલા આ ફેરફારને ધ્યાનમાં રાખીને ભક્તોએ મંદિર પહોંચતા પહેલાં દર્શનનો સમય જાણી લેવાની અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો