ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / ‘નહીં તો અપરાધ થઈ જશે’, ‘હનુમાન અંશ’ના મેકર્સને પ્રેમાનંદ મહારાજે કેમ આપી વોર્નિંગ?
4 ફોટો ગેલેરી
Last Updated: 12:20 AM, 2 September 2026
1/4
નીમ કરોલી બાબાના દિવ્ય જીવન પર આધારિત ફિલ્મ 'હનુમાન અંશ' હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. માત્ર ₹2 કરોડના અતિ સામાન્ય બજેટમાં બનેલી આ ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડતાં ₹50 કરોડનો આંકડો પાર કરી લીધો છે. પરંતુ આ સફળતા પાછળ એક ખાસ વાર્તા છુપાયેલી છે. ફિલ્મ નિર્માતા અનુપ્રિયા નાગરે આ ફિલ્મ બનાવતા પહેલાં પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજ પાસેથી આશીર્વાદ અને માર્ગદર્શન મેળવ્યા હતા, જેણે આ ફિલ્મને મોટી દુર્ઘટના અને ટ્રોલિંગમાંથી બચાવી લીધી.
2/4
ફિલ્મના નિર્માણ પહેલાં જ્યારે નિર્માતાએ સંત પ્રેમાનંદ મહારાજની મુલાકાત લીધી, ત્યારે મહારાજજીએ સ્પષ્ટ શબ્દોમાં હિદાયત આપી હતી કે કોઈ પણ મહાપુરુષ કે સંતના જીવન પર ફિલ્મ બનાવતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, લોકપ્રિયતા કે કમાણી મેળવવા માટે કોઈ પણ સંતના ચરિત્રમાં કાલ્પનિક કે સંસારિક વિષયો ન ઉમેરવા જોઈએ. જો લોકપ્રિયતા માટે સત્યથી વેગળા થઈને ખોટી બાબતો પીરસવામાં આવશે, તો તે એક મોટો અપરાધ ગણાશે.
ADVERTISEMENT
3/4
4/4
'હનુમાન અંશ' ના મેકર્સે પ્રેમાનંદ મહારાજની આ વાતોને ગંભીરતાથી લીધી અને કોઈ પણ પ્રકારના મસાલા કે અસત્ય ઉમેર્યા વિના મર્યાદામાં રહીને ફિલ્મ બનાવી. શરૂઆતના દિવસોમાં ધીમી ગતિએ ચાલ્યા બાદ ૧૭મા દિવસે ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત સ્પીડ પકડી હતી અને ૨૫ દિવસમાં ₹૫૦ કરોડનું કલેક્શન કરીને ૨૦૨૬ ની સૌથી મોટી સરપ્રાઈઝ હિટ સાબિત થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ