ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / ગજકેસરી યોગથી 3 રાશિઓનું ભાગ્ય ચમકશે, બની શકે છે માલામાલ!
5 ફોટો ગેલેરી
Last Updated: 11:03 PM, 1 September 2026
1/5
7 સપ્ટેમ્બરે ચંદ્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે જ્યાં ગુરુ પહેલેથી જ બીરાજમાન છે. આ બંને ગ્રહોની યુતિથી કર્ક રાશિમાં ગજકેસરી યોગની રચના થશે. જ્યોતિષશાસ્ત્રીઓના મતે આ યોગ ત્રણ રાશિઓ માટે વિશેષ લાભકારક સાબિત થશે. તેની અસરથી આ રાશિઓની આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે, વર્કપ્લેસની અડચણો દૂર થઈ શકે છે અને પ્રેમ કે જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બની શકે છે. ચાલો તેમના વિષે જાણીએ.
2/5
તમારા માટે આ યોગ ખાસ મહત્ત્વનો છે કેમ કે તે તેમની પોતાની રાશિમાં જ બનશે. આથી આત્મવિશ્વાસ વધી શકે છે અને અનેક ક્ષેત્રોમાં સારા પરિણામો મળવાના સંકેત છે. પ્રેલવ લાઈફમાં વાતચીતથી ગેરસમજ દૂર થઈ શકે છે. પરિવારનો સહયોગ મળશે, ઘરમાં સુખ-શાંતિ વધી શકે છે અને ભૌતિક સુખ-સુવિધાઓમાં પણ વૃદ્ધિ થવાની શક્યતા છે.
ADVERTISEMENT
3/5
તમારા માટે પણ સમય અનુકૂળ રહી શકે છે. આર્થિક બાબતોમાં લાભના મોકા ઊભા થઈ શકે છે. કોઈ મહત્ત્વની નાણાકીય યોજના પર કામ શરૂ કરી શકાય છે. વર્કપ્લેસમાં તમારી મહેનત પર ધ્યાન આપવામાં આવશે અને નવી જવાબદારીઓ મળી શકે છે. મોટી યાત્રાના યોગ પણ બની શકે છે. આર્થિક મજબૂતી સાથે ભવિષ્યની યોજનાઓને આગળ વધારવાનો અવસર મળશે.
4/5
તમારા માટે ગજકેસરી યોગ અનેક બાબતોમાં સકારાત્મક પરિણામો આપી શકે છે. ઘરની સુખ-સુવિધાઓ પર ખર્ચ કરવાના મોકા મળી શકે છે. તમારી વાણી અને વ્યક્તિત્વની અસર વધી શકે છે જેનો લાભ કાર્યક્ષેત્રમાં પણ મળી શકે છે. લગ્ન સંબંધિત બાબતોમાં આગળ વધવાનો અવસર મળી શકે છે અને જીવનસાથી અંગે પરિવાર સાથે વાતચીત થઈ શકે છે. નોકરી કરતા લોકો માટે સમય ખાસ રહી શકે છે. ઘરમાં સુખ-શાંતિ અને પ્રસન્નતાનો માહોલ બન્યો રહેશે.
ADVERTISEMENT
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ