ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સપ્ટેમ્બરમાં અડધો મહિનો બેંક બંધ રહેશે, અહીં જુઓ સંપૂર્ણ લિસ્ટ
5 ફોટો ગેલેરી
Last Updated: 11:40 PM, 1 September 2026
1/5
સપ્ટેમ્બર 2026 મહિનામાં જો તમારે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામકાજ પતાવવાનું હોય, તો આ સમાચાર તમારા માટે ખૂબ અગત્યના છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર હોલિડે કેલેન્ડર મુજબ, સપ્ટેમ્બર મહિનામાં વિવિધ તહેવારો, જાહેર રજાઓ અને સાપ્તાહિક રજાઓને કારણે દેશના જુદા જુદા રાજ્યોમાં કુલ 14 દિવસ બેંકો બંધ રહેશે. આ ઉપરાંત, બેંક યુનિયનો દ્વારા દેશવ્યાપી હડતાળનું પણ એલન કરવામાં આવ્યું છે.
2/5
ADVERTISEMENT
3/5
જાહેર રજાઓ ઉપરાંત યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા 11 સપ્ટેમ્બર 2026 ના રોજ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી છે. બેંક કર્મચારી યુનિયનો અઠવાડિયામાં 5 દિવસનું કામકાજ, પેન્શન યોજનામાં સુધારો અને પરફોર્મન્સ લિંક્ડ ઈન્સેન્ટિવ સહિતના મુદ્દાઓને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. 11 સપ્ટેમ્બરે શુક્રવાર હોવાથી અને ત્યારબાદ બીજા શનિવાર તથા રવિવારની રજા આવતી હોવાથી સળંગ ત્રણ દિવસ બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. આ સિવાય સપ્ટેમ્બરના અંતમાં અર્ધવાર્ષિક ક્લોઝિંગ દરમિયાન પણ યુનિયનોએ હડતાળની ચેતવણી આપી છે.
4/5
4 સપ્ટેમ્બર: જન્માષ્ટમી (વૈષ્ણવ) અને કૃષ્ણ જયંતી, 6 સપ્ટેમ્બર: રવિવાર (સાપ્તાહિક રજા), 11 સપ્ટેમ્બર: જયપુરમાં પાલિકા ચૂંટણી અને પ્રસ્તાવિત દેશવ્યાપી હડતાળ, 12 સપ્ટેમ્બર: શ્રીમંત શંકરદેવ તિથિ (ગુવાહાટી), 13 સપ્ટેમ્બર: રવિવાર (સાપ્તાહિક રજા), 14 સપ્ટેમ્બર: ગણેશ ચતુર્થી (મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ સહિત અનેક શહેરો), 15 સપ્ટેમ્બર: સંવત્સરી / નુઆખાઈ (અમદાવાદ, ભુવનેશ્વર અને ગોવા), 20 સપ્ટેમ્બર: રવિવાર (સાપ્તાહિક રજા), 21 સપ્ટેમ્બર: શ્રી નારાયણ ગુરુ સમાધિ / શંકરદેવ જન્મોત્સવ, 22 સપ્ટેમ્બર: કરમા પૂજા (રાંચી), 23 સપ્ટેમ્બર: મહારાજા હરિસિંહ જી જ્યંતિ (જમ્મુ-શ્રીનગર), 25 સપ્ટેમ્બર: ઈન્દ્રજાત્રા (ગંગટોક), 26 સપ્ટેમ્બર: ચોથો શનિવાર (સાપ્તાહિક રજા), 27 સપ્ટેમ્બર: રવિવાર (સાપ્તાહિક રજા).
ADVERTISEMENT
5/5
બેંક શાખાઓ ભૌતિક રીતે બંધ હોવા છતાં ગ્રાહકોને ડિજિટલ સેવાઓમાં કોઈ અગવડ પડશે નહીં. એટીએમ (ATM), યુપીઆઈ (UPI), ઈન્ટરનેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ સેવાઓ ચોવીસે કલાક કાર્યરત રહેશે. આ ઉપરાંત આરટીજીએસ (RTGS) અને એનઇએફટી (NEFT) જેવી નાણાકીય ટ્રાન્સફર સેવાઓ પણ નિયમિતપણે ચાલુ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ