ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ‘ઘરમાં ઘૂસીને મારીશું’, ‘પદ્માવત’ના જૌહર સીન પર નિવેદન આપતાં સ્વરા ભાસ્કરને કરણી સેનાની ધમકી!

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / ‘ઘરમાં ઘૂસીને મારીશું’, ‘પદ્માવત’ના જૌહર સીન પર નિવેદન આપતાં સ્વરા ભાસ્કરને કરણી સેનાની ધમકી!

Last Updated: 08:31 AM, 2 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર ફરી એકવાર ‘પદ્માવત’ ફિલ્મના જૌહર સીનને લઈને ચર્ચામાં આવી છે. તેમના નિવેદન બાદ હવે કરણી સેના તરફથી વિરોધ સાથે ધમકી આપવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે.

1/6

photoStories-logo

1. સ્વરા ભાસ્કરને મળી ધમકી!

સ્વરા ભાસ્કરે ‘પદ્માવત’ના જૌહર સીન પર સવાલ ઉઠાવતાં કહ્યું કે આવા દૃશ્યો યૌન હિંસામાંથી પસાર થયેલી મહિલાઓ પર કેવી અસર કરી શકે છે. તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે. કેટલાક લોકો સ્વરાના વિચારોનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાકે તેનો વિરોધ કર્યો છે. આ દરમિયાન કરણી સેના સાથે જોડાયેલા કેટલાક પદાધિકારીઓએ સ્વરા ભાસ્કરના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી છે. મામલો હવે ધમકી સુધી પહોંચ્યો હોવાના દાવા સામે આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સ્વરાના નિવેદનથી ફરી વિવાદ

સ્વરા ભાસ્કરે ‘પદ્માવત’ના જૌહર સીન અંગે પોતાની જૂની આપત્તિ ફરી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે ફિલ્મોમાં આવા દૃશ્યો રજૂ કરતી વખતે તેના સામાજિક અને માનસિક પ્રભાવ વિશે પણ વિચારવું જોઈએ. ખાસ કરીને યૌન હિંસાનો સામનો કરી ચૂકેલી મહિલાઓ માટે આવા દૃશ્યો કેવી અસર કરી શકે છે તે અંગે તેમણે સવાલ ઉઠાવ્યો છે. તેમના આ નિવેદન બાદ ફિલ્મ અને જૌહરની પરંપરાને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. કરણી સેનાએ વ્યક્ત કર્યો વિરોધ

સ્વરા ભાસ્કરના નિવેદન સામે કરણી સેના મહિલા વિંગની રાષ્ટ્રીય અધ્યક્ષ કીર્તિ રાઠોડે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સ્વરાને પોતાની ભાષા સુધારવાની નસીહત આપી હોવાનું સામે આવ્યું છે. તેમણે કહ્યું કે રાજપૂત સમાજની વીરાંગનાઓના બલિદાન અને શૌર્ય અંગે અપમાનજનક ટિપ્પણી સ્વીકારવામાં આવશે નહીં. તેમના મતે જૌહરને સમજવા માટે તે સમયનો ઇતિહાસ અને પરિસ્થિતિ સમજવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ઇતિહાસ અને તથ્યોના આધારે સવાલ ઉઠાવવાની વાત

કીર્તિ રાઠોડે કહ્યું કે કોઈપણ ઐતિહાસિક પ્રથા અંગે સવાલ ઉઠાવવામાં આવે તો તે ઇતિહાસ અને તથ્યોના આધારે થવો જોઈએ. તેમણે રાજપૂત મહિલાઓના બલિદાનને લઈને કરવામાં આવતી ટિપ્પણીઓ સામે વિરોધ નોંધાવ્યો છે. કરણી સેનાનું કહેવું છે કે રાજપૂત સમાજના ઇતિહાસ અને વીરાંગનાઓના ત્યાગને અપમાનિત કરવાના કોઈપણ પ્રયાસનો વિરોધ કરવામાં આવશે. આ નિવેદન બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ‘ઘરમાં ઘૂસીને મારીશું’ જેવી ધમકીનો દાવો

આ સમગ્ર મામલામાં સૌથી ગંભીર વાત કરણી સેનાના મુંબઈ અધ્યક્ષ સુરજીત સિંહ રાઠોડના કથિત નિવેદનને લઈને છે. અહેવાલ મુજબ તેમણે સ્વરા ભાસ્કર પર રાજસ્થાનની મહિલાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જાહેર માફીની માંગ કરી હોવાનું પણ સામે આવ્યું છે. સાથે જ સ્વરા ભાસ્કર જ્યાં જોવા મળે ત્યાં તેમનું મોઢું કાળું કરવાની અને ‘ઘરમાં ઘૂસીને મારીશું’ જેવી ધમકી આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સ્વરા ભાસ્કરની પ્રતિક્રિયાની રાહ

હાલ આ મામલે સ્વરા ભાસ્કર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. એક તરફ સ્વરાના નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ કરણી સેનાના વિરોધ અને કથિત ધમકીને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. ઐતિહાસિક વિષયો અને ફિલ્મોમાં તેમની રજૂઆતને લઈને અગાઉ પણ અનેક વખત વિવાદો થયા છે. હવે સ્વરા ભાસ્કર આ મામલે શું પ્રતિક્રિયા આપે છે તેના પર સૌની નજર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Karni Sena Padmaavat Controversy Swara Bhasker
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ