ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / જન્માષ્ટમીએ 15 વર્ષ બાદ અષ્ટમી-રોહિણી નક્ષત્રનો દુર્લભ સંયોગ; જાણો પૂજાનો શુભ મુહૂર્ત!

photo-story

9 ફોટો ગેલેરી

ધર્મ / જન્માષ્ટમીએ 15 વર્ષ બાદ અષ્ટમી-રોહિણી નક્ષત્રનો દુર્લભ સંયોગ; જાણો પૂજાનો શુભ મુહૂર્ત!

Last Updated: 02:38 PM, 2 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

2026ની જન્માષ્ટમી ભક્તો માટે ખાસ રહેવાની છે. 4 સપ્ટેમ્બરે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયે અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે.

1/9

photoStories-logo

1. 15 વર્ષ બાદ જન્માષ્ટમીનો અદ્ભુત સંયોગ!

ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદરવા વદ આઠમની મધ્યરાત્રિએ રોહિણી નક્ષત્રમાં થયો હતો. આ કારણે જન્માષ્ટમીના દિવસે અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રનું મિલન અત્યંત શુભ માનવામાં આવે છે. આ વર્ષે ચંદ્રમા પણ વૃષભ રાશિમાં રહેશે. જેના કારણે આ સંયોગને વધુ વિશેષ માનવામાં આવી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. 2026માં ક્યારે ઉજવાશે જન્માષ્ટમી?

ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 4 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે 2:25 વાગ્યે શરૂ થશે. જ્યારે અષ્ટમી તિથિનું સમાપન 5 સપ્ટેમ્બર 2026ની રાત્રે 12:13 વાગ્યે થશે. ઉદયતિથિ અને ભગવાન શ્રીકૃષ્ણના જન્મસમયને ધ્યાનમાં રાખીને આ વર્ષે જન્માષ્ટમી 4 સપ્ટેમ્બર શુક્રવારના રોજ ઉજવવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/9

photoStories-logo

3. 15 વર્ષ બાદ અષ્ટમી-રોહિણીનો દુર્લભ સંયોગ

આ વર્ષની જન્માષ્ટમીની સૌથી ખાસ વાત તેનો મધ્યરાત્રિનો સંયોગ છે. 4 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ અષ્ટમી તિથિ સાથે રોહિણી નક્ષત્ર રહેશે. આ સાથે ચંદ્રમા વૃષભ રાશિમાં સ્થિત રહેશે. ધાર્મિક માન્યતા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયે પણ અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિમાં ચંદ્રની સ્થિતિ હતી.આ સંયોગને કારણે આ વર્ષની જન્માષ્ટમીને વિશેષ માનવામાં આવી રહી છે. માન્યતા છે કે આ શુભ સમયે ભગવાન શ્રીકૃષ્ણની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. જન્માષ્ટમીની પૂજાનો શુભ મુહૂર્ત

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મધ્યરાત્રિએ થયો હોવાની ધાર્મિક માન્યતા છે. તેથી જન્માષ્ટમીની મુખ્ય પૂજા પણ રાત્રે કરવામાં આવે છે. 2026માં પૂજાનો શુભ સમય 4 સપ્ટેમ્બરની રાત્રે 11:57 વાગ્યાથી 5 સપ્ટેમ્બરની રાત્રે 12:43 વાગ્યા સુધી રહેશે.આ દરમિયાન ભક્તો લાડુ ગોપાલનો અભિષેક કરી શકે છે. ત્યારબાદ ભગવાનને નવા વસ્ત્ર પહેરાવી સુંદર શણગાર કરવામાં આવે છે. મધ્યરાત્રિએ ભગવાનના જન્મોત્સવ બાદ આરતી અને ભજન કીર્તન કરી પ્રસાદનું વિતરણ કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/9

photoStories-logo

5. આ રીતે કરો લાડુ ગોપાલની પૂજા

જન્માષ્ટમીના દિવસે સૌથી પહેલા ઘરના પૂજાસ્થળની સફાઈ કરો. ત્યારબાદ લાડુ ગોપાલની મૂર્તિને સ્વચ્છ સ્થાન પર સ્થાપિત કરો. મધ્યરાત્રિના શુભ સમયે ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવો અને ત્યારબાદ નવા વસ્ત્ર પહેરાવો. લાડુ ગોપાલને મુકુટ, મોરપીંછ, ફૂલ અને અન્ય શણગાર સામગ્રીથી શણગારો. ત્યારબાદ તેમને પાલનામાં બિરાજમાન કરીને શ્રદ્ધાપૂર્વક ઝૂલો ઝુલાવો. ભગવાનના જન્મ સમયે ભજન કીર્તન કરો અને 'નંદ કે આનંદ भयो, જય કનૈયા લાલ કી'ના જયઘોષ સાથે જન્મોત્સવ ઉજવો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. કાન્હાને આ વસ્તુઓનો ભોગ ધરાવો

ભગવાન શ્રીકૃષ્ણને માખણ અને મિશ્રી ખૂબ પ્રિય હોવાનું ધાર્મિક માન્યતાઓમાં કહેવામાં આવે છે. તેથી જન્માષ્ટમીની પૂજામાં માખણ મિશ્રીનો ભોગ ખાસ ધરાવી શકાય છે. આ ઉપરાંત તુલસીના પાન સાથે પંચામૃત પણ અર્પણ કરી શકાય છે.કાન્હાને પંજરી, ફળ, સૂકો મેવો, નાળિયેર, મીઠાઈ અને અન્ય સાત્વિક પ્રસાદ પણ ધરાવી શકાય છે. પૂજા દરમિયાન ભગવાન પાસે તેમની પ્રિય વાંસળી પણ રાખી શકાય છે. ભોગ ધરાવ્યા બાદ પરિવારની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/9

photoStories-logo

7. પૂજા બાદ શ્રીકૃષ્ણની આરતી કરો

લાડુ ગોપાલની પૂજા અને ભોગ બાદ ભગવાન શ્રીકૃષ્ણની આરતી કરવી જોઈએ. ત્યારબાદ ઘરના તમામ સભ્યોને પ્રસાદ વહેંચો. જે ભક્તો જન્માષ્ટમીનું વ્રત રાખે છે તેઓ પોતાની પરંપરા અને વ્રતના નિયમો અનુસાર મધ્યરાત્રિની પૂજા પૂર્ણ થયા બાદ વ્રત ખોલી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. જન્માષ્ટમીના દિવસે આ વાતોનું ધ્યાન રાખો

જન્માષ્ટમીની પૂજામાં તુલસીના પાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તેથી ભગવાનને ભોગ ધરાવતી વખતે તુલસીનું પાન અર્પણ કરી શકાય છે. પૂજા દરમિયાન મનને શાંત રાખીને ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ.ધાર્મિક માન્યતા પ્રમાણે શ્રદ્ધા અને ભક્તિ સાથે કાન્હાની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મકતા અને સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. જન્માષ્ટમી માત્ર ઉત્સવનો દિવસ નથી પરંતુ શ્રીકૃષ્ણના પ્રેમ, ભક્તિ અને જીવનના સંદેશને સમજવાનો પણ અવસર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/9

photoStories-logo

9. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Krishna Janmashtami 2026 Janmashtami Muhurat Ashtami Rohini Yog
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ