ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભારતીય કંપનીઓ સરળતાથી મેળવી શકશે વિદેશી રોકાણ, GIFT Cityએ તેજ કરી તૈયારીઓ, SEBI-IFSCAની બેઠક મળી

અમદાવાદ / ભારતીય કંપનીઓ સરળતાથી મેળવી શકશે વિદેશી રોકાણ, GIFT Cityએ તેજ કરી તૈયારીઓ, SEBI-IFSCAની બેઠક મળી

Published By: Vishal Khamar

Last Updated: 03:52 PM, 2 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગિફ્ટ સિટીમાં ભારતીય કંપનીઓનાં બે બજારોમાં શેર લિસ્ટિંગ (ડ્યુઅલ લિસ્ટિંગ)ને મંજૂરી આપવાની પ્રક્રિયાએ હવે વેગ પકડ્યો છે.

ADVERTISEMENT

ગિફ્ટ સિટીમાં ભારતીય કંપનીઓનાં બે બજારોમાં શેર લિસ્ટિંગ (ડ્યુઅલ લિસ્ટિંગ)ને મંજૂરી આપવાની પ્રક્રિયાએ હવે વેગ પકડ્યો છે. ભારતીય કંપનીઓને વૈશ્વિક રોકાણકારો પાસેથી મૂડી ઊભી કરવાની તક આપવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) વચ્ચે ગયા મહિને અનેક બેઠકો યોજાઈ હતી, જેમાં આ સમગ્ર વ્યવસ્થાના નિયમો અને માળખા અંગે ચર્ચા થઈ હતી.

આ અંગેની ચર્ચા બે વર્ષથી વધુ સમયથી ચાલી રહી છે. હવે નિયમોના અમલ સાથે જોડાયેલા મહત્ત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જેમાં શેર લિસ્ટિંગ, ઇનસાઇડર ટ્રેડિંગ, શેર બાયબેક અને કંપનીના ટેકઓવર સંબંધિત સેબીના નિયમોમાં જરૂરી ફેરફારનો સમાવેશ થાય છે. આ માટે સેબી, IFSCA તેમજ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાઓ (MIIs)ના સભ્યોની સમિતિ ચર્ચા કરી રહી છે.

ડોલરમાં મૂડી ઊભી કરી શકાશે

સૂત્રોના જણાવ્યા મુજબ કંપનીઓને બિનનિવાસી અને અન્ય વૈશ્વિક રોકાણકારો પાસેથી ડોલરમાં મૂડી ઊભી કરવાની મંજૂરી મળી શકે છે, જોકે ગિફ્ટ સિટીના આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ પર લિસ્ટ થયેલા આવા સિક્યોરિટીઝમાં ભારતીય રોકાણકારોને ટ્રેડિંગ કરવાની મંજૂરી નહીં મળે તેવી શક્યતા છે. સેબી તરફથી શેરના ભાવમાં તફાવત, ઓછામાં ઓછું જાહેર શેરહોલ્ડિંગ અને અન્ય નિયમનકારી મુદ્દાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ડ્યુઅલ લિસ્ટિંગને મંજૂરી આપતાં પહેલાં આ મુદ્દાઓનો ઉકેલ લાવવો જરૂરી માનવામાં આવે છે.

૨૫ ટકા પબ્લિક શેરહોલ્ડિંગનો મુદ્દો પણ મહત્ત્વનો

હાલના ભારતીય નિયમો મુજબ લિસ્ટેડ કંપની માટે ઓછામાં ઓછું ૨૫ ટકા જાહેર શેરહોલ્ડિંગ જાળવવું જરૂરી છે, જોકે ગિફ્ટ સિટીના IFSC પ્લેટફોર્મ પર રોકાણકારો પાસે રહેલા શેરને આ ૨૫ ટકાની ગણતરીમાં સામેલ કરી શકાય કે નહીં તે અંગે સ્પષ્ટતા જરૂરી છે. આ ઉપરાંત ડ્યુઅલ લિસ્ટિંગ ધરાવતી કંપનીના જાહેર શેરનો હિસ્સો બે અલગ-અલગ બજારોમાં વહેંચાઈ શકે છે. તેથી શેરધારકોની માલિકીનો ચોક્કસ રેકોર્ડ, ડિપોઝિટરી વચ્ચે માહિતીનું આદાન-પ્રદાન અને બંને બજારોમાં થતી ટ્રેડિંગની દેખરેખ માટે મજબૂત વ્યવસ્થા ઊભી કરવી પડશે.

ટેક્સ અને વિદેશી ચલણ અંગે પણ નિયમો સ્પષ્ટ કરવા પડશે

ગિફ્ટ સિટીનું IFSC બજાર વિદેશી ચલણ આધારિત હોવાથી FEMA, ટેક્સ, એકાઉન્ટિંગ, મૂડી પરનો નફો, વિથહોલ્ડિંગ ટેક્સ અને વિદેશમાં નાણાં મોકલવાની પ્રક્રિયા જેવા મુદ્દાઓ અંગે પણ સ્પષ્ટ નિયમોની જરૂર પડશે. ટેક્સ સંબંધિત મુદ્દાઓ સેબીના કાર્યક્ષેત્ર બહાર હોવાથી આ અંગે સરકારને સ્પષ્ટતા કરવી પડશે.

ડાયરેક્ટ લિસ્ટિંગ માટે ત્રણમાંથી એક માપદંડ પૂરતો

IFSCAએ ગયા મહિને કંપનીઓને ગિફ્ટ સિટીના સ્ટોક એક્સચેન્જ પર પબ્લિક ઓફર વિના સીધા શેર લિસ્ટ કરવાની દરખાસ્ત પણ મૂકી હતી. ડ્રાફ્ટ નિયમો મુજબ, ભારતમાં કે વિદેશમાં લિસ્ટેડ ન હોય તેવી કંપનીએ નીચેના ત્રણમાંથી ઓછામાં ઓછો એક માપદંડ પૂર્ણ કરવો પડશે:

  • ઓછામાં ઓછી ૨ કરોડ ડોલરની ઓપરેટિંગ આવક
  • ઓછામાં ઓછો ૧૦ લાખ ડોલરનો પ્રી-ટેક્સ નફો
  • લિસ્ટિંગ બાદ ઓછામાં ઓછું ૫ કરોડ ડોલરનું માર્કેટ કેપિટલાઇઝેશન

ગિફ્ટ સિટીમાં પ્રથમ IPO XED Executive Developmentનું હતું, જે માર્ચમાં ઓછા સબ્સ્ક્રિપ્શનને કારણે પાછું ખેંચવામાં આવ્યું હતું. KYC જેવા મુદ્દાઓને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, આ સમસ્યાઓ હવે ઉકેલાઈ ગઈ છે અને ગિફ્ટ-IFSCમાં કેટલીક સંસ્થાઓને IPOમાં અન્ડરરાઇટ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગણેશોત્સવમાં અશ્લીલ અને ઉશ્કેરણીજનક ગીતો નહીં વગાડવા વડોદરા પોલીસની સૂચના

હાલમાં અમેરિકાની Tryfacta Inc કંપની IFSCAની IPO મંજૂરીની રાહ જોઈ રહી છે. તેના IPOનું કદ અંદાજે ૧૦થી ૧૫ કરોડ ડોલર હોવાનું જણાવાયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GIFT City SEBI dual listing

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ