ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહેસાણામાં કુખ્યાત ભાવેશ જીલીયા પર હુમલાના આરોપીઓ ઝડપાયા, કોણ છે મુખ્ય આરોપી?
Last Updated: 02:59 PM, 2 September 2026
ADVERTISEMENT
મહેસાણામાં કુખ્યાત ભાવેશ જીલીયા પર હુમલા કેસના આરોપીઓ ઝડપાઈ ગયા છે. સમગ્ર કેસમાં પોલીસે 6 આરોપીની અટકાયત કરી છે. હુમલામાં ત્રણ ગાડીઓ વાપરવામાં આવી હતી જેમાં એક બ્લેક અને એક વાઈટ સ્કોર્પિયો અને એક બલેનો કારનો ઉપયોગ થયો હતો. તમામ આરોપીઓ 3 મહિનાથી ભાવેશ જીલિયાની રેકી કરી રહ્યાં હતા. હજુ 4 આરોપીની ધરપકડ બાકી છે.
ADVERTISEMENT
કોણ છે આરોપીઓ?
૧.યુવરાજસિંહ ઉર્ફે કંટ્રોલ
ADVERTISEMENT
૨. શક્તિસિંહ ઉર્ફે લાલો
૩. આર્યન ઉર્ફે પટેલ
ADVERTISEMENT
૪ દીગ્વિજયસિંહ ઉર્ફે દીગુભાદીગ્વિજયસિંહ ઉર્ફે
૫ દેવેન્દ્ર ઉર્ફે દેવુભા
ADVERTISEMENT
૬ યુવરાજસિંહ ઉર્ફે ગગુભા
વધુ વાંચો : સુરતમાં બ્રિજ પર બિલ્ડરની ઘાતકી હત્યા, 4 શખ્સોએ છરીના 19 ઘા માર્યાં, આંતરડા બહાર આવ્યાં
ADVERTISEMENT
30 ઓગસ્ટની રાતે શું બન્યું હતું?
મહેસાણાના નાગલપુર ચોકડી પાસે આવેલ હાઇવે રોડ પર પકવાન ડાઇનિંગ હોલ નીચે માધવી પાર્લર નજીક 30 ઓગસ્ટ રાત્રે સનસનાટીભરી ઘટના બની હતી. ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામના રહીશ અને મસ્તાની ગૅંગ તરીકે ઓળખાતા ભાવેશ રબારી (ઉર્ફ ભાવેશ ઝીલિયા) પોતાની ફોર્ચ્યુનર ગાડી (GJ-05-RX-5754)માં મિત્રો સાથે બેઠા હતા, ત્યારે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.સફેદરંગની, નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી સ્કોર્પિયો ગાડીમાં આવેલા અજાણ્યા ઇસમોએ ભાવેશ ઝીલિયાની ફોર્ચ્યુનરને ડ્રાઇવર સાઇડથી જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ ગાડી રિવર્સ લઈને સતત બેથી ત્રણ વખત ટક્કરો મારી હતી. આ દરમિયાન સ્કોર્પિયોની ડ્રાઇવર સીટ તથા તેની પાછળના કાચમાંથી જાનથી મારી નાખવાના ઈરાદે રિવોલ્વર જેવા હથિયાર વડે અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ અચાનક થયેલા હુમલામાં ભાવેશ ઝીલિયાને ડાબા હાથના પંજાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.