ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખુશખબર : અમદાવાદમાં બનશે 1436 EWS આવાસ, રૂ. 150 કરોડના ખર્ચે બે યોજનાઓ મંજૂર

સુવિધા / ખુશખબર : અમદાવાદમાં બનશે 1436 EWS આવાસ, રૂ. 150 કરોડના ખર્ચે બે યોજનાઓ મંજૂર

Published By: Hiralal Parmar

Last Updated: 03:23 PM, 2 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વધુ 1436 EWS આવાસ બનશે જે માટે રૂ. 150 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.

ADVERTISEMENT

આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને પોતીકું ઘર મળી રહે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા PMAY 2.0ના AHP ઘટક હેઠળ ચાંદખેડા અને મોટેરા વિસ્તારમાં કુલ 1436 ઈડબ્લ્યુએસ આવાસોના નિર્માણની મંજૂરી આપવામાં આવી છે. બંને યોજનાઓ પાછળ કુલ રૂ. 150 કરોડથી વધુનો ખર્ચ થવાનો છે.

કયા વિસ્તારમાં બનશે સસ્તા આવાસ?

ચાંદખેડા-ઝુંડાલ, ટીપી-૭૪, એફપી-૧૪૪/૨ ખાતે રૂ. 13.01૧ કરોડના ખર્ચે ૧૨૬ આવાસ બનાવવામાં આવશે. આ કામગીરી કે.કે. કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવશે. જ્યારે ચાંદખેડા વોર્ડના મોટેરા-અ‌િમયાપુર, ટીપી-૪૬, એફપી-૨૩૩ ખાતે રૂ. ૧૩૭.૨૨ કરોડના ખર્ચે ૧૩૧૦ આવાસનું નિર્માણ શાંતિ કન્સ્ટ્રક્શન પ્રા. લિ. દ્વારા કરવામાં આવશે.

આવાસમાં કઈ કઈ સુવિધાઓ રહેશે?

આ આવાસ યોજનામાં માત્ર ફ્લેટ ઉપલબ્ધ કરાવવાનો જ નહીં, પરંતુ રહેવાસીઓને જરૂરી સામાજિક અને પાયાની સુવિધાઓ આપવાનો પણ સમાવેશ થાય છે. દરેક આવાસમાં ૩૫ ચો.મી.નો કાર્પેટ એરિયા રહેશે. આવાસ પરિસરમાં બાળકો માટે આંગણવાડી, સુરક્ષા વ્યવસ્થા માટે સિક્યોરિટી કેબિન અને વહીવટી કામગીરી માટે સોસાયટી ઓફિસની સુવિધા પણ ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત કેમ્પસમાં આંતરિક રસ્તા, લાઇટિંગ અને ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓ વિકસાવવામાં આવશે. બંને પ્રકલ્પ પૂર્ણ થયા બાદ કુલ ૧૪૩૬ ઈડબ્લ્યુએસ પરિવારોને સુવિધાયુક્ત આવાસ મળી શકશે. ખાસ કરીને ભાડાના મકાનમાં રહેતા અથવા પોતીકું ઘર ખરીદવાની ક્ષમતા ન ધરાવતા પરિવારો માટે આ યોજના ઘર મેળવવાની તક ઊભી કરશે.

વધુ વાંચો : ખુશખબર : PM મોદીની અપીલ બાદ સોના-ચાંદીના ભાવમાં આવ્યો ઘટાડો, જાણો કેટલા થયાં

મુખ્ય આંકડાઓ

  1. કુલ નવા ઈડબ્લ્યુએસ આવાસ ૧૪૩૬
  2. ચાંદખેડા-ઝુંડાલ આવાસ ૧૨૬
  3. મોટેરા-અ‌િમયાપુર આવાસ ૧૩૧૦
  4. ચાંદખેડા-ઝુંડાલ ખર્ચ રૂ. ૧૩.૦૧ કરોડ
  5. મોટેરા-અ‌િમયાપુર ખર્ચ રૂ. ૧૩૭.૨૨ કરોડ
  6. કુલ પ્રકલ્પ ખર્ચ રૂ. ૧૫૦.૨૩ કરોડ
  7. દરેક આવાસનો કાર્પેટ એરિયા ૩૫ ચો.મી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad news Ahmedabad EWS

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ