ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / CNG પેટ્રોલ-ડીઝલ કરતાં સસ્તો કેમ? શું ખરેખર માઈલેજ પણ વધારે આપે છે? જાણો કારણ
5 ફોટો ગેલેરી
Last Updated: 05:15 PM, 1 September 2026
1/5
દિલ્હી પછી હવે મુંબઈમાં પણ CNGના ભાવ વધી ગયા છે. દિલ્હીમાં હાલનો ભાવ 87 રૂપિયા અને મુંબઈમાં 88 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. છેલ્લા 5-6 વર્ષમાં CNGના ભાવ લગભગ બમણા થઈ ગયા છે છતાં પેટ્રોલ અને ડીઝલની તુલનામાં તે હજુ પણ સસ્તું સાબિત થાય છે. એટલે જ લોકો CNGના વાહનો તરફ વળી રહ્યા છે.
2/5
ADVERTISEMENT
3/5
પેટ્રોલ અને ડીઝલ ક્રૂડ ઓઈલમાંથી બને છે. ઇન્ટરનેશનલ બજારમાં ક્રૂડના ભાવ સતત બદલાતા રહે છે. જેમાં રિફાઈનરીની પ્રક્રિયા, પરિવહન, ડીલર કમિશન અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના ભારે ટેક્સને કારણે આ ભાવ વધી જાય છે. હાલ મુંબઈમાં પેટ્રોલ 111 રૂપિયા અને દિલ્હી-નોઈડામાં આશરે 102 રૂપિયા પ્રતિ લીટર છે.
4/5
CNG સસ્તુ પડવાનું એક મોટું કારણ તેની વધુ સારી માઈલેજ છે. જેમાં કે હ્યુન્ડાઈ ઓરા કાર CNGપર લગભગ 25 કિમી પ્રતિ કિલો ચાલે છે જ્યારે પેટ્રોલ પર તેની એવરેજ આશરે 15 કિમી પ્રતિ લીટર આવે છે. આથી CNG પર ચાલવાનો ખર્ચ આશરે 4 રૂપિયા પ્રતિ કિમી રહે છે જ્યારે પેટ્રોલ પર તે 7 રૂપિયા જેટલો થાય છે. જો કોઈ વ્યક્તિ રોજ 100 કિમી ચલાવે અને મહિને 3000 કિમી પૂરા કરે તો CNGમાં આશરે 120 કિલો વપરાશ થાય અને 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મહિનાનો ખર્ચ 12000 રૂપિયા થાય. પેટ્રોલ પર સમાન અંતર માટે લગભગ 200 લીટર લાગે અને ખર્ચ 20000 રૂપિયા થાય. આમ મહિને આઠ હજાર રૂપિયાની બચત થઈ શકે છે.
ADVERTISEMENT
5/5
CNG વાહનોમાં ઓક્ટેન સ્તર વધુ હોવાથી એન્જિન સારું પરફોર્મ કરી શકે છે અને કાર્બન જમા થવાનું પ્રમાણ ઓછું રહે છે. પરંતુ દેશના તમામ શહેરોમાં સ્ટેશન સરળતાથી ઉપલબ્ધ નથી ક્યારેક લાંબી લાઈનો પણ લાગે છે. વાહનની શરૂઆતી કિંમત પણ પેટ્રોલ મોડલ કરતાં વધુ હોય છે. રોજેરોજ લાંબું અંતર કાપનારા, ઓટો-ટેક્સી ચાલકો અને ડિલિવરી વાહનો માટે CNG વધુ ફાયદાકારક સાબિત થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ