ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં બિલ્ડર ફેઝલ ફટ્ટા હત્યા કેસમાં મોટો ખુલાસો, 10 લાખની સોપારી, 4 આરોપી ઝડપાયા

ખુલાસો / સુરતમાં બિલ્ડર ફેઝલ ફટ્ટા હત્યા કેસમાં મોટો ખુલાસો, 10 લાખની સોપારી, 4 આરોપી ઝડપાયા

Published By: Vishal Khamar
Reported By: Dhruv Sompura

Last Updated: 10:48 PM, 2 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ ઉપર થયેલ હત્યા મામલે પોલીસે ગણતરીના કલાકોમાં ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમજ તેઓની પૂછપરછ શરૂ કરી છે.

ADVERTISEMENT

સુરતમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર થયેલી બિલ્ડર ફેઝલ ફટ્ટાની હત્યાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. હત્યામાં સંડોવાયેલા ચાર આરોપીઓને મુંબઈમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે મુખ્ય આરોપી તરીકે મુબારક ઉર્ફે મુબો મજીદ પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે અભિષેક ઉર્ફે રોહન ઉર્ફે ઘૂંઘરું રાજેન્દ્ર દેવરે, કેસરઅલી આબિદઅલી સેયદ, વસીમ ઉર્ફે વસિયો મોઈન શેખ અને ગોકુલ સંતોષ જાદવની ધરપકડ કરી છે.

મુંબઈમાં અલગ-અલગ સ્થળેથી આરોપીઓ ઝડપાયા

પોલીસની ટીમે પ્રથમ બે આરોપીઓને મુંબઈની ફાઉન્ટેન હોટલમાંથી ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ અન્ય બે આરોપીઓને મુંબઈ હાઈવે પર આવેલી વેસ્ટર્ન હોટેલ નજીકથી ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી મુબારક પટેલે બિલ્ડર ફેઝલ ફટ્ટાની હત્યા કરવા માટે વસીમ અને અભિષેકને 10 લાખ રૂપિયાની સોપારી આપી હતી. સોપારીના ટોકન પેટે આરોપીઓને 1 લાખ રૂપિયા અગાઉથી ચૂકવવામાં આવ્યા હતા.

રેકી કર્યા બાદ હત્યાનો પ્લાન ઘડ્યો

સોપારી મળ્યા બાદ આરોપીઓએ ફેઝલ ફટ્ટાની હિલચાલ પર નજર રાખી હતી. તેની ઓફિસ તેમજ આવવા-જવાના રસ્તાની રેકી કર્યા બાદ હત્યાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. ફેઝલ ફટ્ટા પોતાની ઓફિસમાંથી બહાર નીકળી ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર ચડ્યા ત્યારે આરોપીઓએ તેમને નિશાન બનાવ્યા હતા અને તેમની હત્યા કરી હતી.

ચારેય આરોપીઓ રીઢા ગુનેગાર

  • પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલા ચારેય આરોપીઓ સામે અગાઉ પણ ગુનાહિત કેસ નોંધાયેલા છે.
  • અભિષેક ઉર્ફે રોહન ઉર્ફે ઘૂંઘરું રાજેન્દ્ર દેવરે સામે અગાઉ 5 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
  • વસીમ ઉર્ફે વસિયો મોઈન શેખ સામે 4 ગુના નોંધાયેલા છે અને તેની સામે અગાઉ પાસા હેઠળની કાર્યવાહી પણ થઈ ચૂકી છે.
  • ગોકુલ સંતોષ જાદવ સામે 2 ગુના નોંધાયેલા છે.
  • કેસરઅલી આબિદઅલી સેયદ સામે મહારાષ્ટ્રમાં 3 ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ NHRCએ ગુજરાત સરકારને લગાવી ફટકાર, પાયલ ગોટીનું સરઘસ કાઢવું માનવ અધિકારનું ઉલ્લંઘન, સરકારે ચૂકવવા પડશે સાડા સાત લાખ

હાલ પોલીસે ઝડપાયેલા ચારેય આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. સાથે જ મુખ્ય આરોપી મુબારક ઉર્ફે મુબો મજીદ પટેલને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ, સોપારી આપનાર અને અન્ય સંડોવાયેલા લોકો અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Crime News Faisal Fatta Surat News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ